શું ખરેખર પ્રેગ્નેન્ટ છે દીપિકા પાદુકોણ? ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો આ ફોટો
અભિનેત્રી દીપિકા પાદુકોણે રવિવવારે ઈન્સ્ટાગ્રામ પર પોતાના બાળપણનો ફોટો શેર કર્યો છે. જેનાથી લોકો એ અટકળો લગાવી રહ્યા છે કે કદાચ દીપિકા ગર્ભવતી છે.
અભિનેત્રી દીપિકા પાદુકોણે રવિવવારે ઈન્સ્ટાગ્રામ પર પોતાના બાળપણનો ફોટો શેર કર્યો છે. જેનાથી લોકો એ અટકળો લગાવી રહ્યા છે કે કદાચ દીપિકા ગર્ભવતી છે. લોકોનુ કહેવુ છે કે બની શકે કે આ ફોટા શેર કરીને પદ્માવત અભિનેત્રી પોતાના ગર્ભવતી હોવાના સંકેત આપી રહી છે.

‘દિવાળી પછીની ઉજવણી'
આ ફોટામાં દીપિકા વિવિધ પ્રકારના પોઝમાં સૂતેલી દેખાઈ રહી છે. ફોટા સાથે કેપ્શનમાં દીપિકાએ લખ્યુ છે, ‘દિવાળી પછીની ઉજવણી'. ફોટામાં દીપિકા ઘણી ક્યુટ દેખાઈ રહી છે. તેમણે બ્રાઉન કલરનુ જેકેટ પહેર્યુ છે.
|
દીપિકા ઘણી ક્યુટ લાગી રહી છે
દીપિકાના આ ફોટામાં તેમના ફેન્સ ઘણી પ્રશંસા કરી રહ્યા છે. બધાનુ કહેવુ છે કે દીપિકા આ ફોટામાં ઘણી ક્યુટ લાગી રહી છે. દીપિકાના ફેન્સે લાગી રહ્યુ છે કે દીપિકા કદાચ જલ્દી તેમને ખુશખબર આપવાની છે.

ફેન્સે કરી કમેન્ટ
એક સોશિયલ મીડિયા યુઝરે તેમની પોસ્ટ પર કમેન્ટ કરતા લખ્યુ છે, ‘ઈંશાલ્લાહ તમે જલ્દી મા બનો.' એક અન્ય યુઝરે લખ્યુ છે, ‘શું તમે ગર્ભવતી છો?" એક અન્ય ફેને લખ્યુ છે, ‘શું ખુશખબરી આવવાની છે?' તમને જણાવી દઈએ કે દીપિકાએ નવેમ્બર, 2018માં અભિનેતા રણવીર સિંહ સાથે લગ્ન કર્યા હતા.

કમેન્ટ સેક્શનમાં પણ વાત કરે છે દીપિકા-રણવીર
જો કે દીપિકા અને રણવીર પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર ઘણીવાર મજાની પોસ્ટ શેર કરતા રહે છે. ઘણી વાર તો બંને કમેન્ટ સેક્શનમાં જ એકબીજા સાથે વાતો કરે છે. આ ઉપરાંત રણવીર પણ કમેન્ટ સેક્શનમાં દીપિકા સાથે મજાક કરવાનુ છોડતા નથી.












Click it and Unblock the Notifications
