Pics : થોભો રામ... યે જવાની ‘ઓર’ થશે દીવાની!
મુંબઈ, 18 ફેબ્રુઆરી : ફરી એક વાર અભિનેત્રી દીપિકા પાદુકોણેએ જણાવ્યું છે કે તેમની અને અભિનેતા રણવીર સિંહ વચ્ચે મૈત્રી ઉપરાંત કંઇ જ નથી. રામલીલા ફિલ્મમાં તેમની અને રણવીરની કેમેસ્ટ્રી અંગે જે લોકો વાતો કરે છે, તેની પાછળનું કારણ સંજય લીલા ભાનુશાળી લિખિત વાર્તા હતી કે જે બંનેએ રૂપેરી પડદે કલાકાર હોવાના નાતે ચરિતાર્થ કરી. તેનો બહુ મોટો ફાયદો થયો ફિલ્મને અને તે હિટ થઈ ગઈ, પણ દીપિકાએ જણાવ્યું કે ખબર નહીં લોકો મારા અને રણવીર અંગે કેમ વાતો કરી રહ્યાં છે.
દીપિકાએ જણાવ્યું - ગત વર્ષે મારી ચાર ફિલ્મો હિટ નિવડી અને ચારેયમાં મારા કો-સ્ટાર જુદા-જુદા હતાં. જેટલી વાતો રણવીર અંગે થઈ, એટલી બીજા કોઈ અંગે નથી થઈ. મારી કેમેસ્ટ્રી તો રણબીર કપૂર સાથે પણ સારી હતી અને શાહરુખ ખાન સાથે પણ. દીપિકાની આ વાત પર સૌના કાન સરવા થઈ ગયાં. સૌને ખબર છે કે દીપિકા-શાહરુખ અંગે કોઈ કંઈ વાત કરી શકે નહીં, પણ દીપિકાના મોઢે રણબીરનું નામ સરવું પોતાની રીતે એક ચોંકાવનારી બાબત છે.
દીપિકા પાદુકોણેએ આગળ જે કહ્યું તે વધુ ચોંકાવનારુ હતું. ચાલો તસવીરો સાથે જોઇએ શું કહ્યું દીપિકાએ :

ઇમ્તિયાઝની ફિલ્મમાં દીપિકા
દીપિકાએ જણાવ્યું કે તેમની આગામી ફિલ્મ ઇમ્તિયાઝ અલી સાથે છે કે જેનુ નામ જાહેર થવાનું બાકી છે.

જવાની વધુ થશે દીવાની
દીપિકાએ જણાવ્યું - ઇમ્તિયાઝની આ અનામ ફિલ્મમાં મારા કો-સ્ટાર રણબીર કપૂર જ છે.

આતુર દીપિકા
દીપિકા પાદુકોણેને ઇમ્તિયાઝ અલીની આ ફિલ્મનો આતુરતાપૂર્વક ઇંતેજાર છે, કારણ કે તેઓ કાયમ કંઇક હટીને કરે છે. તેથી મને ફિલ્મના શૂટિંગનો ઇંતેજાર છે.

હૅપ્પી ન્યુ ઈયરનો ઉલ્લેખ નહીં
દીપિકાએ આ પ્રસંગે તેમની આગામી ફિલ્મ હૅપ્પી ન્યુ ઈયર કે તેના નિર્માતા-દિગ્દર્શક ફરાહ ખાન કે સહ-કલાકાર શાહરુખ ખાન વિશે કોઈ ઉલ્લેખ કર્યો જ નહીં.

રણબીરની ઝંખના?
ઇમ્તિયાઝ અલીની ફિલ્મનું નામ લઈ દીપિકાએ રણબીર તરફ ઇશારો કર્યો છે. તો શું એમ સમજવામાં આવે કે મૅડમના મનમાં આજે પણ ક્યાંકને ક્યાંક રણબીર કપૂર માટેની ઝંખના છે.

લાંબી રિલેશનશિપ
રણબીર-દીપિકા વચ્ચે લાંબા વખત સુધી રિલેશનશિપ રહી છે અને તેમણે પહેલી વખત 2008માં આવેલી બચના ઐ હસીનોં ફિલ્મમાં સાથે કર્યુ હતું.

બ્રેક-અપ
બચના ઐ હસીનોં બાદ રણબીર-દીપિકા વચ્ચે બ્રેક-અપ થઈ ગયુ હ

અને કડવાશ મટી
જોકે યે જવાની હૈ દીવાની ફિલ્મમાં બંનેએ એક સાથે આવ્યાં અને આ સાથે જ બંને વચ્ચેની કડવાશ મટી ગઈ.

રણવીર સાથે ચર્ચા
આ પછી રામલીલા ફિલ્મના કો-સ્ટાર રણવીર સિંહ સાથે દીપિકા પાદુકોણેના અફૅરની ચર્ચાઓ શરૂ થઈ છે, પરંતુ દીપિકાએ તેને નકારી દીધી છે.

રણબીર સાથે હૅટ્રિક
દીપિકાએ ઇમ્તિયાઝ અલીની ફિલ્મ અંગેનો ઇશારો કર્યો છે અને આ સાથે જ બચના ઐ હસીનોં તથા યે જવાની હૈ દીવાની બાદ દીપિકા રણબીર સાથે હૅટ્રિક કરશે.
-
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત




Click it and Unblock the Notifications
