ગુલાબ ગૅંગ પ્રતિબંધમુક્ત, જુઓ બીજી કઈ-કઈ ફિલ્મો રિલીઝ થશે આ શુક્રવારે

Posted By:
Subscribe to Oneindia News

મુંબઈ, 6 માર્ચ : સૌમિક સેન દિગ્દર્શિત અને માધુરી દીક્ષિત તથા જુહી ચાવલા અભિનીત મોસ્ટ અવેટેડ ગુલાબ ગૅંગની રિલીઝ ઉપર છવાયેલા સંકટના વાદળ વિખેરાઈ ગયાં છે. દિલ્હી હાઈકોર્ટે ફિલ્મની રિલીઝ ઉપર ફરમાવેલો મનાઈ હુકમ હટાવી લીધો છે. હવે ગુલાબ ગૅંગ તેની નિયત તારીખ એટલે 7મી માર્ચે રિલીઝ થઈ શકશે. કોર્ટના હુકમથી ફિલ્મના નિર્માતાઓ સહિત ટીમ અને માધુરી દીક્ષિતના ફૅન્સને રાહત મળી છે.

મળતી માહિતી મુજબ બુંદેલખંડ (બાંદા)ની ગુલાબી ગૅંગ તથા તેના કમાંડર સમ્પત પાલે દાવો કર્યો છે કે સૌમિક સેનની ફિલ્મ ગુલાબ ગૅંગ તેમના જ સંગઠનની વાર્તા છે કે જે તેમની પરવાનગી વગર બનાવવામાં આવી છે. તેથી તેઓ ગુલાબ ગૅંગની રિલીઝનો વિરોધ કરે છે અને તેને કોઈ પણ કિંમતે રિલીઝ નહીં થવા દે. તેમણે ફિલ્મની રિલીઝ પર સ્ટે મેળવવા દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી હતી. આ અરજી પર સુનાવણી બાદ હાઈકોર્ટના ન્યાયાધીશ સંજીવ સચદેવે ગઈકાલે સ્ટે આપ્યો હતો, પરંતુ આજે તે સ્ટે હટાવી દેવાયો છે અને ફિલ્મ આવતીકાલે રિલીઝ થશે.

ખેર, ચાલો તસવીરો સાથે જોઇએ કે 7મી માર્ચે ગુલાબ ગૅંગ ઉપરાંત કઈ-કઈ ફિલ્મો રિલીઝ થઈ રહી છે? :

ગુલાબ ગૅંગનો રસ્તો સાફ

ગુલાબ ગૅંગનો રસ્તો સાફ

દિલ્હી હાઈકોર્ટે બૅન હટાવી દેતાં ગુલાબ ગૅંગ હવે તેની નિયત તારીખ એટલે કે 7મી માર્ચે રિલીઝ થશે. ગુલાબ ગૅંગ સાથે માધુરી દીક્ષિત અને જુહી ચાવલા રૂપેરી પડદે ધડાકાભેર કમબૅક કરી રહ્યાં છે. આ ફિલ્મમાં માધુરી દીક્ષિતનો રોલ સમ્પત પાલ પર આધારિત છે, જ્યારે જુહીએ રાજકારણી તરીકે ખલનાયકનો રોલ ભજવ્યો છે. સૌમિક સેન દિગ્દર્શિત આ ફિલ્મ સમાજ તથા રાજકારણના ટકરાવની વાર્તા કહેશે.

ક્વીન પણ કતારમાં

ક્વીન પણ કતારમાં

કંગના રાણાવત અભિનીત ક્વીન ફિલ્મ પણ 7મી માર્ચે જ રિલીઝ થઈ રહી છે. જોકે ક્વીન 28મી ફેબ્રુઆરીએ રિલીઝ થવાની હતી. વિકાસ બહલ દિગ્દર્શિત આ ફિલ્મમાં રાજકુમાર યાદવ પણ છે. આ કૉમેડી ફિલ્મમાં એક યુવતી દ્વારા એકલી વિદેશ જઈ હનીમૂન મનાવવા અંગેની વાત દર્શાવાઈ છે.

ટોટલ સિયાપા

ટોટલ સિયાપા

7મી માર્ચે જ વધુ એક કૉમેડી ફિલ્મ ટોટલ સિયાપા રિલીઝ થશે. સ્પેશિયલ 26 અને ઍ વેડનસડે જેવી ફિલ્મો બનાવનાર નીરજ પાન્ડેની આ ફિલ્મ કૉમેડીની આસપાસ ફરે છે. ફિલ્મમાં અલી ઝફર તથા યામી ગૌતમ લીડ રોલમાં છે. ફિલ્મનો સાર એ છે કે એક પાકિસ્તાની યુવાનને એક ભારતીય યુવતી સાથે પ્રેમ થઈ જાય છે.

300 રાઇઝ ઑફ એન એમ્પાયર

300 રાઇઝ ઑફ એન એમ્પાયર

હૉલીવુડ ફિલ્મ 300 રાઇઝ ઑફ એન એમ્પાયર પણ 7મી માર્ચે રિલીઝ થઈ રહી છે. નોમ મુર્રો દિગ્દર્શિત આ ફિલ્મમાં એવા ગ્રીન, રૉડ્રિગો સૅન્ટૉરો, સુલ્લિવન સ્ટેપ્લેટન, જૅક ઓ’કૉનેલ જેવા કલાકારો લીડ રોલ કરી રહ્યાં છે.

English summary
The Delhi High Court removes ban from Gulaab Gang. High Court Wednesday stayed the release of ‘Gulaab Gang’, reportedly based on the life of activist Sampat Pal, who formed Gulabi Gang, a group of pink sari clad women vigilantes in Uttar Pradesh.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.