ચેન્નઈ એક્સપ્રેસ અને ક્રિશ 3નો રેકૉર્ડ તોડતી ધૂમ 3

Posted By:
Subscribe to Oneindia News

મુંબઈ, 3 જાન્યુઆરી : આમિર ખાનની ફિલ્મ ધૂમ 3એ ક્રિસમસ પ્રસંગે રિલીઝ થયાબાદ માત્ર 25 જ દિવસોમાં શાહરુખ ખાનની ફિલ્મ ચેન્નઈ એક્સપ્રેસ તેમજ હૃતિક રોશનની ક્રિશ ફિલ્મનો રેકૉર્ડ તોડી નાંખ્યો અને વર્ષ 2013ની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ બની ગઈ છે. ધૂમ 3એ રિલીઝ થતા અગાઉ જ માત્ર બ્રાન્ડ એસોસિએશન વડે જ ઘણી સારી કમાણી કરી લીધી હતી. રિલીઝ થયા બાદ ફિલ્મ અંગે જેટલો ઉત્સાહ હતો, તે જોતા પહેલા જ દિવસે 35 કરોડની કમાણી થઈ.

dhoom-3
ધૂમ 3 ફિલ્મ એક પછી એક રેકૉર્ડ તોડતાં ચેન્નઈ એક્સપ્રેસ અને ક્રિશ 3 ફિલ્મોને ઘણી પાછળ મૂકી દીધી. આમિર ખાન, કૅટરીના કૈફ, ઉદય ચોપરા અને અભિષેક બચ્ચન અભિનીત ફિલ્મ ધૂમ 3 ધૂમ સિરીઝની ત્રીજી ફિલ્મ છે. ફિલ્મમાં જોકે આ વખતે આખી વાર્તા આમિર ખાન ઉપર જ કેન્દ્રિત છે અને તેથી જ અભિષેક અને ઉદય આમિરના પાત્ર પાછળ છુપાઈ ગયાં છે. ધૂમ 3ને સૌએ માત્ર આમિરની જ ફિલ્મ કહી. ફિલ્મમાં આમિરનો ડબલ રોલ છે અને આમિરે બંને પાત્રોમાં પ્રાણ ફૂંક્યાં છે.

કૃષ્ણા આચ્રાય દિગ્દર્શિત ધૂમ 3 ફિલ્મ 20મી ડિસેમ્બરે ચાર હજાર થિયેટરોમાં રિલીઝ થઈ. લગભગ સો કરોડનું બજેટ ધરાવતી ફિલ્મે જોરદાર પ્રદર્શન કર્યું. સમીક્ષક તરણ આદર્શે ગુરુવારે ટ્વીટ કર્યું - ફિલ્મ ધૂમ 3ના બે અઠવાડિયા. ફિલ્મે હિન્દી ભાષી વિસ્તારોમાં 240.78 કરોડ રુપિયા કમાવ્યાં. તામિળ તેમજ તેલુગુમાં 11.92 કરોડની કમાણી કરી. સરવાળે 252.70 કરોડ રુપિયાની કમાણી. આ ફિલ્મે પ્રદર્શનના પહેલા જ દિવસે 36.22 કરોડની કમાણી કરી હતી અને બીજા દિવસે 33.36 તેમજ ત્રીજા દિવસે 38.09 કરોડની આવક હાસલ કરી હતી.

English summary
Dhoom 3 breaks the records of Chennai Express and Krrish 3. Dhoom 3 collected more than 252 crore in just two weeks. Dhoom 23 has become the maximum Box Office collection movie of the year 2013.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.