Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

હોલિવૂડ ફિલ્મ XXX માટે જીમમાં પરસેવો વહાવી રહેલી દીપિકા પાદુકોણ

બોલિવૂડ સ્ટાર દીપિકા પાદુકોણ આજકાલ જીમમાં ખુબ જ પરસેવો વહાવી રહી છે. દીપિકા પાદુકોણ આટલી મહેનત કરવા પાછળનું કારણ છે તેની આવનારી હોલિવૂડ ડેબ્યૂ ફિલ્મ XXX , જેમાં તે હોલિવૂડ મેગા સ્ટાર વિન ડીઝલ સાથે જોવા મળશે.

બોલિવૂડમાં આમ પણ દીપિકા પાદુકોણ તેના સુંદર ફિગર માટે જાણીતી છે. પરંતુ જયારે વાત હોલિવૂડની આવે ત્યારે તે કોઈ જ કસર બાકી રાખવા નથી માંગતી. દીપિકાના કેટલાક ફોટો પણ આવ્યા છે તેમાં તે જીમ માં ખુબ જ પરસેવો વહાવી રહી છે.

જુઓ દીપિકા પાદુકોણના ફોટો ...

દીપિકા પાદુકોણના ફોટો

દીપિકા પાદુકોણના ફોટો

જીમમાં પરસેવા પાડતી દીપિકાના ફોટો તેની ટ્રેનરે સોશ્યલ મીડિયા પર મૂક્યા હતા. દીપિકાની ટ્રેનર કહે છે કે દીપિકા દર રોજ જીમમાં 1 કલાક વર્કઆઉટ કરે છે.

XXX: The Return Of Xander Cage

XXX: The Return Of Xander Cage

નોંધનીય છે કે દીપિકાની આ ડેબ્યૂ ફિલ્મ એક એક્શન મૂવી છે. અને આ ફિલ્મમાં દીપિકાનું ફીટ દેખાવું ખુબ જ જરૂરી છે.

XXX: The Return Of Xander Cage

XXX: The Return Of Xander Cage

અને ફિલ્મ બાજીરાવ મસ્તાની બાદ દીપિકા આ ફિલ્મમાં પણ ઘણા એક્શન સીન કરતી જોવા મળશે. જે માટે જ દીપિકા હાલ કમરતોડ મહેનત કરી રહી છે.

XXX: The Return Of Xander Cage

XXX: The Return Of Xander Cage

આ વર્કઆઉટ ખુબ જ મુશ્કેલ છે પરંતુ દિપીકાના ટ્રેનર મુજબ દીપિકા એક ખેલાડી રહી ચુકી છે તો તેના માટે આમ કરવું એટલું મુશ્કેલ ના હતું.

XXX: The Return Of Xander Cage

XXX: The Return Of Xander Cage

હોલિવૂડ મેગા સ્ટાર વિન ડીઝલ. ફાસ્ટ ફ્યૂરસથી લઇને હોલીવૂડની અનેક જાણીતી ફિલ્મો તેના એક્શન અને એટીટ્યૂડના દમ પર ચાલી છે.

XXX: The Return Of Xander Cage

XXX: The Return Of Xander Cage

વધુમાં હાલમાં હોલિવૂડના આ મેગા સ્ટાર વિન ડીઝલ ટ્વિટર પર લખ્યું હતું કે તે દીપિકા પાદુકોણની સાથે ફિલ્મ કરવાને લઇને ખૂબ જ ઉત્સાહી છે. આ ફિલ્મમાં દીપિકાનું કેરેક્ટ પણ ખૂબ જ સ્ટ્રોંગ છે. તેવું પણ વિન જણાવ્યું હતું.

હોલિવૂડ મેગા સ્ટાર વિન ડીઝલ

હોલિવૂડ મેગા સ્ટાર વિન ડીઝલ

વિન ડીઝલ સાથે કામ કરવું એ ખરેખરમાં એક ખુબ મોટો લાહવો છે અને દીપિકા તે જવા દેવા નથી માંગતી. અને માટે જ વર્ષ 2016માં દીપિકાએ કોઇ પણ બોલીવૂડ ફિલ્મને હજી સુધી સાઇન નથી કરી. તો અમારું તો એટલું જ કહેવું છે કે ઓલ ધ બેસ્ટ દીપિકા!

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X