Hot News : દીપિકાએ રણવીર સાથે રાત વિતાવી!
મુંબઈ, 6 માર્ચ : ફરી એક વાર દીપિકા પાદુકોણે અને રણવીર સિંહ અંગે વાતો થઈ રહી છે. એક વેબસાઇટે બંને વિશે એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. ખુલાસો એવો છે કે દીપિકા પાદુકોણેએ 4થી માર્ચની રાત્રિ રણવીર સિંહ સાથે તેમના ઘરે પસાર કરી હતી.
ખબરમાં જણાવાયા મુજબ દીપિકા પાદુકોણે ગત સોમવારની રાત્રે 12 વાગ્યા પહેલા જ પોતાની કાળા રંગની ઑડી કાર લઈ રણવીરના ઘરે ગયા હતાં અને આખી રાત ત્યાં પસાર કર્યા બાદ તેઓ વહેલી સવારે પાંચ વાગ્યે રણવીરના ઘરેથી બહાર નિકળ્યા હતાં, પરંતુ સવારે દીપિકા રણવીરની સફેદ રંગની મર્સિડીઝ કારમાં પોતાના ઘરે ગયાં.
દીપિકા પાદુકોણે અને રણવીર સિંહ રામલીલા ફિલ્મમાં પહેલી વાર સાથે દેખાયા હતાં અને આ ફિલ્મ હિટ થયા બાદથી જ બંનેના લવ અફૅરની ચર્ચાઓએ જોર પકડ્યું છે. જોકે બંનેએ આ સંબંધ અંગે અત્યાર સુધી મૌન સેવી રાખ્યું છે. દીપિકા તો અત્યાર સુધી રણવીર સાથેના અફૅર અંગે એક હરફ સુદ્ધા નથી ઉચ્ચારતાં, તો બીજી બાજુ રણવીર સિંહ વાતો-વાતોમાં સંકેતો કરી ચુક્યાં છે કે તેમના દિલમાં દીપિકા અંગે કુછ કુછ હોતા હૈ.
ચાલો તસવીરો સાથે જાણીએ રણવીર-દીપિકાની પ્રણય-કથા :

એક વર્ષથી ચર્ચામાં
રણવીર સિંહ અને દીપિકા પાદુકોણે વચ્ચેના લવ-અફૅર અંગે બૉલીવુડમાં છેલ્લા એક વર્ષથી ચર્ચાઓ થઈ રહી છે.

રામલીલા બાદ જોર
દીપિકા-રણવીરની રામલીલા ફિલ્મ હિટ થયા બાદ બંનેના અફૅરની ચર્ચાઓએ વધુ જોર પકડ્યું છે.

રણવીરની દીવાનગી
રણવીર સિંહ તો અનેક વાર કહી ચુક્યાં છે કે દીપિકા અંગે તેમના દિલમાં કુછ કુછ હોતા હૈ અને એટલે જ તાજેતરમાં એક ઍવૉર્ડ ફંક્શન દરમિયાન તેઓ દીપિકાની પાછળ ટૉયલેટ સુધી જતા રહ્યા હતાં.

દીપિકા મૌન
બીજી બાજુ દીપિકા પાદુકોણે આ સંબંધ અંગે સદાય મૌન રહેતા આવ્યાં છે.

ઈવેંટ્સમાં સાથે
આમ છતાં દીપિકા પાદુકોણે દરેક ઈવેંટમાં રણવીર સિંહ સાથે જ દેખાય છે અને સાથે જ બેસે પણ છે.

રજાઓ પણ સાથે
દીપિકા-રણવીરે થોડાક દિવસ અગાઉ વિદેશમાં રજાઓની ઉજવણી પણ સાથે જ કરી હતી. જોકે બંને જ્યારે સ્વદેશ પરત ફર્યાં, તો જુદા-જુદા આવ્યા હતાં.

હવે તો હદ થઈ ગઈ
હવે જે તાજા સમાચાર આવ્યા છે, તેમાં તો હદ જ થઈ ગઈ કહેવાય. દીપિકા પોતાની ગાડીમાં રણવીરના ઘરે ગયાં અને સાથે રાત પસાર કરી. સવારે રણવીરની ગાડીમાં પોતાના ઘરે ગયાં.












Click it and Unblock the Notifications
