Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

પહેલી ફિલ્મ ફ્લોપ થવા છત્તા પણ આજે ટોપ પર છે આ બોલિવૂડ સ્ટાર, આ લિસ્ટમાં તમામ મોટા નામ!

બોલિવૂડમાં સફળતાનો તમામ આધાર બોક્સ ઓફિસ પર હોય છે. દર્શકો નક્કી કરે છે કે કઈ ફિલ્મો સારી છે અને કઈ ફિલ્મો નબળી છે. બોલિવૂડના ઘણા સ્ટાર એવા છે જેને શરૂઆતમાં ફ્લોપ ફિલ્મો આપી છે.

બોલિવૂડમાં સફળતાનો તમામ આધાર બોક્સ ઓફિસ પર હોય છે. દર્શકો નક્કી કરે છે કે કઈ ફિલ્મો સારી છે અને કઈ ફિલ્મો નબળી છે. બોલિવૂડના ઘણા સ્ટાર એવા છે જેને શરૂઆતમાં ફ્લોપ ફિલ્મો આપી છે. જો કે આગળ જતા આ સ્ટાર સફળ થયા અને મોટી હિટ ફિલમો આપી. આજે આપણે બોલિવૂડના એ સ્ટાર વિશે વાત કરવાના છીએ, જે શરૂઆતમાં ફ્લોપ ફિલ્મો આપીને આગળ જતા સુપર સ્ટાર બન્યા.

કેટરીના કૈફ

કેટરીના કૈફ

આજની સફળ અભિનેત્રી કેટરીના કૈફની શરૂઆતની ફિલ્મ બોક્સ ઓફિસ પર કંઈ ખાસ કમાલ કરી શકી ન હતી. કેટરીનાએ 2003માં બૂમથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી

સલમાન ખાન

સલમાન ખાન

બોલિવૂડના ભાઈજાન સલમાન ખાનની પણ પહેલી ફિલ્મ ફ્લોપ રહી હતી. સલમાન ખાને બીબી હો તો ઐસી ફિલ્મથી ડેબ્યુ કર્યુ હતું. આ આ ફિલ્મ ફ્લોપ થઈ હોવા છત્તા આજે સલમાનનો બોલિવૂડમાં કોઈ મુકાબલો નથી.

કાજોલ

કાજોલ

બોલિવૂડની કેટલીક સફળ અભિનેત્રીઓમાં સામેલ કાજોલના લાખો લોકો દિવાના છે. કાજોલ બેખુદી ફિલ્મથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. આ ફિલ્મ ખાસ કમાલ કરી શકી ન હતી.

રણબીર કપૂર

રણબીર કપૂર

રણબીર કપૂર પણ તેની શરૂઆતની ફિલ્મમાં ફ્લોપ રહ્યો હતો. રણબીર કપૂરે સાવરીયાથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. આ ફિલ્મ પણ બોક્સ ઓફિસ પર નિષ્ફળ રહી હતી.

એશ્વર્યા રાય

એશ્વર્યા રાય

મિસ વર્લ્ડ એશ્વર્યા રાયની પહેલી ફિલ્મ પણ નિષ્ફળ રહી હતી. એશ્વર્યાએ ઓર પ્યાર હો ગયાથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઈ હતી.

અક્ષય કુમાર

અક્ષય કુમાર

અક્ષય કુમાર બોલિવૂડમાં ખાસ પ્રકારની અલગ ફિલ્મો માટે જાણીતો છે. અક્ષય કુમારે સૌગંદ ફિલ્મથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિક થઈ હતી.

કરીના કપૂર

કરીના કપૂર

કરીના કપૂર બોલિવૂડની સફળ અભિનેત્રીઓમાં સામેલ છે. કરીનાએ રેફ્યુજીથી કરીયરની શરૂઆત કરી હતી. જો કે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર નિષ્ફળ સાબિત થઈ હતી. પહેલી ફિલ્મ નિષ્ફળ જવા છત્તા પણ આજે કરિના સફળ અભિનેત્રીઓમાં સામેલ છે.

અમિતાભ બચ્ચન

અમિતાભ બચ્ચન

બોલિવૂડના મહાનાયક અમિતાબ બચ્ચન પણ શરૂઆતમાં ફ્લોપ રહ્યા હતા. 1969માં આવેલી તેમની પહેલી ફિલ્મ સાત હિન્દુસ્તાની બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઈ હતી.

માધુરી દિક્ષિત

માધુરી દિક્ષિત

બોલિવૂડમાં પોતાની અદાઓથી રાજ કરનારી માધુરીની પ્રથમ ફિલ્મ પણ ફ્લોપ રહી હતી. માધુરીએ ફિલ્મ અબોધથી કરિયરની શરૂઆત કરી હતી અને આ ફિલ્મ ફ્લોપ સાબિત થઈ હતી.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X