પ્રિયંકા-દીપિકા થયા ટ્રોલ! જવાબ આપ્યો સલમાને...

Posted By:
Subscribe to Oneindia News

પ્રિયંકા ચોપરાના ફેન્સ માટે ખુશ ખબર છે કે, તે મુંબઇ આવવા માટે નીકળી ગઇ છે. આ પહેલાં તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક સેલ્ફી પોસ્ટ કરી હતી. જે પછી પ્રિયંકા સોશિયલ મીડિયા પર ટ્રોલ થવા લાગી. આ પહેલાં દીપિકા પાદુકોણને તેના હોટ મેક્ઝિન ફોટોશૂટ માટે ટ્રોલ કરવામાં આવી હતી. આ બધા વચ્ચે સલમાન ખાને સોશિયલ મીડિયા પર નવરા બેસી સેલિબ્રિટિઝને ટ્રોલ કરતાં લોકોને સણસણતો જવાબ વાળ્યો છે. શું છે આખો મામલો? વાંચો અહીં...

પ્રિયંકા ચોપરાની સેલ્ફી

પ્રિયંકા ચોપરાની સેલ્ફી

પ્રિયંકાએ મુંબઇ માટે નીકળતાં પહેલાં આ સેલ્ફી પોસ્ટ કરી હતી, આ તસવીર નીચે લોકો તેના નાક અંગે ટિપ્પણી કરી રહ્યાં છે. આ પહેલાં પ્રિયંકા ચોપરાને શોર્ટ ડ્રેસમાં નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરવા બદલ ટ્રોલ કરવામાં આવી હતી, જેનો તેણે ખૂબ જ ક્લાસિક અંદાજમાં જવાબ વાળ્યો હતો.

પ્રિયંકાના નાક પર ટિપ્પણી

પ્રિયંકાના નાક પર ટિપ્પણી

પ્રિયંકાએ સેલ્ફી પોસ્ટ કરતાં જ તેના નાક પર લોકો ટિપ્પણી કરવા માંડ્યા. ઘણાએ તેને વાંકા નાકવાળી કહી, તો કોઇકે એમ પણ કહ્યું કે, સર્જરી પછી તે હવે ઓળખાઇ નથી રહી. એક યૂઝરે લખ્યું કે, પ્રિયંકા દિવસે ને દિવસે વધુ ભયાનક દેખાય છે. ઘણાએ કહ્યું કે, તેણે ફરીથી નાકની પ્લાસ્ટિક સર્જરી કરાવી છે.

દીપિકા પણ થઇ ટ્રોલ

દીપિકા પણ થઇ ટ્રોલ

દીપિકા પાદુકોણે હાલમાં જ મેક્સિમ માટે હોટ ફોટોશૂટ કરાવ્યું છે. એકબાજુ બધા દીપિકાના પરફેક્ટ ફીગરના વખાણ કરી રહ્યાં છે, તો બીજી બાજુ કેટલાક હેટર્સે દીપિકાને સોશિયલ મીડિયા પર વધારે સ્કિન શો બદલ ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું હતું. નેગેટિવ કોમેન્ટને અવગણતા દીપિકાએ સામે આ ફોટોશૂટનો વધુ એક ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી તેમને જવાબ આપ્યો હતો.

ટ્રોલર્સ અંગે સલમાન ખાન

ટ્રોલર્સ અંગે સલમાન ખાન

પોતાના એક રિસન્ટ ઇન્ટરવ્યૂમાં સલમાન ખાને કહ્યું હતું, ઓનલાઇન ટ્રોલર્સને લાગતું હોય કે મને તેમનાથી કોઇ ફરક પડે છે, તો તેઓ ખોટા છે. હું હવે મારા ટ્વીટર કે ઇન્સ્ટાગ્રામ પેજ ચેક જ નથી કરતો. પહેલા આ બધું હળવા જોકની માફક શરૂ થયું હતું, પરંતુ ટ્રોલર્સ એને કોઇ બીજા જ લેવલ પર લઇ જાય છે.

2 દિવસમાં 15 ટ્રોલર્સ ટ્રેક કર્યા

2 દિવસમાં 15 ટ્રોલર્સ ટ્રેક કર્યા

'મને જાણીને નવાઇ લાગે છે કે, લોકો એક વાતને આટલી ખરાબ રીતે ખેંચી શકે. પરંતુ હવે એ ટાઇમ ગયો જ્યારે લોકો ટ્વીટર પર પોતાની આઇડેન્ટિટી છુપાવીને આ કામ કરી શકતા હતા. મેં માત્ર 2 જ દિવસમાં 15 ટ્રોલર્સ ટ્રેક કર્યા છે અને હું ઇચ્છું ત્યારે તેમની આઇડેન્ટિટિ રિવીલ કરી શકું છું. મેં હજુ સુધી એવું કર્યું નથી, કારણ કે તેની ખરાબ તેમના વ્યક્તિગત જીવન પર પડી શકે છે.'

English summary
Priyanka Chopra and Deepika Padukono gets trolled on social media again! Here is what Salman Khan has to say to the trollers.
Please Wait while comments are loading...