Shehnaaz Gill Video: શહેનાઝ ગિલ આયુષ્માન ખુરાના સામે રડવા લાગી, લાગ્યો હતો આ મોટો આરોપ
બિગ બૉસ ફેમ શહેનાઝ ગિલ તેના નવા શો દેસી વાઇબ્સના કારણે ચર્ચામાં છે. શહનાઝ ગિલે તેની યુટ્યુબ ચેનલ પર દેસી વાઇબ્સનો બીજો એપિસોડ શેર કર્યો છે.
Shehnaaz Gill Cry: બિગ બૉસ ફેમ શહેનાઝ ગિલ તેના નવા શો દેસી વાઇબ્સના કારણે ચર્ચામાં છે. શહનાઝ ગિલે તેની યુટ્યુબ ચેનલ પર દેસી વાઇબ્સનો બીજો એપિસોડ શેર કર્યો છે. બીજા એપિસોડમાં આયુષ્માન ખુરાના શહેનાઝની સાદગીનો કાયલ થઈ જાય છે. બિગ બૉસમાં શહેનાઝ ગિલ જે રીતે અનફિલ્ટર દેખાઈ રહી હતી એવી જ નિર્દોષ તે અહીં જોવા મળે છે. શહેનાઝ કોઈપણ પ્રકારની સ્ક્રિપ્ટનો આશરો લીધા વિના સંપૂર્ણ સાદગી અને ઈમાનદારી સાથે દેશી વાઈબ્સના હોસ્ટની ખુરશી સંભાળી રહી છે.

હું પણ મારી લાગણીઓને દબાવતા શીખી રહી છુ
આયુષ્માન ખુરાના સાથે દિલની વાત કરતી વખતે શહેનાઝ ગિલ કેમેરા સામે રડી પડે છે. આયુષ્માન ખુરાના કહે છે કે સમય જતાં તેણે પોતાની લાગણીઓ બહાર લાવવાનુ બંધ કરી દીધુ છે. અગાઉ તે પોતાની ભાવનાઓ પર કાબૂ નહોતો રાખતો. સફળ થવા સાથે તેણે આ શીખી લીધુ છે. આયુષ્માન ખુરાના કહે છે કે શહેનાઝની નિર્દોષતા આજ સુધી અકબંધ છે. આના પર શહેનાઝ કહે છે કે આજે લોકો જજ થવાથી ડરે છે.
શહેનાઝ વાત કરતા રડવા લાગે છે
જીવનમાં કોઈની લાગણીઓને દબાવી ન જોઈએ. શહેનાઝ કહે છે કે હું ભાવુક થઈ જઉ છુ. હું પણ મારી લાગણીઓને દબાવતા શીખી રહી છુ. મારા જીવનમાં પણ ભાવનાત્મક ક્ષણો આવી છે પરંતુ મે ક્યારેય કોઈને કહ્યુ નથી. લોકોને લાગે છે કે હું સહાનુભૂતિ લઈ રહી છુ. શહેનાઝ મોઢુ છુપાવીને રડવા લાગે છે. પછી પોતાની જાતને કાબૂમાં રાખીને શહેનાઝ પોતાનો ચહેરો લૂછી નાખે છે. તમને જણાવી દઈએ કે શહેનાઝ ગિલના આ એપિસોડમાં આયુષ્માન પણ તેની કરિયરની જર્ની વિશે વાત કરતો જોવા મળી રહ્યો છે.
શહેનાઝ ગિલ તેની કારકિર્દીની ઉંચાઈ પર છે
નોંધનીય છે કે વર્ષ 2021માં સિદ્ધાર્થ શુક્લાના મૃત્યુ પછી શહેનાઝે પોતાની જાતને મુશ્કેલીથી સંભાળી છે. જ્યારે તેણે કામ પર કમબેક કર્યુ ત્યારે તેને ઘણી ટ્રોલીંગનો સામનો કરવો પડ્યો હતો. ટ્રોલ કરતી વખતે ઘણા લોકોએ કહ્યુ હતુ કે શહેનાઝે સિદ્ધાર્થના નામ પર સહાનુભૂતિ મેળવવાનો પ્રયાસ કર્યો છે. હાલમાં શહેનાઝ ગિલ તેની કારકિર્દીની ઉંચાઈ પર છે. આયુષ્માન એમ પણ કહે છે કે શહેનાઝ ગિલ ઘણી વ્યસ્ત રહે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
