અનકટ હાઈવે વધુ ઇંટરેસ્ટિંગ : ડીવીડી લૉન્ચિંગ પ્રસંગે આલિયા કૂલ!

મુંબઈ, 14 મે : બૉલીવુડ ફિલ્મ દિગ્દર્શક ઇમ્તિયાઝ અલી તથા તેમની ફિલ્મ હાઈવેની કાસ્ટ તાજેતરમાં જ ફિલ્મની ડીવીડીના લૉન્ચિંગ પ્રસંગે મીડિયા સામે આવી. હાઈવેની ડીવીડમાં ફિલ્મના એક્સ્ટ્રા તથા ડિલીટ કરાયેલા સીન્સ ઉમેરવામાં આવ્યાં છે.

ઇમ્તિયાઝ અલીએ આ ડીવીડી તૈયાર કરવા માટે આર્ટ ડિપાર્ટમેંટના બહેતરીન કાર્યના વખાણ કરતા જણાવ્યું કે ડીવીડીમાં ઉમેરાયેલા એક્સ્ટ્રા ફીચર તથા અનકટ સીન્સ અસલી ફિલ્મ કરતા વધુ શ્રેષ્ઠ છે. હાઈવે ફિલ્મની ડીવીડીના લૉન્ચિંગ પ્રસંગે ઇમ્તિયાઝ અલી સાથે જ ફિલ્મની મુખ્ય અભિનેત્રી આલિયા ભટ્ટ અને મુખ્ય અભિનેતા રણદીપ હુડા પણ હાજર રહ્યા હતાં.

આ પ્રસંગે આલિયા ભટ્ટ ખૂબ જ કૂલ લાગતા હતાં, ચાલો તસવીરો સાથે જોઇએ આલિયાની અદાઓ :

ઘણો બધો ઉમેરો

ઘણો બધો ઉમેરો

ઇમ્તિયાઝે જણાવ્યું - અમારી ફિલ્મ બહુ નાના બજેટની હતી. તેથી અમે ડીવીડીને આ રીતે લાવવાનો પ્રયત્ન કર્યો છે કે જેમા ઘણી બધી કળા હોય અને ઘણી વસ્તુઓ મફતમાં આપવામાં આવે. દાખલા તરીકે તેમાં કળાનું બહુ સારૂ કામ છે અને ટીમે એક બહુ સારી મેકિંગ ફિલ્મ બનાવવા માટે ઘણી મહેનત કરી છે.

અનકટ સીન્સ ગઝબના

અનકટ સીન્સ ગઝબના

ઇમ્તિયાઝે જણાવ્યું - ડીવીડીમાં એક્સ્ટ્રા ફીચરને બહુ સારી રીતે ઉમેરવામાં આવ્યું છે કે ક્યારેક-ક્યારેક મને એવુ લાગે છે કે ડીવીડીમાંની ફિલ્મ મોટા પડદા કરતા વધુ શ્રેષ્ઠ છે. ડીવીડીમાં ઉમેરાયેલ ડિલીટ કરાયેલ સીન ગઝબના છે.

હાઈવેથી જુદી નથી થઈ શકતી

હાઈવેથી જુદી નથી થઈ શકતી

આલિયા ભટ્ટે જણાવ્યું - જ્યારે પણ હું ફિલ્મ હાઈવેથી જુદી થવાની કોશિશ કરુ છું, તો હું ફિલ્મની વધુ નજીક થઈ જાઉ છું.

અનકટ હાઈવે જોવા ઉત્સાહિત

અનકટ હાઈવે જોવા ઉત્સાહિત

આલિયાએ જણાવ્યું - હું આટલા દિવસો બાદ હાઈવેના ડિલીટ કરાયેલ સીન અને એક્સ્ટ્રા ફીચર જોવા માટે ખૂબ ઉત્સાહિત છું.

મેં તો પહેલા જ કહ્યુ હતું

મેં તો પહેલા જ કહ્યુ હતું

રણદીપ હુડાએ કહ્યું - હું પણ ફિલ્મના તે દૃશ્યો જોવા માટે ઉત્સાહિત છું કે જે મેં ફિલ્મમાં નાંખવા માટે ઇમ્તિયાઝને કહ્યુ હતું, પરંતુ તેઓ માન્યા નહીં.

ખુશ છે રણદીપ

ખુશ છે રણદીપ

રણદીપે જણાવ્યું - હું ખુશ છું કે દર્શકો ખાલી સમયમાં ઘરે ફિલ્મના આ પળોને જોઈ શકશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X