Ooo.. સુલતાન સલમાનને બાળકો સાથે પ્રેમ અને દિલ તોડતા પણ આવડે છે
સલમાન ખાનને બાળકો ખુબ જ ગમે છે અને બાળકોને સલમાન ખાન પણ ખુબ જ ગમે છે. પરંતુ કોઈક વાર સલમાન ખાન એવું કામ કરી બેસે છે જેને જોઇને લાગે છે કે શું આવું કરતા પહેલા સલમાન ખાને વિચાર્યું હશે કે નહી.
હમણાં જ એક એવી ખબર આવી હતી કે સલમાન ખાનની નાનકડી ફેન સુઝી ફિલ્મ સુલતાનનો હિસ્સો છે. સુઝી ખાન સાથે અનુષ્કા શર્માની તસ્વીરો આવી હતી ખબર હતી કે ફિલ્મમાં અનુષ્કા શર્માના બાળપણનું પાત્ર સુઝી ખાન કરવાની છે.
પહેલા આ પાત્ર કોઈ બીજી છોકરી કરવાની હતી પરંતુ બાદમાં સલમાન ખાનને લાગ્યું કે સુઝી ખાન જ તેમાં સારી લાગશે. ખબર નું માન્યે તો હવે સુઝી ખાન અનુષ્કા શર્માના બાળપણનું નહી પરંતુ સલમાન ખાનની દિકરીનો રોલ કરી રહી છે.
સુઝી ખાનને લેવા માટે સલમાન ખાને બીજી ચાઈલ્ડ આર્ટીસ્ટને કાઢી મૂકી. પોતાના મનગમતા ચાઈલ્ડ આર્ટીસ્ટ માટે બીજાનું દિલ તોડવું, સલમાન ખાન આવા તો ના હતા. તો જુઓ સલમાન ખાનનું કેટલીક બેસ્ટ તસ્વીરો તેના ચાઈલ્ડ આર્ટીસ્ સાથે....

સુલતાનની દિકરી
સુઝી ખાન એક ચાઈલ્ડ આર્ટીસ્ટ છે. જે દુબઈમાં રહે છે. સુઝી ખાનની માં બોલિવૂડ ફિલ્મોની ફેન છે.

સુઝી ખાન
સુઝી ખાન નામથી કોઈને પણ યાદ નહી હોઈ. પરંતુ આ તે જ છોકરી છે જે બજરંગી ભાઈજાન ફિલ્મ જોતી વખતે ખુબ જ રડી હતી અને તેનો વીડિયો વાયરલ પણ થયો હતો.

પહેલા અનુષ્કાનો રોલ
સુઝી ખાન સલમાન ખાનની ખુબ જ મોટી ફેન છે અને પહેલા તો સુલતાન ફિલ્મમાં અનુષ્કા શર્માના નાનપણનો રોલ કરતી જોવા મળશે.

ખુબ રડી હતી
સુઝી ખાન બજરંગી ભાઈજાન ફિલ્મ જોતી વખતે ખુબ જ રડી હતી અને તેનો વીડિયો વાયરલ પણ થયો હતો.

સુઝી ખાન
હાલમાં સલમાન ખાન અને સુઝી ખાન સુલતાનના સેટ પર મળ્યા અને બંનેએ ખુબ મસ્તી કરી. સલમાન ખાને સુઝી ખાનને પોતાનું બ્રેસલેટ પણ ગીફ્ટ તરીકે આપ્યું.

રુહાનીકા ધવન
સલમાન ખાનની ફિલ્મ જય હો માં રુહીએ નાનકડો રોલ કર્યો હતો.

ચિલ્લર પાર્ટી
આ ફિલ્મ સલમાન ખાને પ્રોડ્યુઝ કરી હતી.

હર્ષાલી મલ્હોત્રા
નાનકડી હર્ષાલી તો સલમાન ખાન ની જાન છે. બંનેની બોન્ડીંગ ફિલ્મમાં અને બહાર પણ ઘણી જ સારી છે.

નમન જૈન
નમન જૈન બોલિવૂડના સૌથી ક્યુટ ચાઈલ્ડ આર્ટીસ્ટ છે. સલમાન ખાનની ફિલ્મ જય હો માં પણ તેને સારો એવો રોલ હતો.












Click it and Unblock the Notifications
