Video : અમિતાભ બચ્ચને ખરેખર ઐશ્વર્યા રાયને જાહેરમાં કિસ કરી? જાણો શું છે વાયરલ વીડિયોનું સત્ય

છેલ્લા ઘણા સમયથી ઐશ્વર્યા રાય સોશિયલ મીડિયા પર છવાયેલી છે. અભિષેક બચ્ચન સાથે તેના કથિત ડિવોર્સની ચર્ચા વચ્ચે હવે તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં ઐશ્વર્યા રાય તેના સસરા અમિતાભ બચ્ચનને જાહેરમાં કિસ કરતી જોવા મળી રહી છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર આગ લગાવી રહ્યો છે.

Amitabh Bachchan kiss Aishwarya Rai in public

અમિતાભ બચ્ચન અને ઐશ્વર્યા રાયનો આ વિડિયો લોકોને આશ્ચર્યચકિત કરી રહ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે અમિતાભ બચ્ચન તેની વહુ ઐશ્વર્યા રાયને જાહેરમાં લિપ કિસ કરી રહ્યા છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે જેના પર લોકો જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે.

જો કે ફેસબુક પર શેર કરવામાં આવેલો આ વીડિયો ફેક છે. આ વીડિયો આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ની મદદથી એડિટ કરવામાં આવ્યો છે. આ એક મોર્ફેડ વિડીયો છે જેમાં અમિતાભ બચ્ચન એક એવોર્ડ સમારોહમાં વહુ ઐશ્વર્યા રાયને લિપ કિસ કરતા જોવા મળે છે. આ વીડિયો એકદમ ફેક છે.

થોડા દિવસ પહેલા ઐશ્વર્યા રાયના સસરા અમિતાભ બચ્ચને તેમના બ્લોગમાં એક પોસ્ટ શેર કરી હતી અને પરિવારને લઈને ચાલી રહેલી ચર્ચાઓ તરફ ઈશારો કર્યો હતો.અમિતાભ બચ્ચને પોતાના બ્લોગમાં એક લાંબી નોંધ લખી હતી. તેમણે આ બ્લોગમાં એમ પણ કહ્યું હતું કે તે સોશિયલ મીડિયા પર તેના પરિવાર વિશે વધુ બોલતા નથી.

તેમણે લખ્યુ કે, અલગ રહેવા અને જીવનમાં તેના પર ભરોસો રાખવા માટે મજબૂત વિશ્વાસ, ઘણી હિંમત અને પ્રમાણિકતાની જરૂર છે. અફવાઓ માત્ર અફવાઓ છે, તે કોઈપણ ચકાસણી વિના માત્ર અફવાઓ છે. ક્યાં અને શું લખવામાં આવે છે અથવા જાણ કરવામાં આવી રહી છે, આ બાબતોની પહેલા ખરાઈ કરવી જોઈએ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X