વડોદરાના સ્ટેશન પર રણબીર દિપીકાનો તમાશો
આ શુક્રવારે રણબીર કપૂર અને દિપીકા પાદુકોણની ફિલ્મ તમાશા રિલિઝ થવાની છે. ત્યારે ફિલ્મના પ્રમોશન માટે રણબીર કપૂર અને દિપીકા પાદુકોણ એક અનોખો પ્રયાસ કર્યો હતો. ફિલ્મના પ્રમોશન માટે ફ્લાઇટ જર્ની કરવાનો વિચાર હતો પણ જ્યારે દિપીકા ટ્રેનમાં મુંબઇથી દિલ્હી જવાનો આઇડિયા આપ્યો તો તેને રણબીર કપૂર અને ફિલ્મના ડાયરેક્ટર ઇમતિયાઝ અલી વધાવી લીધો.
અને તે લોકો ઉપડી ગયા ટ્રેનમાં મુંબઇથી દિલ્હી જવા માટે. એટલું જ નહીં છેલ્લી મિનિટે ટ્રેનની ટિકિટ કરાવા માટે દિપીકાએ રણબીરનો આભાર પણ માન્યો. ત્યારે વચ્ચે વડોદરા સ્ટેશન પર જ્યારે 10 મિનિટ માટે ટ્રેન ઊભી રહી ત્યારે દિપીકા અને રણબીર સ્ટેશનમાં તેમના ચાહકોને તેમની એક ઝલક બતાવીને ખુશ કરી દીધા.
ત્યારે કેવા રહ્યો રણબીર અને દિપીકાનો આ ટ્રેન પ્રવાસ. તેમણે શું શું કર્યું. કેવી મઝા માણી આ ટ્રેનની સફરની તેની કેટલીક ખાસ તસવીર જુઓ. સાથે જ તેમણે આ દરમિયાન કેવી મસ્તી કરી અને ઇન્ડિયન રેલ્વેના ભોજનને કેવી રીતે માણ્યો તે જાણો નીચેના આ ફોટોસ્લાઇડરમાં...

"તમાશા" - મુંબઇથી દિલ્હી
મૈત્રી હોય તો દિપીકા અને રણબીર જેવી. તમાશાના પ્રમોશન માટે રણબીર અને દિપીકા કરવાના હતા ફ્લાઇટની સફર પણ દિપીકાની એક ઇચ્છાના કારણે રણબીર તેના અને ફિલ્મના ડાયરેક્ટર ઇમતિઆઝ માટે કરાવી ખાસ મુંબઇથી દિલ્હીની ટ્રેનની ટિકિટ.

ટ્રેનની મઝા
ત્યારે 3 ટાયર એસીને મઝા રણબીર અને દિપીકાએ માણી હતી. તેમણે આ એક રાતના પ્રવાસને ખૂબ જ માણ્યો. અને લકીલી તેમને વિન્ડો સીટ પણ મળી.

દિપીકા અને રણબીર
ત્યારે આ સમગ્ર પ્રવાસ દરમિયાન રણબીર અને દિપીકાની યુનિક કેમેસ્ટ્રી જોવા મળી. અને બન્ને જણાએ આ ટ્રીપને ભરપૂર રીતે માણી.

આખી રાત જાગ્યા
ત્યારે આ સફરમાં ત્રણેય જણા આખી રાત જાગી ગપ્પા મારી મસ્તી કરી. વળી ટ્રેનના દરવાજાની પાસે બેસી ઠંડી હવાની મઝા પણ માણી.

ભોજન
એટલું જ નહીં દિપીકા અને રણબીરે ઇન્ડિયન રેલ્વેનું ભોજન પણ ચાખ્યું. અને દિપીકાને અહીંની કોફી પણ બહુ જ ભાવી. વળી તેમણે સ્ટેશનની ચાની પણ મઝા માણી.

નારિયળ પાણી
એટલું જ નહીં તેમણે નારિયળ પાણી પણ પીધુ અને ટીટીને પોતાની ટિકિટ પણ બતાવી. જો કે રણબીર અને દિપીકા જોડે ખાલી બે જ કન્ફર્મ ટિકિટ હતી. અને એક આરએસી. જો કે ટીટીઇએ તેમને આ આરએસી કન્ફર્મ કરી આપી.

મસ્તી અને ડાન્સ
ત્યારે દિપીકા અને રણવીર રાતના ગીતો ગાઇ અને ડાન્સ પાર્ટી પણ કરી. અને ભારતીય રેલ્વેની મઝા પણ માણી. દિપીકાની ઇચ્છા હતી કે તે લાંબા સમયથી ટ્રેનની સફર પર નથી ગઇ અને તેની આ ઇચ્છા સરસ રીતે પૂરી કરી આપી રણબીર કપૂર.












Click it and Unblock the Notifications
