119 કરોડના ઘરમાં શિફ્ટ થશે દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ, નવા અપાર્ટમેન્ટની સુવિધાઓ જાણી ઉડી જશે હોશ
Deepika Padukone-Ranveer Singh New Home: બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણ ટૂંક સમયમાં જ તેના પહેલા બાળકનું સ્વાગત કરવા જઈ રહી છે. દીપિકા પાદુકોણ અને તેના પતિ રણવીર સિંહે કહ્યું હતું કે દીપિકા પાદુકોણની ડિલિવરી સપ્ટેમ્બર 2024માં થશે. એવા સમાચાર છે કે આ કપલ તેમના પહેલા બાળકના જન્મ પછી જ તેમના નવા ઘરમાં પ્રવેશ કરશે.
મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના 100 કરોડ રૂપિયાથી વધુની કિંમતના નવા ઘરનું કામ ટૂંક સમયમાં પૂર્ણ થવા જઈ રહ્યું છે. બિલ્ડિંગનો નવો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને તેની ખૂબ ચર્ચા થઈ રહી છે.

મળતી માહિતી મુજબ, દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ જે બિલ્ડિંગમાં શિફ્ટ થવા જઈ રહ્યા છે તે સુપરસ્ટાર શાહરૂખ ખાનના ઘર 'મન્નત'ની ખૂબ જ નજીક છે અને તે મુંબઈના સૌથી પૉશ અને મોંઘા વિસ્તારમાં આવેલી છે. રણવીર અને દીપિકાએ બે વર્ષ પહેલા આ બિલ્ડિંગમાં એક અપાર્ટમેન્ટ બુક કરાવ્યું હતું. ત્યારથી તેના નવા અપાર્ટમેન્ટનું કામ ચાલી રહ્યું છે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે દીપિકા પાદુકોણ પતિ રણવીર સિંહ અને બાળક સાથે આ નવા ઘરમાં શિફ્ટ થશે. દીપિકા પાદુકોણ અને રણવીર સિંહનું આ નવું ઘર મુંબઈના બાંદ્રા વિસ્તારમાં છે. તેનુ અપાર્ટમેન્ટ શાહરૂખ ખાનના ઘર 'મન્નત'ની પાછળ આવેલું છે. દીપિકા-રણવીરના નવા અપાર્ટમેન્ટમાં સમુદ્રનો સુંદર નજારો જોવા મળશે. આ આલીશાન હાઈરાઈઝ ઈમારતનું બાંધકામ છેલ્લા બે વર્ષથી સતત ચાલી રહ્યું છે.
રણવીર સિંહ અને દીપિકા પાદુકોણે આ નવુ અપાર્ટમેન્ટને ખરીદવા માટે લગભગ 119 કરોડ રૂપિયા ખર્ચ્યા છે. તેમના નવા ઘરની કિંમત બોલિવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચનના બંગલા જલસા કરતા પણ વધુ છે. દીપિકા અને રણવીરે બિલ્ડીંગના 16મા, 17મા, 18મા અને 19મા માળે ફ્લેટ ખરીદ્યા છે. એપાર્ટમેન્ટનો કુલ કાર્પેટ એરિયા 11,266 ચોરસ ફૂટ છે. અહીં 1300 ચોરસ ફૂટની વિશિષ્ટ ટેરેસ પણ છે. આ સિવાય બિલ્ડિંગની અંદર 19 પાર્કિંગ સ્પેસ છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દીપિકા-રણવીરે નવા એપાર્ટમેન્ટના રજિસ્ટ્રેશન માટે 7.13 કરોડ રૂપિયા સ્ટેમ્પ ડ્યૂટી ચૂકવી છે. આ ટેરેસ વિસ્તારને બાદ કરતાં પ્રતિ ચોરસ ફૂટનો દર રૂ. 1.05 લાખ થઈ જાય છે. આ મિલકતમાં ઘણી વિશેષ સુવિધાઓ ઉપલબ્ધ છે. આ નવા અપાર્ટમેન્ટમાં પર્સનલ જિમ, સ્વિમિંગ પૂલ, એન્ટરટેઈનમેન્ટ સ્પેસ છે, જે તેમની પ્રોફેશનલ લાઈફને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે.












Click it and Unblock the Notifications
