• search

ચૂડા સેરેમનીમાં આવી લાગી રહી હતી દીપિકા, અનોખા અંદાજમાં જોવા મળ્યા રણવીર

Subscribe to Oneindia News
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    બોલિવુડ એક્ટર્સ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ ઈટલીના લેક કોમોમાં 14 અને 15 નવેમ્બરે લગ્નના બંધનમાં બંધાઈ ગયા. ગુરુવારે સિંધી રીતિ-રિવાજથી લગ્નના બંધનમાં બંધાયા બાદ બંનેએ પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ચ પરથી લગ્નનો પહેલો ફોટો પોસ્ટ કર્યો. ત્યારબાદ બંનેના ફંક્શનના બીજા ફોટો ધીમે ધીમે સોશિયલ મીડિયામાં સામે આવી રહ્યા છે. દીપિકાની ચૂડા સેરેમનીનો એક ફોટો સામે આવ્યો છે. જેમાં આ જોડી ખૂબ જ સુંદર લાગી રહી છે.

    આ પણ વાંચોઃ એકબીજાના થયા દીપવીર, શેર કર્યો પહેલો ફોટો, સ્વાગત માટે મુંબઈનું ઘર સજાવાયુ

    એક એક કરીને આવી રહ્યા છે લગ્નના ફોટા

    એક એક કરીને આવી રહ્યા છે લગ્નના ફોટા

    દીપિકા-રણવીરના લગ્નનો વધુ એક ફોટો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. ફેશન ડિઝાઈનર સવ્યસાચીએ દીપિકાની ચૂડા સેરેમનીનો એક ફોટો પોતાના ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કર્યો છે. આ ફોટોમાં દીપિકા-રણવીર બંને ડિઝાઈનરના શાનદાર આઉટફિટમાં જોવા મળી રહ્યા છે. દીપિકાએ જ્યાં મરુન રંગનો સૂટ પહેર્યો છે ત્યાં રણવીરે લીલા રંગનો કૂર્તો પાયજામો પહેર્યો છે સાથે સફેદ રંગના જૂતા પહેર્યા છે.

    પોતાની ટીમ સાથે જોવા મળી નવપરિણીત જોડી

    પોતાની ટીમ સાથે જોવા મળી નવપરિણીત જોડી

    દોસ્તો સાથે ઉભેલા બંને ખૂબ ખુશ જોવા મળી રહ્યા છે. આ ઉપરાંત વધુ એક ફોટો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહ્યો છે. આમાં નવપરિણીત જોડુ રણવીર સિંહની આખી ટીમ સાથે ઉભુ છે. ડિઝાઈનર સવ્યસાચીની પણ લગ્ન સમારંભનો ફોટો સામે આવ્યો છે.

    ઈન્ડસ્ટ્રીના દોસ્તો માટે થશે મોટુ રિસેપ્શન

    ઈન્ડસ્ટ્રીના દોસ્તો માટે થશે મોટુ રિસેપ્શન

    દીપિકા-રણવીરે 14 નવેમ્બરે કોંકણી રીતરિવાદથી લગ્ન કર્યા. તેમજ 15 નવેમ્બરે સિંધી રીતિ રિવાજથી લગ્ન કર્યા. આ લગ્નને ખૂબ જ ખાનગી રાખવામાં આવ્યા હતા અને માત્ર પરિવાર અને નજીકના દોસ્તો જ તેમાં શામેલ થયા હતા. કહેવામાં આવી રહ્યુ છે કે બોલિવુડના પોતાના દોસ્તો માટે મુંબઈમાં એક મોટુ રિસેપ્શન રાખશે. વળી એક પાર્ટી દીપિકાના હોમટાઉન બેંગલુરુમાં પણ થશે.

    આ પણ વાંચોઃ Pihu Movie Review: જોખમો વચ્ચે એકલી બાળકી, હચમચાવી દે તેવા સીન, જરૂર જુઓ ફિલ્મ

    English summary
    #DeepVeerWedding: See Smiling Deepika Padukone-Ranveer Singh From Her Chooda Ceremony.

    For Breaking News from Gujarati Oneindia
    Get instant news updates throughout the day.

    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more