સુપરસ્ટાર એકટ્રેસના નખરા, સલમાન જેટલી ફીસ, ધડાધડ ફિલ્મો રિજેક્ટ
એક તરફ બોલિવુડના મોટા સ્ટાર્સ પોતાની આવનારી ફિલ્મો માટે જબરદસ્ત ચર્ચામાં છે. તો બીજી તરફ ઈન્ડસ્ટ્રીની એક ટૉપ એક્ટ્રેસ નેગેટિવ સમાચારોના કારણે ચર્ચામાં છે.
એક તરફ બોલિવુડના મોટા સ્ટાર્સ પોતાની આવનારી ફિલ્મો માટે જબરદસ્ત ચર્ચામાં છે. તો બીજી તરફ ઈન્ડસ્ટ્રીની એક ટૉપ એક્ટ્રેસ નેગેટિવ સમાચારોના કારણે ચર્ચામાં છે. આ સુપરસ્ટાર એકટ્રેસ છે દીપિકા પાદુકોણ....દીપિકા પાદુકોણ વિશે સમાચાર છે કે તેની પાસે હાલમાં કોઈ ખાસ ફિલ્મો નથી. દીપિકા ધડાધડ ફિલ્મો રિજેક્ટ કરી રહી છે. જેનુ કારણ ખરાબ સ્ક્રીપ્ટ કે ફિલ્મ નહિ પરંતુ એક એવુ કારણ છે જે જાણીને તમે ચોંકી જશો. દીપિકા બોલિવુડ ઈન્ડસ્ટ્રીની સૌથી ટેલેન્ટેડ અને મહેનતી એક્ટ્રેસમાંની એક છે. જેના કારણે તેની ઈન્ડસ્ટ્રીમાં અલગ જ ઓળખ બની છે. તેની છેલ્લી ઘણી ફિલ્મો હિટ રહી તો ઘણી 100 કરોડી...
વળી, લગ્નના સમાચારો વચ્ચે તેના કેરિયર અંગે નેગેટિવ સમાચારો આવવા શરૂ થઈ ગયા છે. આ સમાચાર કેટલા સત્ય છે તે ડાઉટફૂલ છે. જણાવવામાં આવી રહ્યુ છે કે દીપિકાની ડિમાન્ડઝ એટલી વધી ગઈ છે કે બોલિવુડના ઘણા મોટા ફિલ્મ મેકર્સ તેની સામે હારી ગયા છે. ડિમાન્ડ પૂરી ન થવા પર દીપિકા એક પછી એક ફિલ્મો રિજેક્ટ કરી રહી છે.
એક અંગ્રેજી વર્તમાનપત્ર મુજબ આ વાતનો ખુલાસો એક નવા ડાયરેક્ટરે કર્યો છે. તેમનું કહેવુ છે કે દીપિકા હાલમાં એ-લિસ્ટ હિરોઈનોમાં શામેલ છે અને તેણે તેની સેલરી ત્રણ ગણી વધારી દીધી છે. બ્લોકબસ્ટર ફિલ્મ આપવા છતાં દીપિકા સતત ફિલ્મો છોડી રહી છે. દીપિકા હવે માત્ર એ જ ફિલ્મો કરશે જેમાં તેના માંગ્યા મુજબ સેલરી આપવામાં આવશે. એટલુ જ નહિ, દીપિકા સ્ક્રિપ્ટ પર પણ ક્રિએટીવ કંટ્રોલ ઈચ્છે છે.
તમને જણાવી દઈએ કે દીપિકાએ પદ્માવત બાદ માત્ર એક જ ફિલ્મ સાઈન કરી છે જે હજુ સુધી શરૂ થઈ નથી. દીપિકાએ શાહરુખ ખાન સાથે ઓમ શાંતિ ફિલ્મ સાથે બોલિવુડમાં પોતાના કેરિયરની શરૂઆત કરી હતી. ત્યારબાદ તેણે એક પછી એક જબરદસ્ત ફિલ્મો આપીને ટૉપ એક્ટ્રેસમાં પોતાનું નામ જોડી દીધુ. આગળ જાણો દીપિકાની 10 સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મો વિશે -

પદ્માવત
રણવીર સિંહ સાથે રામલીલા ઉપરાંત બીજી એક ફિલ્મ પદ્માવતમાં દીપિકાની જોડીને ખૂબ પસંદ કરવામાં આવી. આ ફિલ્મે 117 કરોડની કમાણી કરી હતી.

ચેન્નઈ એક્સપ્રેસ
શાહરુખ ખાન સાથેની દીપિકાની આ ફિલ્મ પણ સુપરહિટ રહી. આ ફિલ્મે 104 કરોડની કમાણી કરી.

હેપ્પી ન્યૂ યર
હેપ્પી ન્યૂ યરમાં દીપિકાએ શાહરુખ સાથે ધૂમ મચાવી હતી. આ ફિલ્મ પણ સુપરહિટ રહી હતી અને કરોડોની કમાણી કરી હતી.

પીકૂ
અમિતાભ બચ્ચન સાથે ફિલ્મ પીકૂમાં દીપિકાએ ફરીથી એક વાર ફેન્સનું દિલ જીતી લીધુ. આ ફિલ્મે 80 કરોડ કમાયા.

યે જવાની હે દિવાની
યે જવાની હે દિવાનીમાં દીપિકા રણબીર કપૂર સાથે જોવા મળી હતી. આ ફિલ્મે 190 કરોડની કમાણી કરી.

બાજીરાવ મસ્તાની
સંજય લીલા ભણસાળીની ફિલ્મ બાજીરાવ મસ્તાનીમાં દીપિકા રણબીર સિંહ સાથે રોમાન્સ કરતી જોવા મળી. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર 184 કરોડની કમાણી કરી.

રામલીલા
રામલીલામાં દીપિકા રણવીરની જોડીને ખૂબ પસંદ કરવામાં આવી. આ ફિલ્મે 117 કરોડની કમાણી કરી.

ઓમ શાંતિ ઓમ
શાહરુખ સાથેની આ ફિલ્મમાં દીપિકાએ બ્લોક બસ્ટરની શરૂઆત કરી અને આ ફિલ્મે 79 કરોડ કમાયા.

કોકટેલ
કોકટેલ પણ દીપિકાની સફળ ફિલ્મોમાંની એક છે આ ફિલ્મે બોક્સ ઓફિસ પર 78 કરોડની કમાણી કરી.
-
જો એ ગીત ન હોત તો હારી જાત ભારત? T20 World Cup જીત્યા બાદ કેપ્ટન સૂર્યકુમારે કર્યો ચોંકાવનારો ખુલાસો! -
હવે ખેડૂતોને જમીન માપણીની ભૂલો સુધારવા ધક્કા નહીં ખાવા પડે, સરકારનો મોટો નિર્ણય -
Petrol Diesel Price: 13 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
LPG Shortage: ઈરાન યુદ્ધ વચ્ચે ભારતમાં કેટલું બચ્યું છે તેલ? હરદીપ સિંહ પુરીએ જણાવ્યું સત્ય -
ગુજરાતમાં ભરઉનાળે માવઠાની આગાહી, આ જિલ્લાઓમાં કરા પડી શકે -
ગુજરાત સરકારે સરકારી કર્મચારીઓના મેડિકલ ક્લેમ નિયમોમાં મોટા ફેરફાર કર્યા -
Weather Today: હરિયાણા-ગુજરાત સહિત 5 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી -
ગેસ સંકટનો બેવડો માર, એલપીજીની અછત વચ્ચે બજારમાંથી ઇન્ડક્શન પણ ગાયબ -
LPG Price Today: એલપીજી અંગે 3 દિવસમાં સરકારે લીધા 7 મોટા નિર્ણય, ક્યાં પહોંચ્યો ગેસ સિલિન્ડરનો ભાવ? -
તમિલનાડુના રાજકારણમાં મોટી ઉથલપાથલ, શશિકલાએ નવી પાર્ટીની જાહેરાત કરી -
Gujarat Titans Schedule: ગુજરાત ટાઇટન્સ આ દિવસે રમાશે પ્રથમ મેચ, રાજસ્થાન અને દિલ્હી સામે પણ થશે જોરદાર ટક્કર -
Gujarat Weather: રાજ્યના આ જિલ્લાઓમાં ગરમીનું યલો એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી












Click it and Unblock the Notifications
