• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Success ક્વીન દીપિકાનો Sex ક્વીન શ્વેતાને ટેકો! પણ કેટલાનો કરશો? યાદી લાંબી છે...

|

મુંબઈ, 13 સપ્ટેમ્બર : બૉલીવુડમાં સામાન્ય રીતે જોવામાં આવે છે કે જ્યારે પણ આ ઇંડસ્ટ્રીના કોઇક એક્ટર કે એક્ટ્રેસનું નામ કોઇક વિવાદ કે ગંભીર મુદ્દા સાથે જોડાય, તો બાકીના સ્ટાર્સ તે મુદ્દે બોલતા ખચકાવા લાગે છે. કંઇક એવુ જ થયું શ્વેતા બાસુ પ્રસાદ મુદ્દે કે જ્યારે તેમનું નામ સેક્સ રૅકેટ સાથે જોડાયું અને તમામ સ્ટાર્સ મૌન થઈ ગયાં, પણ બૉલીવુડના સક્સેસ ક્વીન દીપિકા પાદુકોણેએ તો માત્ર શ્વેતા બાસુ મુદ્દે પર મોઢુ જ નથી ખોલ્યું, પણ તેમણે કહ્યું કે આપણે શ્વેતા બાસુને સપોર્ટ કરવો જોઇએ, નહીં કે તેને મોટા સ્કૅન્ડલ તરીકે જોવું જોઇએ.

ફાઇંડિંગ ફૅની ફિલ્મના પ્રમોશન દરમિયાન શ્વેતા બાસુ અંગેનો સવાલ ઊભો થતા દીપિકાએ જણાવ્યું - શક્ય છે કે શ્વેતા બાસુ પાસે એક આ જ રસ્તો બચ્યો હોય પોતાના પરિવારને સપોર્ટ કરવાનો. જો પોતાના અને પોતાના પરિવાર માટે તેણે આ પગલુ ભર્યુ હોય, તો તેના માટે તેને ટેકો આપવો જોઇએ, નહીં કે તેને મોટું સ્કૅન્ડલ બનાવી દેવુ જોઇએ. કોઈને હક નથી કે તે શ્વેતા અંગે કંઇ પણ કૉમેંટ કરે. શ્વેતા હોય કે કોઈ પણ એક્ટર હોય, જે પણ આવુ પગલુ ભરે છે, તો તેની પાછળ કોઇકને કોઇક કારણ ચોક્કસ હશે. આપણે આ વાતને આટલા મુદ્દામાં તબ્દીલ ન કરવી જોઇએ.

હવે દીપિકાને વધુ એક પ્રશ્ન કરવો જોઇએ કે દીપિકા તમે કેટલી અભિનેત્રીઓને સપોર્ટ કરશો. અમારી પાસે આવા સ્કૅન્ડલમાં ઝડપાયેલી અભિનેત્રીઓની આખી યાદી છે. દીપિકા પાદુકોણે, તમે જોઈ લ્યો અને વાંચકો તમને પણ અહીં સ્લાઇડર વડે બતાવી જ દઇએ છીએ.

જુઓ જરા...

દીપિકાનો ટેકો

દીપિકાનો ટેકો

દીપિકા પાદુકોણે સેક્સ સ્કૅંડલમાં ફસાયેલ શ્વેતા બાસુ પ્રસાદનો બચાવ કર્યો છે. દીપિકા કહે છે કે તેણે કોઈ મજબૂરીમાં આવુ પગલુ ભર્યુ હશે. તેના પગલાને આપણે સ્કૅંડલ તરીકે રજૂ ન કરવુ જોઇએ.

પણ દીપિકા...

પણ દીપિકા...

દીપિકા દ્વારા શ્વેતાને સપોર્ટ કરવો કોઈ અજુગતી વાત નથી. દીપિકાને લાગ્યું હશે, તો તેમણે શ્વેતાને ટેકો આપ્યો છે, પરંતુ દીપિકા, આવી અભિનેત્રીઓની યાદી બહુ લાંબી છે. કોને-કોને અને કેટલાને સપોર્ટ કરશો? આગળ સ્લાઇડર ફેરવો અને સેક્સ સ્કૅંડલમાં અગાઉ ઝડપાયેલી અભિનેત્રીઓની વિગતવાર માહિતી જાણો.

મિસ્ટી મુખર્જી

મિસ્ટી મુખર્જી

9મી જાન્યુઆરી, 2014ના રોજ મુંબઈમાં એક આઈએએસ (બેસ્ટના જીએમ) ઓ પી ગુપ્તાના ઘરે રેડ દરમિયાન એક હાઈ પ્રોફાઇલ સેક્સ રૅકેટનો પર્દાફાશ થયો હતો. ચોંકાવનારી બાબત એ હતી કે રૅકેટ બૉલીવુડ અભિનેત્રી મિસ્ટી મુખર્જી ચલાવતી હતી. રેડ દરમિયાન પોલીસે મોટી સંખ્યામાં બ્લ્યૂ ફિલ્મ સીડી જબ્ત કરી અને મિસ્ટીને વાંધાજનક હાલતમાં ઝડપી હતી.

ઐશ અંસારી

ઐશ અંસારી

ચલતે ચલતે તથા ઓમ શાંતિ ઓમ જેવી મોટી ફિલ્મોમાં કામ કરનાર દક્ષિણ ભારતીય અભિનેત્રી ઐશ અંસારીને 5મી નવેમ્બર, 2013ના રોજ વેશ્યાવૃત્તિ કરતા રંગે હાથ ઝપડી લેવાઈ. જોધપુરના રાઇકાબાગો રોડ ખાતે આવેલ એક હોટેલમાં ત્રણ અન્ય મહિલાઓ સાથે ઐશ ઝડપાઈ. કહે છે કે ઐશથી જોડાયેલ આ સેક્સ રૅકેટ ઑનલાઇન ઑપરેટ થતુ હતું.

સાયરા બાનુ

સાયરા બાનુ

23મી ઑગસ્ટ, 2010ના રોજ હૈદરાબાદ ખાતે એક મોટુ સેક્સ રૅકેટ પકડાયું. તેમાં ટોચની બૉલીવુડ અભિનેત્રી રંગે હાથ ઝડપાઈ. બનાવના સ્થળેથી 9 જણાની ધરપકડ કરાઈ કે જેમાં 2 અભિનેત્રીઓ હતી. તેમાં એક સાઉથની એક્ટ્રેસ સાયરા બાનુ હતી. ઉપરાંત ઉઝબેકિસ્તાનની એક મહિલા પણ ઝડપાઈ હતી.

શ્રાવણી

શ્રાવણી

તેલુગુ સીરિયલ હિમાબિંદુ તથા લાયામાં કામ કરનાર અભિનેત્રી શ્રાવણીને એક હાઈ-પ્રોફાઇલ સેક્સ રૅકેટ કેસમાં 3જી ઑક્ટોબર, 2013ના રોજ મધાપુર ખાતેથી ઝડપાઈ હતી. સાથે જયરાજ સ્ટીલના માલિક સંજય કુમાર ગોયંકાની પણ ધરપકડ કરાઈ હતી. ત્યાંથી 2 લાખ રુપિયા જપ્ત કરાયા હતાં.

ભુવનેશ્વરી

ભુવનેશ્વરી

અનેક તામિળ ફિલ્મો અને સીરિયલોમાં કામ કરી સારા પૈસા કમાવ્યા છતા ભુવનેશ્વરીએ લોહીનો વેપાર અપનાવ્યો. 2009માં ભુવનેશ્વરી ચેન્નઈ ખાતે મુંબઈની બે યુવતીઓ સહિત ઝડપાઈ ગઈ. ભુવનેશ્વરી સામે પોતાના જ ઍપાર્ટમેંટમાં સેક્સ રૅકેટ ચલાવવાનો આરોપ હતો. પાડોશીઓએ આપેલી માહિતી પર પોલીસે રેડ કરી હતી.

જ્યોતિ

જ્યોતિ

સાઉથ ઇન્ડિયન એક્ટ્રેસ સાયરા બાનુ જે રૅકેટમાં ઝડપાઈ હતી, તેમાં જ્યોતિ પણ સામેલ હતી. 23મી ઑગસ્ટ, 2010ના રોજ પોલીસની રેડમાં આ બંને તારિકાઓ ઝડપાઈ હતી.

કિન્નરા

કિન્નરા

સાઉથની જ વધુ એક અભિનેત્રી કિન્નરા ઉપર સેક્સ બ્રોકરની ભૂમિકાનો આરોપ લગાવાયો હતો. તેનો ખુલાસો એક ન્યુઝ ચૅનલના સ્ટિંગમાં થયો હતો. કહે છે કે પ્રોડ્યુસર્સ તથા ડાયરેક્ટર્સને પ્રલોભન આપી કિન્નરાએ ફિલ્મોમાં અનેક રોલ મેળવ્યા.

યમુના

યમુના

જાણીતી અભિનેત્રી યમુનાની બેંગલોર પોલીસે કથિત સેક્સ રૅકેટમાં લિપ્તતા બદલ ધરપકડ કરી. પોલીસે બેંગલોરની વિટ્ઠલ માલ્યા રોડ ખાતેની એક હોટેલમાંથી તેની ધરપકડ કરી હતી.

શ્વેતા બસુ પ્રસાદ

શ્વેતા બસુ પ્રસાદ

ડિસેમ્બર-2013માં પણ અભિનેત્રી શ્વેતા બાસુ પ્રસાદનું નામ એક ટીવી સ્ટિંગ ઑપરેશન વડે સેક્સ રૅકેટમાં ખુલ્યુ હતું. સ્ટિંગમાં શ્વેતા ગ્રાહકો પાસે પૈસા માંગતી અને રાજકારણીઓ પાસેથી વધુ પૈસા લેવાની વાત કહેતા દેખાઈ હતી.

નિહારિકા

નિહારિકા

સાઉથની જ વધુ એક અભિનેત્રી નિહારિકાએ કેટલીક ફિલ્મોમાં જૂનિયર આર્ટિસ્ટનો રોલ કર્યો. નિહારિકા એક જ્વૅલર સાથે વેશ્યાવૃત્તિ કરતા રંગે હાથ ઝડપાઈ હતી. નિહારિકાએ જણાવ્યુ હતું કે જ્વૅલરે તેને ફિલ્મોમાં કામ અપાવવાનો ભરોસો આપ્યો હતો. તેનુ કહેવુ હતુ કે તે સેક્સ રૅકેટ સાથે એટલા માટે જોડાઈ કે તેને ફિલ્મોની ઑફરો મળતી રહે.

Finding Fanny Movie Review

Finding Fanny Movie Review

ફાઇંડિંગ ફૅનીને 4 Star : Latest તસવીરો સાથે વાંચો Review

English summary
Deepika Padukone talks about Shweta Basu sex scandal. Deepika has raised her voice and said if that was the only way in front of Shweta Basu to support herself and her family than e should support her instead of mankind this a big scandal.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more