#DeepVeer Wedding: દીપિકા-રણવીરે કર્યા લગ્ન, અહીં જુઓ લગ્નનો પહેલો ફોટો
દીપિકા-રણવીરના લગ્નના અમુક ફોટા હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
બોલિવુડની સુંદર મસ્તાની એટલે કે દીપિકા પાદુકોણ અને અભિનેતા રણવીર સિંહે મંગળવારે ઈટલીના લેક કોમોમાં કોંકણી રિવાજથી લગ્ન કરી લીધા છે. બંને આજે સિંધિ રિવાજથી સાત ફેરા લેશે. આ લગ્નને મીડિયાથી સંપૂર્ણપણે દૂર રાખવામાં આવ્યા છે પરંતુ તેમછતા લગ્નના અમુક ફોટા હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. જેમાં લગ્ન પછીની પહેલી ઝલક જોવા મળી રહી છે. જો કે વાયરલ થઈ રહેલા ફોટા બહુ સ્પષ્ટ નથી પરંતુ તેમછતા બંને સ્ટાર્સના ઉત્સુક ફેન્સ માટે આ કોઈ ભેટથી ઓછુ નથી.

કોંકણી લગ્નમાં આવો હતો દીપવીરનો ટ્રેડિશનલ લુક
જે ફોટા વાયરલ થઈ રહ્યા છે તેને જોઈને લાગી રહ્યુ છે કે રણવીર સિંહે સફેદ રંગની શેરવાની પહેરી છે અને દીપિકા પણ સાઉથ ઈન્ડિયન આઉટફિટમાં છે. તેણે જુડો બનાવ્યો છે અને તેના પર ગજરો લગાવ્યો છે. એટલુ જ નહિ બંનેના પરિવારવાળા પણ સાઉથ ઈન્ડિય આઉટફિટમાં છે. મંડપ પર પણ સફેદ લીલીના ફૂલોથી સજાવટ કરવામાં આવી છે.

દીપવીરનું થશે બે જગ્યાએ રિસેપ્શન
તમને જણાવી દઈએ કે ઈટલીમાં લગ્ન કર્યા બાદ દીપવીરનું મુંબઈમાં રિસેપ્શન 28 નવેમ્બર (બુધવાર) ના રોજ હોટલ ગ્રાંડ હયાતમાં થશે તેમજ 21 નવેમ્બરે દીપિકાના હોમટાઉન બેંગલુરુમાં રિસેપ્શન પાર્ટી થશે જેમાં રમતજગત અને બોલિવુડની હસ્તીઓ શામેલ થઈ શકે છે.

છેલ્લા 6 વર્ષોથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા દીપિકા-રણવીર
છેલ્લા 6 વર્ષોથી એકબીજાને ડેટ કર્યા બાદ દીપિકા અને રણવીરે લગ્ન કરવાનો નિર્ણય કર્યો છે. પોતાના લગ્નના સમાચાર ખુદ દીપિકાએ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કરીને આપ્યા હતા.

પડદા પર હિટ છે દીપિકા-રણવીરની જોડી
તમને જણાવી દઈએ કે વર્ષ 2013માં દીપિકા અને રણવીર સિંહના સંબંધોનો ખુલાસો થયો હતો. બંનેના એકસાથે આવતા પહેલા જ બંનેનું બ્રેક-અપ થઈ ચૂક્યુ હતુ. દીપિકા ફિલ્મ અભિનેતા રણબીર કપૂર સાથે પ્રેમમાં હતી. તો બીજી તરફ રણવીર સિંહનું નામ અભિનેત્રી અનુષ્કા શર્મા સાથે જોડાયુ હતુ પરંતુ બાદમાં અનુષ્કા-રણવીર સિંહ અલગ થઈ ગયા. આ તરફ દીપિકા અને રણબીર કપૂરના રસ્તા પણ અલગ થઈ ગયા. બંનેએ સાથે ત્રણ હિટ ફિલ્મો ‘રામલીલા', ‘બાજીરાવ મસ્તાની' અને ‘પદ્માવત' આપી છે.












Click it and Unblock the Notifications
