Pics : ધક ધક ગર્લ માધુરી બની ઢિસુમ ઢિસુમ ગર્લ!
મુંબઈ, 4 ડિસેમ્બર : બૉલીવુડના ધક ધક ગર્લ ઢિસુમ ઢિસુમ ગર્લ બની લોકો સામે આવવાની તૈયારીમાં છે. તેમની આગામી ફિલ્મ ગુલાબ ગૅંગની તસવીરો તો કંઇક આવુ જ કહી રહી છે કે જેમાં માધુરી દીક્ષિતે જોરદાર એક્શન દૃશ્યો આપ્યાં છે.
ગુલાબ ગૅંગમાં માધુરી દીક્ષિત દુર્ગા બન્યાં છે. એમ તો માધુરીએ પોતાના બૉલીવુડ કૅરિયર દરમિયાન કેટલીક એવી ફિલ્મો કરી જ છે કે જેમાં તેમણે રૌદ્ર રૂપ ધારણ કર્યો હોય, પરંતુ અનુભવ સિન્હા નિર્મિત અને સૌમિક સેન દિગ્દર્શિત ગુલાબ ગૅંગ ફિલ્મના ફર્સ્ટ લુકમાં માધુરી દીક્ષિત દુર્ગાનો અવતાર ધર્યો હોય તેવા લાગે છે, તો અન્ય તસવીરોમાં માધુરી દીક્ષિત વિલન ઉપર લાતો-ફેંટોનો વરસાદ કરતા નજરે પડી રહ્યાં છે.
એમ તો અમે અગાઉ કહી જ ચુક્યા છે કે માધુરી દીક્ષિત બૉલીવુડમાં બીજી વાર કમબૅક કરી રહ્યાં છે. ડૉ. શ્રીરામ નેને સાથે લગ્ન બાદ માધુરીએ બ્રેક લીધુ હતું અને પછી આ જા નચ લે ફિલ્મ સાથે કમબૅક કર્યુ હતું, પરંતુ તે ફિલ્મ ફ્લૉપ રહી હતી. માધુરી દીક્ષિત હવે ફરી એક વાર કમબૅક કરી રહ્યાં છે ગુલાબ ગૅંગ અને ડેઢ ઇશ્કિયા જેવી ફિલ્મો સાથે, પરંતુ ગુલાબ ગૅંગ ફિલ્મમાં માધુરી દીક્ષિત એક્શન રોલ કરી રહ્યાં છે. માધુરીને આ ફિલ્મમાં એક્શનની ટ્રેનિંગ આપી રહ્યાં છે શાઓલિન માસ્ટર શિફુ કનિષ્ક શર્મા.
ફિલ્મના ફર્સ્ટ લુકની તસવીરો પ્રકાશ ઝા નિર્મિત-દિગ્દર્શિત મૃત્યુદંડ ફિલ્મની યાદ અપાવી જાય છે. મૃત્યુદંડ ફિલ્મમાં કેતકી અને તેનો સંઘર્ષ તો જરૂર લોકોને યાદ હશે. કેતકી એટલે માધુરી દીક્ષિત કે જેઓ મૃત્યુદંડ ફિલ્મના મુખ્ય પાત્ર હતાં. માધુરી દીક્ષિતનો આ કેતકી સ્વરૂપ પુનઃ એક વાર જોવા મળશે ગુલાબ ગૅંગમાં. ફિલ્મમાં પહેલી વાર તેમની સાથે જુહી ચાવલા પણ કામ કરી રહ્યાં છે. માધુરી હાલ ડેઢ ઇશ્કિયા ફિલ્મને લઈને પણ ખૂબ ચર્ચામાં છે.
આવો આપને ગુલાબ ગૅંગ ફિલ્મની પ્રાથમિક તસવીરી ઝલક બતાવીએ :

લાતોનો વરસાદ
ગુલાબ ગૅંગ ફિલ્મમાં માધુરી દીક્ષિત ફુલ એક્શન દૃશ્યો આપ્યાં છે. ફિલ્મમાં તેઓ વિલન ઉપર લાતોનો વરસાદ કરશે.

કનિષ્કે બનાવી ઘાતક
એક્શન ટ્રેનર કનિષ્ક શર્માએ ગુલાબ ગૅંગ માટે માધુરીને ટ્રેનિંગ આપી છે. તેમના નેતૃત્વ હેઠળ કોમળ માધુરી દીક્ષિત ઘાતક સ્વરૂપે દેખાવાના છે.

ગુલાબી ગૅંગ આધારિત
ગુલાબ ગૅંગ ફિલ્મ ઉત્તર પ્રદેશની મહિલાઓની ગૅંગ ગુલાબી ગૅંગ અને તેના પ્રમુખ સમ્પત પાલની વાર્તા પર આધારિત છે.

એક્શનથી ભરપૂર
ગુલાબ ગૅંગ ફિલ્મમાં માધુરી દીક્ષિતે ઘણા એક્શન દૃશ્યો આપ્યાં છે.

દુર્ગા અવતાર
ગુલાબ ગૅંગ ફિલ્મના ફર્સ્ટ લુકમાં માધુરી દીક્ષિત જાણે દુર્ગાનો અવતાર ધર્યો હોય, તેવા લાગે છે.

મૃત્યુદંડની યાદ
કેતકી એટલે માધુરી દીક્ષિત કે જેઓ મૃત્યુદંડ ફિલ્મના મુખ્ય પાત્ર હતાં. માધુરી દીક્ષિતનો આ કેતકી સ્વરૂપ પુનઃ એક વાર જોવા મળશે ગુલાબ ગૅંગમાં.

સૌમિક બન્યાં સેતુ
જુહી-માધુરીને એક સાથે લાવવામાં ગુલાબ ગૅંગના દિગ્દર્શક સૌમિક સેને સેતુ તરીકેની ભૂમિકા ભજવી. ફિલ્મ માર્ચમાં રિલીઝ થશે.

પહેલી વાર જુહી સાથે
માધુરી દીક્ષિત એક વખતના તેમના કટ્ટર હરીફ જુહી ચાવલા સાથે પ્રથમ વાર સ્ક્રીન શૅર કરી રહ્યાં છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
