કાન્સ 2017માં છવાયો દીપિકાનો જાદુ, 3 ગ્લેમરસ લૂક્સ!

Written By:
Subscribe to Oneindia News

17 મેથી કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2017ની ધમાકેદાર શરૂઆત થઇ ચૂકી છે. 17 અને 18 મે દરમિયાન બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ કાન્સમાં જોવા મળનાર છે, 17મીની સવારથી જ દીપિકા અને તેનો કાન્સ 2017નો લૂક સોશિયલ મીડિયા પર છવાયેલાં છે. બુધવારે સવારે તે કાન્સમાં રેડ ફ્લોરલ ગાઉનમાં જોવા મળી હતી, તેના આ લૂકને લોકોનો મિક્સ રિસ્પોન્સ સાંપડ્યો હતો.

પરંતુ કાન્સ 2017ના રેડ કાર્પેટ પર દીપિકા છવાઇ ગઇ હતી. તે લોરિયલ પેરિસ ઇન્ડિયાની ગ્લોબલ બ્રાન્ડ એમ્બેસેડર છે. કાન્સ 2017ના પહેલા દિવસના દીપિકાના ત્રણ લૂક સામે આવ્યા છે.

ફર્સ્ટ લૂક

ફર્સ્ટ લૂક

કાન્સ 2017 માટે દીપિકાનો ફર્સ્ટ લૂક હતો આ. રેડ કલરના ફ્લોરલ ગાઉનમાં તે અત્યંત સુંદર લાગી રહી હતી. તેના ફોટોઝ સોશિયલ મીડિયા પર તુરંત વાયરલ થઇ ગયા હતા, તેણે કાન્સ માટે રેડી થતાં કેટલાક ફોટોઝ પણ સોશિયલ મીડિયા પર મુક્યા હતા, જેમાં તે અત્યંત ખુશ અને ઉત્સાહિત દેખાઇ રહી હતી.

કાન્સના રેડ કાર્પેટ પર દીપિકા

કાન્સના રેડ કાર્પેટ પર દીપિકા

કાન્સ રેડ કાર્પેટ પર બ્લેક એન્ડ પર્પલ કલરના બોલ્ડ ગાઉનમાં જોવા મળી હતી. દીપિકાનો આ લૂક લોકોને ખૂબ પસંદ પડી રહ્યો છે. સોશિયલ મીડિયા પર વિવિધ ઓફિશિયલ પેજ પર તેના કાન્સ રેડ કાર્પેટના ફોટોઝ વાયરલ થઇ રહ્યાં છે.

ખુશ છે દીપિકા

ખુશ છે દીપિકા

દીપિકા પાદુકોણ અત્યંત ખુશ લાગી રહી છે. એક તો આ તેનું કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ડેબ્યુ છે અને વળી પહેલીવાર તેના લૂકને લોકો કોમ્પ્લિમેન્ટ કરી રહ્યાં છે. પોતાના લૂકને કારણે દીપિકાને ઘણીવાર ક્રિટિસિઝમનો સામનો કરવો પડ્યો છે. મેટ ગાલા 2017માં તે સુંદર લાગી રહી હતી, પરંતુ, પ્રિયંકાનો લૂક એટલો સ્ટનિંગ હતો કે તમામ મીડિયા અટેન્શન તેને જ મળ્યું હતું અને દીપિકા સાઇડ પર રહી ગઇ હતી.

લોરિયલ પેરિસ ઇન્ડિયા

લોરિયલ પેરિસ ઇન્ડિયા

દીપિકા પાદુકોણ લોયરિયલ પેરિસ ઇન્ડિયાની ગ્લોબલ બ્રાન્ડ એમ્બેસેડર છે. તેમના ઓફિશિયલ પેજ પર પણ દીપિકાની તસવીર મુકવામાં આવી છે. દીપિકાનો મેકઅપ, જ્વેલરીથી, હેર અને ગાઉન એકદમ પરફેક્ટ લાગી રહ્યાં છે.

અન્ય સેલિબ્રિટિઝ સાથે

અન્ય સેલિબ્રિટિઝ સાથે

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં અન્ય સેલિબ્રિટિઝ સાથે પોઝ આપતી દીપિકા પાદુકોણ. તેના ચહેરા પર ખુશી અને કોન્ફિડન્સ સ્પષ્ટ જોઇ શકાય છે અને એમાં કોઇ શંકા નથી તે ખૂબ સુંદર અને આ ઇવેન્ટ માટે પરફેક્ટ લાગી રહી છે.

પ્રિયંકાને ફોલો કરી રહી છે દીપિકા?

પ્રિયંકાને ફોલો કરી રહી છે દીપિકા?

ગત વર્ષે પ્રિયંકાએ ઓસ્કરમાં જતા પહેલાં પોતાના લૂકની પહેલી ઝલક તરીકે કંઇક આ રીતે જ પોતાની જ્વેલરીનો ફોટો સોશિયલ મીડિયા પર મુક્યો હતો. દીપિકા પણ એ જ રીત ફોલો કરી રહી હોય એમ તેણે પણ કાન્સ રેડ કાર્પેટ પર જતાં પહેલા આ ફોટો શેર કર્યો હતો.

પ્રેસ મીટ

પ્રેસ મીટ

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના પહેલા જ દિવસનો દીપિકાનો 3જો લૂક! બુધવારે દીપિકાએ મીડિયા સાથે ઇન્ટરએક્ટ કર્યું હતું. તેનો આ લૂક પણ અત્યંત સુંદર છે. અનુપમા ચોપરાએ સોશિયલ મીડિયા પર આ તસવીર શેર કરી છે. અહીં દીપિકા ગાલ્વાં લંડનના સિલ્કી ડ્રેસમાં નજરે પડી હતી.

શું કહ્યું દીપિકાએ?

શું કહ્યું દીપિકાએ?

કાન્સ 2017નો પોતાનો અનુભવ જણાવતાં દીપિકાએ અનુપમાને કહ્યું કે, હું આવી ત્યારથી મારા મોઢા પર સ્માઇલ છે. આ કોઇ ચેલેન્જ નથી. આ ખૂબ સુંદર અનુભવ છે. આશા રાખીએ કે દીપિકાનો કાન્સમાં બીજો દિવસ પણ પહેલા દિવસ જેટલો જ શાનદાર હોય.

English summary
Deepika Padukone walks the red carpet of Cannes Film Festival 2017 in a bold dress and you cannot miss her pictures.
Please Wait while comments are loading...