ધૂમ 3એ પહેલાં દિવસે તોડ્યો રેકોર્ડ, 2013ની સૌથી હિટ ફિલ્મ!

આમીર ખાનની ફિલ્મ ધૂમ 3એ પહેલાં જ દિવસે બોક્સ ઓફિસ પર તાબડતોડ કમાણી કરનારી 2013ની અત્યાર સુધી રિલીઝ થયેલી બધી ફિલ્મોના રેકોર્ડ તોડી દિધા છે. ફસ્ટ ડે ધૂમ 3એ ઇન્ડિયન બોક્સ ઓફિસ પર કુલ 35 કરોડની કમાણી કરી લીધી છે. આ ઉપરાંત ઓવરસીજ મળીને કુલ 50 કરોડથી વધુ કમાણી કરનાર ધૂમ 3 સૌથી મોટી હિટ ફિલ્મ બની ગઇ છે. ધૂમ 3 પાસેથી લોકોને ઘણી આશા હતી. આમિર ખાનનું આ સીરીઝ સાથે જોડાવવું ધૂમ 3 ફિલ્મને ઘણી ચર્ચા મળી. આમિર ખાનના ફેન્સ ફિલ્મ જોવા માટે વર્ષની શરૂઆતથી જ ઘણા ઉત્સુક હતા. ફક્ત આમીર જ નહી પરંતુ અભિષેક બચ્ચન, ઉદય ચોપડા અને કેટરીના કૈફ પણ ધૂમ 3ની સફળતાથી ખુશ છે.

ધૂમને લઇને ઘણી અફવાઓ આવી રહી હતી. બધાને ધૂમ 3 પાસેથી ઘણી આશાઓ હતી અને ધૂમ 3 આ બધી આશાઓથી ઉપર નિકળી. ધૂમ 3 બોક્સ ઓફિસ પર કેવી કમાણી કરશે આ વાતને લઇને આમીર ખાન પણ ઘણા નર્વસ હતા. આમિર ખાને પોતાના તરફથી ધૂમ 3ને પ્રમોટ કરવા માટે ઘણા નવા નવા આઇડિયાઝ યૂઝ કર્યા અને સાથે ફિલ્મના ગીતોથી માંડેની ફિલ્મની કહાણી સુધી સસ્પેંસને છુપાવી રાખ્યું.

dhoom-3-breaks-all-the-records

ફિલ્મની કહાણીનું સસ્પેંસ ખુલી ન જાય તે માટે આખિર ખાને ફિલ્મનું વધુ પ્રમોશન પણ ના કર્યું. કારણ કે જેટલી વાર મીડિયાની સામે આવતાં એટલીવાર ફિલ્મને લઇને કંઇક ને કંઇક નવું સામે આવતું. આથી જ આમિર ખાનને ફિલ્મની પ્રમોશનલ એક્તિવિટીઝને એકદમ લિમિટેડ રાખી.

લેઝ ઇઝ મોરનો કંસેપ્ટ આમિરની ફિલ્મ ધૂમ 3 માટે એકદમ સારો સાબિત થયો. પ્રમોશન કરીને આમિર ખાને ધૂમ 3ને લઇને લોકોમાં સસ્પેંસ બનાવી રાખ્યું અને ફિલ્મની રિલીઝના અંતિમ દિવસ સુધી તેમને લોકો વચ્ચે ધૂમ 3ને લઇને ચાલતી ગોસિપ અને ડિસ્કશનને ચાલતી રહેવા દિધી. અત્યાર સુધી શાહરૂખ ખાનની ફિલ્મ ચેન્નઇ એક્સપ્રેસે સૌથી વધુ કમાણી કમાણી કરનરાર વર્ષ 2013 સૌથી હિટ ફિલ્મની કેટગરીમાં પોતાને સામેલ કરી હતી. પરંતુ હવે ધૂમ 3 વર્ષ 2013ની સૌથી હિટ ફિલ્મ બની ગઇ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X