દીપિકા પાદુકોણની આવી તસવીર થઇ વાયરલ,જાણો શું છે તથ્ય?

Written By:
Subscribe to Oneindia News

બોલિવૂડમાં દીપિકા પાદુકોણની ઇમેજ ખાસી ક્લીન છે. તેણે ક્યારેય ફિલ્મોમાં કોઇ છીછરા સિન નથી આપ્યા. આથી જ જ્યારે દીપિકા પાદુકોણના મેક્ઝિમ ફોટોશૂટની એક તસવીર ઇન્ટરનેટ પર વાયરલ થઇ ત્યારે લોકોને ખૂબ આશ્ચર્ય થયું હતું. મેક્ઝિમ મેગેઝિનના કવર તરીકે જોવા મળતી આ તસવીરમાં દીપિકાએ એક પણ વસ્ત્ર નહોતું પહેર્યું.

શું છે તથ્ય?

શું છે તથ્ય?

આ તસવીર પાછળનું રહસ્ય એ છે કે, એક્ટ્રેસ દીપિકા પાદુકોણ ઇમેજ મોર્ફિંગનો શિકાર થઇ છે. ઇન્ટરનેટ પર ફરતી થયેલ આ તસવીર દીપિકાની નથી અને ના તો તેણે આ પ્રકારનું કોઇ ફોટોશૂટ કરાવ્યું છે. કોઇ ટીખળખોર દ્વારા અન્ય મોડેલ કે એક્ટ્રેસના ચહેરા પર દીપિકાનો ચહેરો મૂકવામાં આવ્યો છે. દીપિકાને સુપરવુમન તરીકે દર્શાવતો મેક્ઝિમનો આ કવરફોટો ફેક છે.

મેક્ઝિમ કવરફોટો

મેક્ઝિમ કવરફોટો

થોડા દિવસ પહેલાં જ દીપિકાએ મેક્ઝિમ માટે ફોટોશૂટ કરાવ્યું હતું, આ ફોટોશૂટમાં દીપિકાનો ખાસો બોલ્ડ અંદાજ જોવા મળ્યો હતો, પરંતુ આ માટે તેણે ટોપલેસ કે વસ્ત્રો વિના પોઝ નહોતો આપ્યો. દીપિકા પાદુકોણનો રિયલ મેક્ઝિમ કવરફોટો આ છે.

ફોટોશૂટ માટે થઇ હતી ટ્રોલ

ફોટોશૂટ માટે થઇ હતી ટ્રોલ

જો કે, આ હોટ ફોટોશૂટ માટે પણ દીપિકા પાદુકોણને ખાસી ટ્રોલ કરવામાં આવી હતી. તેણે પોતાના આ ફોટોશૂટની તસવીર ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પેજ પર શેર કરી હતી. આ તસવીર માટે તેને રણવીર સિંહ તરફથી તો વાહવાહી મળી, પરંતુ કેટલાક લોકોએ તેને ટ્રોલ પણ કરી હતી.

ફોટોશૂટ જોઇ ભડક્યા હતા સંજય લીલા ભણસાલી

ફોટોશૂટ જોઇ ભડક્યા હતા સંજય લીલા ભણસાલી

ઇન્ટરનેટ હેટર્સ અને ટ્રોલર્સને જવાબ આપતાં દીપિકાએ એ જ ફોટોશૂટની અન્ય એક તસવીર ફરી પોસ્ટ કરી હતી. એવી પણ ખબરો હતી કે, આ ફોટોશૂટથી સંજય લીલા ભણસાલી પણ નારાજ થયા હતા. સંજયની આગામી ફિલ્મ 'પદ્માવતી'માં દીપિકા મુખ્ય રોલમાં છે અને તેમના અનુસાર આ ફિલ્મ પહેલાં દીપિકાનું આવું ફોટોશૂટ કરાવવાનો નિર્ણય યોગ્ય નહોતો.

રણવીર સાથે બ્રેકઅપ

રણવીર સાથે બ્રેકઅપ

થોડા દિવસો પહેલાં જ દીપિકાનું રણવીર સિંહ સાથે બ્રેકઅપ થઇ ગયું હોવાની ખબરો પણ આવી હતી, પરંતુ ત્યાર બાદ રણવીર સિંહના લેટેસ્ટ ફોટોશૂટની એક તસવીર પર દીપિકા એ કોમેન્ટ કરતાં આ અફવાઓ પર પણ પૂર્ણવિરામ મુકાયું હતું. રણવીરે પોતાના ફોટોશૂટની તસવીર ઇન્સ્ટા પર શેર કરી હતી, જેની નીચે દીપિકાએ ક્યૂટ કોમેન્ટ કરી હતી.

English summary
Did Deepika Padukone actually pose naked for Maxim magazine cover. Here is the truth behind the viral picture.
Please Wait while comments are loading...