રણવીરે એવુ શું કર્યુ કે દીપિકાએ કહેવુ પડ્યુ, ‘આજે રાતે તને જમવાનુ નહિ મળે'
રણવીર સિંહે દીપિકાની પોસ્ટ પર એવુ કમેન્ટ કરી કે દીપિકાએ પણ જવાબમાં તેને રાતનુ જમવાનુ આપવાની મનાઈ કરી દીધી.
દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ બોલિવુડના સૌથી વધુ સમાચારોમાં રહેતા કપલ્સમાંના એક છે. બંને કોઈના કોઈ કારણોસર હંમેશા સોશિયલ મીડિયા પર છવાલેયા રહે છે. અહીં સુધી કે સોશિયલ મીડિયા પર બંને એકબીજાની ખેંચવાની પણ નથી ચૂકતા. હાલમાં જ દીપિકા પાદુકોણે પોતાના ઈન્સ્ટાગ્રામ પર પોતાની સ્કૂલના દિવસનો ખુલાસો કરતા પોતાનુ એક રિપોર્ટ કાર્ડ શેર કર્યુ. ત્યારબાદ તેના પતિ રણવીર સિંહે તેની પોસ્ટ પર એવુ કમેન્ટ કરી કે દીપિકાએ પણ જવાબમાં તેને રાતનુ જમવાનુ આપવાની મનાઈ કરી દીધી.

રણવીરની કમેન્ટ પર દીપિકાએ આપ્યો આ જવાબ
વાસ્તવમાં દીપિકાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર જે રિપોર્ટ કાર્ડ શેર કર્યુ તેમાં તેના ટિચરે લખ્યુ હતુ, નિર્દેશોનુ પાલન કરતા શીખવુ જોઈએ. દીપિકાની આ પોસ્ટ પર રણવીર સિંહે કમેન્ટ કરતા લખ્યુ, હા ટીચક હું તમારાથી સંમત છુ. બસ પછી શું હતુ, દીપિકા પણ ક્યાં ચૂપ રહેવાની હતી. દીપિકાએ રણવીરની કમેન્ટ પર જવાબમાં લખ્યુ, આજે રાતે તને જમવાનુ નહિ મળે. દીપિકાની આ પોસ્ટ ઘણી વાયરલ થઈ રહી છે. આવુ પહેલી વાર નથી જ્યારે બંને જોડીએ સોશિયલ મીડિયા પર આ રીતે એકબીજાની ખેંચી હોય. આ પહેલા પણ બંને આ રીતની અમુક પોસ્ટ માટે સોશિયલ મીડિયા પર સમાચારોમાં છવાઈ ચૂક્યા છે.

'દીપિકા દિવસે સપના જુએ છે'
તમને જણાવી દઈએ કે દીપિકા પાદુકોણે સોશિયલ મીડિયા પર કંઈક પોસ્ટ નાખીને હાલમાં જ સ્કૂલના દિવસોની પોતાની અમુક યાદો તાજી કરી છે. તેણે પોતાના સ્કૂલના દિવસોની યાદ શેર કરીને જણાવ્યુ કે તે બાળપણમાં કેટલી તોફાની હતી. દીપિકાએ ઈન્સ્ટાગ્રામ પર સ્કૂલના દિવસોમાં ટીચર્સના રિમાર્ક્સ પણ શેર કર્યા. જે રિપોર્ટ કાર્ડ તેણે શેર કર્યુ તેમાંથી એકમાં તેમણે લખ્યુ કે, 'દીપિકા ક્લાસમાં બહુ વાત કરે છે.' બીજા ફોટામાં લખ્યુ છે - 'દીપિકાએ અનુશાસનનુ પાલન કરવુ જોઈએ.' ત્રીજા કાર્ડમાં દીપિકા માટે તેના ટીચરે લખ્યુ છે - 'દીપિકા દિવસે સપના જુએ છે.' આ બધી પોસ્ટ પર તેના પતિ રણવીરે મઝાની કમેન્ટ કરી છે.

ગયા વર્ષે કર્યા હતા બંનેએ લગ્ન
ઉલ્લેખનીય છે કે દીપિકા અને રણવીર સોશિયલ મીડિયા પર પણ ઘણા સક્રિય રહે છે. બંને ઘણીવાર એકબીજાના ફોટા પર કમેન્ટ કરતા રહે છે. હાલમાં જ બંને એક અવૉર્ડ ફંક્શન દરમિયાન પણ એકબીજા સાથે મસ્તી કરતા જોવા મળ્યા હતા. ફિલ્મોની વાત કરીએ તો દીપિકા પાદુકોણે હાલમાં જ ફિલ્મ છપાકનુ શૂટિંગ ખતમ કર્યુ છે. દીપિકા અને રણવીરે ગયા વર્ષે 14-15 નવેમ્બરે ઈટલીમાં પરિવારના ખાસ લોકો વચ્ચે લગ્ન કર્યા હતા. ત્યારબાદ બંનેએ બેંગલુરુ અને મુંબઈમાં પોતાના લગ્નનુ રિસેપ્શન પણ આપ્યુ હતુ.












Click it and Unblock the Notifications
