લવલાઈફ વિશે દીપિકાએ કર્યો મોટો ખુલાસો, એક્સ બૉયફ્રેન્ડને પકડ્યો હતો રંગેહાથ

દીપિકા પાદુકોણે એક ઈન્ટરવ્યુમાં પોતાના રિલેશનશિપ વિશે અમુક મોટા ખુલાસા કર્યા છે.

ફિલ્મ જગતની સૌથી હસીન જોડીઓમાં શામેલ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ ઘણીવાર સોશિયલ મીડિયા પર પોતાના સુંદર ફોટા માટે સમાચારોમાં છવાયેલા રહે છે. ઘણી વાર બંને એકબીજા સાથેની સુંદર પળો પણ ઈન્સ્ટાગ્રામ પર પોતાના ફેન્સ સાથે શેર કરે છે. પરંતુ આ પહેલા એક સમય એવો પણ હતો જ્યારે દીપિકા પાદુકોણ પોતાની પર્સનલ લાઈફ માટે ખૂબ જ તણાવમાં હતી. રણવીર સિંહ સાથે લગ્ન કર્યા પહેલા દીપિકા પાદુકોણ અને અભિનેતા રણવીર કપૂર વચ્ચે લાંબા સમય સુધી અફેર રહ્યો. હવે દીપિકા પાદુકોણે એક ઈન્ટરવ્યુમાં પોતાના રિલેશનશિપ વિશે અમુક મોટા ખુલાસા કર્યા છે.

‘મારા માટે સેક્સ માત્ર શારીરિક નથી...'

‘મારા માટે સેક્સ માત્ર શારીરિક નથી...'

એક ઈન્ટરવ્યુ દરમિયાન પોતાની રિલેશનશિપ પર વાત કરતા દીપિકા પાદુકોણે કહ્યુ, 'મારા માટે સેક્સ માત્ર શારીરિક નથી, પરંતુ તેમાં ભાવનાઓ પણ શામેલ હોય છે. હું જ્યારે પણ રિલેશનમાં રહી તો મે ક્યારેય કોઈને જાણે અજાણે ચીટ નથી કર્યુ, હું ક્યારેય ભટકી નથી. જો મને લાગશે કે કોઈ સંબંધમાં મને મૂર્ખ બનાવવામાં આવી રહી છે તો હું એ સંબંધમાં કેમ રહુ? એના કરતા સારુ કે તમે સિંગલ રહો અને મઝા કરો, પરંતુ દરેક જણ આવુ નથી વિચારતા.'

‘મે ખુદ તેને રંગેહાથ પકડ્યો'

‘મે ખુદ તેને રંગેહાથ પકડ્યો'

કોઈનુ નામ લીધા વિના દીપિકા પાદુકોણે કહ્યુ, 'બની શકે છે કે કદાચ આ કારણે જ મારા ભૂતકાળમાં મને દુઃખ મળ્યુ. હું એટલી મોટી મૂર્ખ હતી કે મે એને બીજો મોકો આપ્યો, કારણકે એણે મારી માફી માંગી, આજીજી કરી. મારા દોસ્તોએ મને કહ્યુ કે એ હજી પણ મને છેતરી રહ્યો છે તેમ છતાં મે તેના પર ભરોસો કર્યો. ત્યારબાદ મે એને રંગેહાથ પકડ્યો. બધામાંથી બહાર નીકળતા મને થોડો સમય લાગ્યો. પરંતુ જ્યારે એક વાર એમાંથી બહાર આવી ગઈ તો પછી મારા માટે પાછા જવા માટે કોઈ કારણ નહોતુ. સ્થિતિ સંપૂર્ણપણે બદલાઈ ગઈ હતી.'

‘મે એ સંબંધમાં મારા તરફથી ઘણુ બધુ આપ્યુ'

‘મે એ સંબંધમાં મારા તરફથી ઘણુ બધુ આપ્યુ'

દીપિકા પાદુકોણે આગળ કહ્યુ, 'જ્યારે પહેલી વાર એણે મારી સાથે ચીટ કર્યુ તો મને લાગ્યુ કે આ સંબંધમાં કંઈક ગરબડ છે કાં તો પછી હું ખોટી છુ. પરંતુ જ્યારે કોઈ આને પોતાની આદત બનાવી લે તો, તમને ખબર પડે છે કે વાસ્તવમાં સમસ્યા એની સાથે છે. મે એ સંબંધમાં પોતાના તરફથી ઘણુ બધુ આપ્યુ અને તેના બદલામાં ક્યારેય કોઈ વસ્તુની અપેક્ષા ન રાખી. પરંતુ બેવફાઈ સંબંધોને તોડી દે છે. જ્યારે એક વાર આ સંબંધમાં ઘૂસી જાય તો સમ્માન ખતમ થઈ જાય છે, ભરોસો ખતમ થઈ જાય છે અને એક સંબંધમાં આ જ પાયો છે જેના વિના તમે કોઈ સંબંધને નિભાવી નથી શકતા.'

વર્ષ 2009માં થયુ હતુ દીપિકાનુ બ્રેકઅપ

વર્ષ 2009માં થયુ હતુ દીપિકાનુ બ્રેકઅપ

આ આખા ઈન્ટરવ્યુ દરમિયાન દીપિકા પાદુકોણે ક્યાંય પણ રણવીર કપૂરનુ નામ નથી લીધુ. તમને જણાવી દઈએ કે બે વર્ષ લાંબા રિલેશનશિપ બાદ દીપકા પાદુકોણ અને અભિનેતા રણવીર કપૂર વર્ષ 2009માં એકબીજાથી અલગ થઈ ગયા હતા. ત્યારબાદ નવેમ્બર 2018માં દીપિકાના લગ્ન રણવીર સિંહ સાથે થયા. હાલમાં દીપિકા પાદુકોણ એ વખતે ચર્ચામાં આવી હતી જ્યારે પોતાની ફિલ્મ છપાકની રિલીઝ પહેલા તે જેએનયુમાં ચાલી રહેલ છાત્ર સંઘ આંદોલનને પોતાનુ સમર્થન આપવા પહોંચી હતી. ત્યારબાદ અમુક લોકએ સોશિયલ મીડિયા પર તેના આ પગલાનો ભારે વિરોધ કર્યો હતો.

રણવીર સિંહ સાથે ફરીથી પડદા પર ઉતરશે દીપિકા

રણવીર સિંહ સાથે ફરીથી પડદા પર ઉતરશે દીપિકા

ઉલ્લેખનીય છે કે ફિલ્મ છપાકમાં એસિડ એટેક પીડિતા લક્ષ્મી અગ્રવાલની ભૂમિકા નિભાવનાર દીપિકા પાદુકોણ હવે એક રિયલ લાઈફ કેરેક્ટરને મોટા પડદે નિભાવવા જઈ રહી છે. ભારતીય ક્રિકેટ ટીમના ઑલરાઉન્ડર ખેલાડી અને કેપ્ટન રહેલા કપિલ દેવના જીવન પર આધારિત ફિલ્મ '83'માં દીપિકા પાદુકોણ તેની પત્નીની ભૂમિકા નિભાવવાની છે. આ ફિલ્મમાં કપિલ દેવની ભૂમિકા રણવીર સિંહ નિભાવે છે. થોડા દિવસો અગાઉ જ દીપિકાનો '83' ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝ થયો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X