Pics : ફરહાનથી ઇમ્પ્રેસ છે દેવશી, લખ્યું ગીત!
મુંબઈ, 17 જુલાઈ : ઘણી વાર ઑનસ્ક્રીને દેખાતાં કલાકારો સ્ક્રીન પાછળ દિગ્દર્શક, ગાયક કે લેખકમાં તબ્દીલ થઈ જતા હોય છે. તે જ ક્રમે બૉલીવુડના બ્યૂટી બીન તેમજ સ્વર્ગસ્થ દેવ આનંદના ડ્રીમ ગર્લ દેવશી ખંડૂરી પણ આગળ વધ્યાં છે. તેમણે તાજેતરમાં જ પંજાબી ફિલ્મ નૉટી જટ્ટ્સ માટે કલમ ચલાવી છે. તેમણે એક સુંદર ગીત લખ્યું છે.
મળતી માહિતી મુજબ દેવશી લેખિત આ ગીતને રાહત ફતેહ અલી ખાન તેમજ હર્ષદીપ કૌરે સ્વર આપ્યાં છે. દેવશી ખંડૂરી હાલ ધ સિટી ધૅટ નેવર સ્લીપ્સ ફિલ્મમાં કામ કરી રહ્યાં છે કે જેના નિર્માતા સતીશ રેડ્ડી છે. દેવશી ખંડૂરી ફરહાન અખ્તર જેવા કલાકારોથી પ્રભાવિત છે કે જેઓ ફિલ્મ ક્ષેત્રે મલ્ટીટાસ્કિંગ વર્ક કરે છે. ફરહાનની તાજેતરમાં જ રિલીઝ થયેલ ભાગ મિલ્ખા ભાગ માટે પણ ખૂબ પ્રશંસા થઈ છે.
આવો તસવીરો સાથે જાણીએ વધુ વિગતો :

કવિતા-ગીત લખવાનો શોખ
દેવશીને કવિતાઓ અને ગીતો લખવાનો શોખ છે. તેમણે જણાવ્યું - મેં ફિલ્મના એક ક્ર્યુશિલ સીન માટે આ ગીત લખ્યું છે. આ એક ગૌરવની બાબત છે.

અગાઉ આશાએ આપ્યો હતો સ્વર
દેવશી આ અગાઉ ચાર્જશીટ ફિલ્મ માટે પણ ગીત લખી ચુક્યાં છે કે જે તેમની ઉપર ફિલ્માવાયુ હતું. આ ગીતને આશા ભોંસલેએ સ્વર આપ્યો હતો.

એક્ટિંગ-રાઇટિંગ બંને પ્રિય
દેવશી કહે છે - એક્ટિં મારા માટે હૃદય, તો રાઇટિંગ સૉલ છે. હું બંનેમાંથી કોઈ એકને પણ છોડી શકું નહીં.

ફરહાનથી પ્રેરણા
દેવશી ફરહાન અખ્તરથી પ્રભાવિત છે કે જેઓ ફિલ્મ ક્ષેત્રે મલ્ટીટાસ્કિંગ કાર્ય કરે છે.
-
SRH vs LSG IPL 2026: હૈદરાબાદ પિચ રિપોર્ટ અને હવામાનની આગાહી | આજની મેચ -
ઈસ્ટર સન્ડે 2026: મહત્વ, શુભેચ્છાઓ અને ખાસ સંદેશા | Easter Sunday 2026 -
Mumbai Gold Siver Rate Today: બજાર ખુલતાં જ સોનું થયું ધડામ, ચાંદીનો ભાવ પણ ઘટ્યો -
ટ્રમ્પની ઈરાનને ચેતવણી: ટ્રમ્પે ઈરાનને આપી 'તબાહી'ની છેલ્લી ચેતવણી! કેમ વધારી 24 કલાકની ડેડલાઇન? -
Weather Update: વાવાઝોડા અને વરસાદ સાથે કરા પડશે; UP-MP સહિત 9 રાજ્યોમાં તોફાનની આશંકા, એલર્ટ જાહેર







Click it and Unblock the Notifications
