છૂટા થયા બાજીરાવ અને મસ્તાની, રણવીર-દીપિકાનું બ્રેકઅપ!

Written By:
Subscribe to Oneindia News

રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ છેલ્લા 5 વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યાં હતા. આ દરમિયાન અનેકવાર તેમનું બ્રેકઅપ થયા હોવાના સમાચાર સાંભળવા મળ્યા હતા, પરંતુ દરેક વખતે તેમણે આ અફવાને ખોટી સાબિત કરી હતી. પરંતુ આ વખતનું રણવીર-દીપિકાનું બ્રેકઅપ ફાઇનલ છે. એટલું જ નહીં, એક લીડિંગ ડેઇલીના રિપોર્ટ્સ અનુસાર, રણવીર સિંહ આ રિલેશનશિપમાંથી આગળ વધી ચૂક્યો છે અને બીજી યુવતીને ડેટ પણ કરવા માંડ્યો છે. શા માટે થયું રણવીર-દીપિકાનું બ્રેકઅપ, વાંચો અહીં...

આ બ્રેકઅપ છે ફાઇનલ

આ બ્રેકઅપ છે ફાઇનલ

ડેક્કન ક્રોનિકલ અનુસાર, 'આ બ્રેકઅપ ફાઇનલ અને પરમેનન્ટ છે. રણવીર સિંહ તો અન્ય યુવતીને ડેટ પણ કરવા માંડ્યો છે. આ યુવતી કોણ છે, એ અંગે હજુ કોઇ માહિતી મળી નથી. 5 વર્ષથી સાથે જોવા મળતા રણવીર સિંહ અને દીપિકા હવે કપલ નથી રહ્યાં. બંન્ને હાલ પોતાના કરિયરમાં અત્યંત વ્યસ્ત છે અને એકબીજાને સમય નથી આપી શકતાં.'

કોઇ કડવાશ નહીં

કોઇ કડવાશ નહીં

સૂત્રોના જણાવ્યા અનુસાર, 'બ્રેકઅપ છતાં આ બંન્નેના સંબંધોમાં કોઇ કડવાશ નથી આવી, તેઓ સમજીને છૂટા પડ્યાં છે. બંન્નેએ આ રિલેશનશિપને જાળવવા માટે ઘણા પ્રયત્નો કર્યા હતા. તેમના પરિવારજનો પણ ઇચ્છતા હતાં કે, તેમનો સંબંધ કાયમી બને.'

રણવીરને કરવા હતા લગ્ન

રણવીરને કરવા હતા લગ્ન

'તેમના રિલેશનશિપમાં બીજો પ્રોબ્લેમ એ હતો કે, રણવીર સિંહને મેરેજ કરવા હતા અને દીપિકા એ માટે તૈયાર નહોતી. દીપિકાને મતે કરિયરના આ પોઇન્ટ પર મેરેજ તેને માટે નુકસાનકારક સાબિત થઇ શકે છે.'

રણવીરનો દીપિકા પ્રત્યેનો પ્રેમ

રણવીરનો દીપિકા પ્રત્યેનો પ્રેમ

'રણવીર સિંહનો દીપિકા પ્રત્યેનો પ્રેમ જગજાહેર હતો. દીપિકા દુનિયાના ગમે-તે ખૂણામાં શૂટિંગ કેમ ન કરતી હોય, રણવીરને સમય મળતાં તે તરત જ તેને મળવા પહોંચી જતો હતો. તેણે રિલેશનશિપમાં દીપિકાને ખૂબ સ્પેસ આપી હતી. જ્યારે વિન ડિઝલ સાથે દીપિકાનો અફેર હોવાની અફવા ઊડી ત્યારે પણ રણવીરે દીપિકાનો જ સાથ આપ્યો હતો.'

રણવીરની ધીરજનો અંત

રણવીરની ધીરજનો અંત

'ધીરે-ધીરે તેમની રિલેશનશિપ એવા પોઇન્ટ આવી ગઇ હતી, જ્યાં રણવીર સહિષ્ણુવાદી બની ગયો હતો અને દીપિકા પોતાની મરજી પ્રમાણે વર્તતી હતી. આ કારણે જ બંન્નેએ પોતાના કરિયરને પ્રાધાન્ય આપતાં અલગ થઇ જવાનું નક્કી કર્યું.'

દીપિકાએ ક્યારેય રિલેશનશિપની વાત સ્વીકારી નથી

દીપિકાએ ક્યારેય રિલેશનશિપની વાત સ્વીકારી નથી

થોડા સમય પહેલાં જ રણવીર સિંહની બર્થ ડે પર બંન્ને એકબીજા સાથે ક્વોલિટી ટાઇમ સ્પેન્ડ કરતાં જોવા મળ્યા હતા. રણવીર સિંહે અનેકવાર ચેટ શો, મીડિયા ઇવેન્ટમાં દીપિકા પ્રત્યેનો પોતાનો પ્રેમ જાહેર કર્યો છે, પરંતુ દીપિકા આ અંગે હંમેશા ચૂપ રહી છે. તેણે ક્યારેય ખુલીને રણવીર સાથેના પોતાના સંબંધોનો સ્વીકાર નથી કર્યો. આથી જ કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં દીપિકાના કમિટમેન્ટ ઇશ્યૂને કારણે પણ બ્રેકઅપ થયું હોવાનું કહેવાઇ રહ્યું છે.

English summary
Ranveer Singh breaks up with Deepika Padukone because of her commitment issues!
Please Wait while comments are loading...