લંડનથી આવ્યા દીપિકા પાદુકોણના પ્રેગ્નન્સીના સમાચાર, ફોટા વાયરલ, શું છે સત્ય

દીપિકા અને રણવીર લંડનમાં પોતાની આગામી ફિલ્મ 83નું શૂટિંગ કરી રહ્યા છે પરંતુ આ દરમિયાન એક સમાચારે ત્યાં બધાને ચોંકાવી દીધા છે.

બોલિવુડની મસ્તાની એટલે કે દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ જ્યારથી પતિ-પત્ની બન્યા છે ત્યારથી તેમના ચાહકો તેમના પરિવારને આગળ વધારાની આશા રાખી રહ્યા છે. દરેક જણ હંમેશા આ બંનેના મમ્મી-પપ્પા બનવાના સવાલ પૂછી લે છે. હાલમાં આ બંને લવિંગ કપલ લંડનમાં છે. આ બંને ત્યાં પોતાની આગામી ફિલ્મ 83નું શૂટિંગ કરી રહ્યા છે પરંતુ આ દરમિયાન એક સમાચારે ત્યાં બધાને ચોંકાવી દીધા છે.

લંડનથી આવ્યા દીપિકા પાદુકોણના ગર્ભવતી હોવાના સમાચાર

લંડનથી આવ્યા દીપિકા પાદુકોણના ગર્ભવતી હોવાના સમાચાર

વાસ્તવમાં દીપિકા-રણવીરના અમુક ફોટા હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ ફોટામાં દીપિકાના કપડા ઢીલા ઢીલા છે. વળી, બંનેનો એક વીડિયો પણ ઘણો વાયરલ થઈ રહ્યો છે જેમાં દીપિકા પેરટ કલરના ઘણા વિચિત્ર કપડામાં છે જેને જોઈને સોશિયલ મીડિયા પર લોકો અનુમાન લગાવી રહ્યા છે દીપિકા પ્રેગ્નેન્ટ છે. એક યુઝરે લખ્યુ કે, ‘દીપિકા આ રીતે પોતાને ઢાંકી રહી છે, શું તે બેબી બંપ છૂપાવી રહી છે.'

મીડિયા રિપોર્ટ્સ દીપિકાની પ્રેગ્નેન્સીનો દાવો કરી રહી છે?

મીડિયા રિપોર્ટ્સ દીપિકાની પ્રેગ્નેન્સીનો દાવો કરી રહી છે?

વળી, લંડનમાં લેવામાં આવેલ દીપવીરના અમુક ફોટા અને વીડિયો દ્વારા ઘણા મીડિયા રિપોર્ટ્સ દીપિકાની પ્રેગ્નેન્સીનો દાવો કરી રહ્યા છે. આ મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યુ છે કે દીપિકા હાલમાં ઢીલા કપડા એટલા માટે લઈ રહી છે જેથી તેના બેબી બંપ વિશે કોઈને શંકા ન જાય.

લાઈવ ચેટ દરમિયાન દીપિકાએ કરી હતી કમેન્ટ

લાઈવ ચેટ દરમિયાન દીપિકાએ કરી હતી કમેન્ટ

આ પહેલા પણ દીપિકા પાદુકોણની એક કમેન્ટથી તેના ફેન્સ ક્રેઝી થઈ ગયા હતા અને તેમને લાગતુ હતુ કે દીપિકા ગર્ભવતી છે. વાસ્તવમાં રણવીર સિંહની લાઈવ ચેટ દરમિયાન દીપિકાએ એક મઝાની કમેન્ટ કરી હતી, દીપિકાએ લખ્યુ, ‘Hi Daddie' અને સાઈડમાં બેબીનુ ઈમોજી પણ પોસ્ટ કર્યુ હતુ. બસ પછી શું હતુ, દીપિકાની આ કમેન્ટ પર ફેન્સ ક્રેઝી થઈ ગયા. વાસ્તવમાં દીપિકાની આ કમેન્ટ બાદ એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે શું દીપિકા પ્રેગ્નેન્ટ છે.

ફિલ્મ ‘83' ના શૂટિંગમાં બિઝી દીપ-વીર

તમને જણાવી દઈએ કે દીપિકા અને રણવીર હાલમાં લંડનમાં છે અને કબીર ખાનની ફિલ્મ ‘83'ના શૂટિંગમાં બિઝી છે. આ ફિલ્મમાં રણવીર સિંહ પૂર્વ ક્રિકેટર કપિલ દેવની ભૂમિકામાં જોવા મળશે. જ્યારે દીપિકા તેમની પત્ની રુમી દેવની ભૂમિકામાં હશે. આ ફિલ્મ 2020માં રિલીઝ થશે. આ ઉપરાંત દીપિકા મેઘના ગુલઝારની ફિલ્મ ‘છપાક'માં વિક્રાંત મૈસી સાથે જોવા મળશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X