દીપિકા પાદુકોણે આખરે કન્ફર્મ કર્યા લગ્ન, જુઓ બોલિવુડની સુંદર નવવધુઓ

ઘણા સમયથી ગપશપ ગલીમાં દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના લગ્નની ચર્ચાઓ ચાલી રહી છે અને હવે દીપિકા પાદુકોણે પોતે આ લગ્ન કન્ફર્મ કરી દીધા છે.

ઘણા સમયથી ગપશપ ગલીમાં દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના લગ્નની ચર્ચાઓ ચાલી રહી છે અને હવે દીપિકા પાદુકોણે પોતે આ લગ્ન કન્ફર્મ કરી દીધા છે. અને હવે એ ચર્ચાઓ ચાલી રહી છે કે લગ્નની તૈયારીઓ ખૂબ ઝડપથી ચાલી રહી છે. હાલમાં જ ઈન્ડિયન એક્સપ્રેસ સાથેના એક ઈન્ટરવ્યુમાં દીપિકાને રણવીરથી જોડાયેલા સવાલોનો વરસાદ વરસી ગયો. જેને એક એક કરીને દીપિકાએ ટાળ્યા પરંતુ બાદમાં તેમને આવનારા સમયના પ્લાન પૂછવામાં આવ્યા. એટલે કે લગ્નના પ્લાન. તો દીપિકાએ તરત જવાબ આપ્યો કે તમને આના વિશે જલ્દી ખબર પડી ગઈ.

દીપિકા તરફથી આ પહેલો કન્ફર્મ જવાબ છે. જ સુધી તેણે આ વાતને માત્ર હસવામાં ટાળી દીધી હતી. માનવામાં આવી રહ્યુ છે કે તેમના લગ્ન 20 નવેમ્બરે છે. ફિલ્મફેરના એક રિપોર્ટ અનુસાર દીપિકા અને રણવીરના એક ખૂબ જ નજીકનાએ આ વાત શેર કરી છે. બંને આ લગ્નને ખૂબ નાના અને પારિવારિક રાખવા માંગે છે.

દીપિકાની મા એ રણવીરના પરિવાર માટે નંદી પૂજા રાખી

દીપિકાની મા એ રણવીરના પરિવાર માટે નંદી પૂજા રાખી

એટલા માટે દીપિકા અને રણવીરના મહેમાનોની યાદી કેટલાક ખાસ દોસ્તો અને પરિવાર સુધી જ સીમિત છે. આ લગ્ન માટે માત્ર 30 જણને આમંત્રણ પહોંચી ચૂક્યુ છે. દીપિકા અને રણવીર બંનેની ફેવરીટ સ્થળ ઈટલી છે એટલે બંને પોતાના 30 મહેમાનો સાથે ઈટલીમાં જઈને સાત ફેરામાં ફરશે.

વળી, મુંબઈ પાછા આવીને પોતાના બોલિવુડ દોસ્તોને એક શાનદાર રિસેપ્શન આપવાનું પ્લાન છે. ફિલ્મફેરના એક રિપોર્ટની માનીએ તો આ બધી ડિટેલ એક રીતે આ લગ્નની અધિકૃત પુષ્ટિ છે. હાલમાં જ દીપિકાની મા એ રણવીરના પરિવાર માટે નંદી પૂજા પણ રાખી હતી.

હવે જ્યાં સુધી દીપિકા પાદુકોણ લાલ જોડામાં સજવાની તૈયારી કરી રહી છે ત્યાં સુધી અમે તમને મળાવીએ બોલિવુડની સૌથી સુંદર નવવધુઓ સાથે -

સાયરા બાનુ

સાયરા બાનુ

સાયરા બાનુએ પોતાના કેરિયરના એકદમ ઉંચા મુકામ પર દિલીપ કુમાર સાથે લગ્ન કર્યા હતા અને ફિલ્મ ઈન્ડસ્ટ્રી છોડી દીધી હતી.

શર્મિલા ટાગોર

શર્મિલા ટાગોર

શર્મિલા ટાગોરે નવાબ પટોડી સાથે લગ્ન કરીને ક્રિકેટ અને બોલિવુડના સારા સંબંધ શરૂ કર્યા હતા.

જયા ભાદુરી

જયા ભાદુરી

જયા ભાદુરીએ અમિતાભ બચ્ચન સાથે રાતોરાત લગ્ન કર્યા હતા. વાસ્તવમાં અમિતાભ અને જયા ફોરેન ટ્રીપ પર સાથે જવા માંગતા હતા પરંતુ હરિવંશ રાય બચ્ચને સ્પષ્ટ આદેશ આપ્યો કે લગ્ન વિના સાથે જવાનું નથી.

નીતુ સિંહ

નીતુ સિંહ

નીતુ સિંહ અને ઋષિ કપૂરના પ્રેમની શરૂઆત દોસ્તીથી થઈ હતી. પરંતુ જ્યારે ઋષિ કપૂર નીતુથી દૂર શૂટિંગ કરવા લાગ્યા તો તેમને લાગ્યુ કે બસ આ કૂડી બેસ્ટ છે.

હેમા માલિની

હેમા માલિની

હેમા માલિની અને ધર્મેન્દ્રએ ઘણી મુશ્કેલીઓ બાદ લગ્ન કર્યા હતા. આ પહેલા હેમા માલિનીએ જીતેન્દ્રને મંડપમાં છોડી દીધો હતો.

ડિમ્પલ કાપડિયા

ડિમ્પલ કાપડિયા

ડિમ્પલ કાપડિયા જ્યારે બોબી કરી રહી હતી ત્યારે રાજેશ ખન્ના સાથે લગ્ન કરી ચૂકી હતી પરંતુ આ વાતને ફિલ્મની રિલીઝ સુધી બધાથી છૂપાવીને રાખી હતી.

કાજોલ

કાજોલ

કાજોલે એકદમ મરાઠી રીતિ રિવાજ સાથે અજય દેવગણ સાથે લગ્ન કર્યા હતા.

માધુરી દીક્ષિત

માધુરી દીક્ષિત

માધુરી દીક્ષિતે અમેરિકા જઈને શ્રીરામ નેને સાથે અરેન્જ મેરેજ કર્યા અને ત્યાં જ ઘર વસાવી લીધુ હતુ.

શ્રીદેવી

શ્રીદેવી

શ્રીદેવીએ બોની કપૂર સાથે ત્યારે લગ્ન કર્યા જ્યારે તેની પ્રેગનેન્સીના સમાચાર વહેતા થયા. આ પહેલા તે બોની કપૂરની પહેલી પત્ની મોના સાથે તેના ઘરમાં રહેતી હતી, તેની બહેન બનીને.

ટ્વિંકલ ખન્ના

ટ્વિંકલ ખન્ના

ટ્વિંકલ ખન્ના અને અક્ષય કુમારની રિલેશનશીપ એકદમ કેઝ્યુએલ અને મસ્તમૌલા અંદાજમાં શરૂ થઈ હતી. કોઈ આ સંબંધ માટે સીરિયસ નહોતુ.

રવિના ટંડન

રવિના ટંડન

રવિના ટંડનનું દિલ પહેલા અજય દેવગણ અને બાદમાં અક્ષય કુમારે તોડ્યુ. પરંતુ અનિલ થડાનીમાં તેને એક સારો જીવનસાથી મળી ગયો.

કરિશ્મા કપૂર

કરિશ્મા કપૂર

અભિષેક બચ્ચન સાથે સગાઈ તૂટ્યા બાદ કરિશ્મા કપૂરના ધૂમધામથી લગ્ન કરાવવામાં આવ્યા હતા.

કરીના કપૂર

કરીના કપૂર

કરીના કપૂર અને સૈફ અલી ખાને એકદમ સિમ્પલ કોર્ટ મેરેજ કર્યા હતા.

મલાઈકા અરોરા

મલાઈકા અરોરા

મલાઈકા અરોરા અને અરબાઝ ખાન એક કોફી એડ કર્યા બાદ નજીક આવ્યા હતા.

ઐશ્વર્યા રાય

ઐશ્વર્યા રાય

ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન ગુરુના સેટ પર નજીક આવ્યા હતા અને તેમણે ફિલ્મ હિટ જતા જ લગ્ન કરી લીધા હતા.

કોંકણા સેન શર્મા

કોંકણા સેન શર્મા

કોંકણા સેન શર્મા અને રણવીર શૌરી પણ ફિલ્મની શૂટિંગ દરમિયાન નજીક આવ્યા હતા.

સોહા અલી ખાન

સોહા અલી ખાન

સોહા અલી ખાને કુણાલ ખેમુ સાથે લગ્ન કર્યા બાદ પોતાના ઈન્સ્ટાગ્રામ અપડેટમાં લખ્યુ, ‘આજે મે મારી બેસ્ટ ફ્રેન્ડ સાથે લગ્ન કરી લીધા.'

એશા દેઓલ

એશા દેઓલ

એશા દેઓલના લગ્ન એક બિઝનેસમેન સાથે થયા અને હવે તે એક સરસ પુત્રની મા છે.

દિયા મિર્ઝા

દિયા મિર્ઝા

દિયા મિર્ઝાએ સાહિલ સાંઘા સાથે લગ્ન કર્યા અને હવે બંને સાથે મળીને ફિલ્મો પ્રોડ્યુસ કરે છે.

જેનેલિયા ડિસૂઝા

જેનેલિયા ડિસૂઝા

જેનેલિયા ડિસૂઝા બોલિવુડની સૌથી ક્યુટ દુલ્હન અને બોલિવુડનું સૌથી ક્યુટ કપલ

બિપાશા બસુ

બિપાશા બસુ

બિપાશા બસુ અને કરણ સિંહ ગ્રોવરે લગભગ એક વર્ષ ડેટ કર્યા પછી લગ્ન કરી લીધા અને હવે બંનેના ફોટા આગ લગાવે છે.

પ્રીતિ ઝિંટા

પ્રીતિ ઝિંટા

પ્રીતિ ઝિંટાએ ચૂપચાપ પોતાના વિદેશી દોસ્ત જીન ગુડઈનફ સાથે ગયા વર્ષે લગ્ન કરી લીધા.

ઉર્મિલા માતોંડકર

ઉર્મિલા માતોંડકર

ઉર્મિલા માતોંડકરે પણ ગયા વર્ષે સાદા સમારંભમાં સાત ફેરા લીધા. તેના પતિ કાશ્મીરી છે.

અસિન

અસિન

અસિને અક્ષય કુમારના બેસ્ટ ફ્રેન્ડ અને માઈક્રોમેક્સના માલિક રાહુલ શર્મા સાથે લગ્ન કર્યા.

અમૃતા પૂરી

અમૃતા પૂરી

હાલમાં જ આયેશા અને કાઈપો છે સ્ટાર અમૃતા પૂરીએ પણ શીખ રીતિ રિવાજ સાથે લગ્ન કર્યા.

શિલ્પા શેટ્ટી

શિલ્પા શેટ્ટી

શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રા બોલિવુડના સૌથી કૂલ કપલમાંના એક માનવામાં આવે છે.

વિદ્યા બાલન

વિદ્યા બાલન

વિદ્યા બાલને એકદમ સાદા સમારંભમાં યુટીવી હેડ સિદ્ધાર્થ રૉય કપૂર સાથે લગ્ન કરી લીધા.

અનુષ્કા શર્મા

અનુષ્કા શર્મા

આ લગ્નની ચર્ચાઓ તો હજુ સુધી ચાલે છે.

સોનમ કપૂર

સોનમ કપૂર

આ ગ્રુપમાં સૌથી તાજી એન્ટ્રી છે સોનમ કપૂરની. સોનમે 8 મે ના રોજ આનંદ આહૂજા સાથે સાત ફેરા લીધા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X