આમિરની ધૂમ 3ની ધૂમ, બે દિવસમાં 70 કરોડની કમાણી
મુંબઈ, 23 ડિસેમ્બર : વર્ષ 2013એ જતા-જતા હિન્દી સિનેમાઈ દર્શકોને ધૂમ મચાવવાની તક આપી દીધી છે. આમિર ખાનની ફિલ્મ ધૂમ 3એ માત્ર બે જ દિવસમાં 70 કરોડ રુપિયા કમાવ્યાં. તે હિસાબે ફિલ્મ સરળતાથી સો કરોડના ક્લબમાં પ્રવેશ કરી જશે. ક્રિસમસની રજાના કારણે જ આ ફિલ્મને વીકડેટ્સમાં પણ સારી ગિર્દી ઉમટવાની આશા છે. તેથી બજારોમાં કહેવાઈ રહ્યું છે કે ફિલ્મની કમાણી ઇશારો કરે છે કે આ ફિલ્મ તમામ રેકૉર્ડ્સ તોડવા તૈયાર છે.

ધૂમ 3 ફિલ્મમાં આમિર ખાન ઉપરાંત કૅટરીના કૈફ, અભિષેક બચ્ચન અને ઉદય ચોપરા પણ છે. ફિલ્મ ચાર હજાર કરતા વધારે સિનેમા ઘરોમાં રિલીઝ થઈ હતી. પીવીઆર સિનેમાના સીઓઓ ગૌતમ દત્તાએ જણાવ્યું - આ એક અસામાન્ય ફિલ્મ છે. ધૂમ 3 ફિલ્મે એડવાન્સ બુકિંગ દ્વારા 35. કરોડ રુપિયા કમાવી લીધા હતાં.












Click it and Unblock the Notifications
