Pics : બૉલીવુડના સો કરોડી દીપિકા ચાલ્યાં હૉલીવુડ

મુંબઈ, 27 ઑગસ્ટ : વર્ષ 2013માં અત્યાર સુધી સૌથી મોટી કમાલ કરી હોય, તો તે છે અભિનેત્રી દીપિકા પાદુકોણે. આ વર્ષે તેમની ત્રણ ફિલ્મો રેસ 2, યે જવાની હૈ દીવાની તેમજ ચેન્નઈ એક્સપ્રેસે સો કરોડનો બિઝનેસ કર્યો છે અને આ સાથે જ તેમની ગણતરી બૉલીવુડની ટોચની અભિનેત્રીઓમાં થવા લાગી છે. નિર્માતા-દિગ્દર્શકોની કતારો તેમના ઘરે સરળતાથી જોઈ શકાય છે, તો હવે કાતિલ અદાઓના માલકણ દીપિકા પાદુકોણે હૉલીવુડ તરફ ઉડાણ ભરવાની તૈયારી કરી રહ્યાં છે.

જાણવા મળે છે કે હૉલીવુડની સુપરહિટ ફિલ્મ ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ 7 સાથે દીપિકા પાદુકોણે અભિનેત્રી તરીકે હૉલીવુડ પ્રવેશ કરી શકે છે, કારણ કે હૉલીવુડની આ ફિલ્મની ટીમ ફિલ્મમાં ભારતીય અભિનેત્રીને લેવા માંગે છે અને તેના માટે દીપિકા પાદુકોણેના નામની ચર્ચા ચાલે છે. જોકે ચિત્રાંગદા સિંહ તથા કંગના રાણાવત પણ ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ 7 ફિલ્મ માટે ઑડિશન આપી ચુક્યાં છે, પણ સૌથી આગળ દીપિકા પાદુકોણે છે. આ ફિલ્મનું શૂટિંગ આ જ વર્ષે શરૂ થશે, કારણ કે ફિલ્મ આવતા વર્ષે 6ઠી જુલાઈએ રિલીઝ થવાની છે.

જોકે પોતાની આ સફળતા ઉપર દીપિકાને કોઈ ઘમંડ નથી. તેઓ સફળતાને ફિલ્મના સો કરોડના બિઝનેસ સાથે નથી સાંકળતાં. ચેન્નઈ એક્સપ્રેસ ફિલ્મના ટ્રેલર લૉન્ચિંગ પ્રસંગે પણ દીપિકા પાદુકોણે બોલ્યા હતાં કે સફળતાને બિઝનેસ સાથે જોડવું જોઇએ નહીં.

આવો જોઇએ દીપિકાની દિલકશ તસવીરો અને જાણીએ વધુ વિગતો :

સો કરોડી દીપિકા

સો કરોડી દીપિકા

દીપિકાની આ વર્ષે રેસ 2, યે જવાની હૈ દીવાની અને ચેન્નઈ એક્સપ્રેસ ફિલ્મો રિલીઝ થઈ. ત્રણે હિટ રહી અને સો કરોડ ક્લબમાં જોડાઈ. તેમાંય ચેન્નઈ એક્સપ્રેસે તો 200 કરોડનો બિઝનેસ કરી નાંખ્યો.

ઓમ શાંતિ ઓમ

ઓમ શાંતિ ઓમ

ઓમ શાંતિ ઓમ સાથે ફિલ્મી કૅરિયર શરૂ કરનાર દીપિકા શાહરુખ સાથે હિટ રહ્યાં છે. ઓમ શાંતિ ઓમમાં શાહરુખ સાથે જ તેમણે કૅરિયર શરૂ કર્યુ હતું.

અફૅરે અફૅર

અફૅરે અફૅર

દીપિકા ફિલ્મો ઉપરાંત અફૅર અંગે ચર્ચામાં રહે છે. મહેન્દ્ર સિંહ ધોની, રણબીર કપૂર, સિદ્ધાર્થ માલ્યાથી માંડી રણવીર સિંહ સાથે તેમનું નામ જોડવામાં આવી ચુક્યું છે.

હિટની હૅટ્રિક

હિટની હૅટ્રિક

ચેન્નઈ એક્સપ્રેસ સાથે જ દીપિકાએ આ વર્ષે હિટની હૅટ્રિક કરી છે.

હૉલીવુડ તરફ

હૉલીવુડ તરફ

દીપિકા હવે હૉલીવુડ તરફ પ્રયાણ કરી શકે છે. ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ 7માં તેમને લેવા અંગે ચર્ચાઓ ચાલી રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X