ધડકનની સિક્વલ ધડકન 2 બનાવશે રતન જૈન
મુંબઈ, 16 મે : વર્ષ 2000ની બૉલીવુડની હિટ રોમાંટિક ફિલ્મ ધડકનની સિક્વલ બનાવવામાં આવશે. નિર્માતા રતન જૈન આ જ વર્ષે ધડકન 2 ઉપર કામ શરૂ કરી દેશે. ધડકનનું દિગ્દર્શન ધર્મેશ દર્શને કર્યુ હતું અને અક્ષય કુમાર, શિલ્પા શેટ્ટી તથા સુનીલ શેટ્ટી મુખ્ય કલાકારો હતાં.

રતન જૈને એક નિવેદનમાં જણાવ્યું કે અનેક લોકોએ મને ધડકનની સિક્વલ બનાવવ માટે સલાહ આપી હતી અને હું એ જાહેર કરતાં ખુશી અનુભવું છું કે ધડકન 2 બનાવવાનો મેં નિર્ણય કર્યો છે. ફિલ્મના પ્લૉટ અંગે જણાવતાં તેમણે ઉમેર્યું કે ફિલ્મની થીમ તે જ રહેશે, પરંતુ નવે પેઢી પ્રમાણે તેને નવેસરથી ઢાળવામાં આવશે.
રતન જૈને જણાવ્યું - ફિલ્મનું શીર્ષક રહેશે ‘ધડકન 2 ધ હાર્ટ બીટ્સ વન્સ અગેન'. ધડકનની સિક્વલ 2014 સુધીમાં રિલીઝ થઈ શકશે. દિગ્દર્શક ધર્મેશ દર્શન માટે ધડકન 2ને ધડકન જેવી સફળતા અપાવવાનો મોટો પડકાર રહેશે.












Click it and Unblock the Notifications
