ખુલશે રહસ્ય.... મધુબાલા સાથે યુસુફે કેમ ન કર્યા લગ્ન?

બે ભાગોમાં લખેયાલ આ પુસ્તક દિલીપ કુમારના નવ દાયકાના લાંબા ફિલ્મી કૅરિયર, સાયરાબાનો સાથે તેમના પ્રણય સંબંધો, જીવનના કેટલાક વણસ્પર્શેલા પાસાઓ પર આધારિત છે. પુસ્તકમાં દિલીપ કુમાર તથા તેમના પરિવારની કેટલીક દુર્લભ તસવીરો પણ છે. આ પુસ્તક પ્રત્યે લોકોનો રસ એટલા માટે પણ છે, કારણ કે લોકો જાણે છે કે આ જ એ પુસ્તક છે કે જેમાં લોકોને તે સવાલનો જવાબ મળશે કે જેને તેઓ ઘણા વખતથી શોધી રહ્યાં છે. તે સવાલ છે કે બૉલીવુડના અખૂટ સૌંદર્યના રાણી મધુબાલા સાથે લાંબા સમય સુધી ઇશ્ક કરરનાર યુસુફ સાહેબે તેમની સાથે લગ્ન કેમ નહીં કર્યાં અને અચાનક પોતાના કરતાં બહુ નાના વયના સાયરાબાનોને કેમ પોતાના બેગમ બનાવ્યાં?
ઉદય તારા નાયરે જણાવ્યું કે દિલીપ સાહેબ જેવા જ સ્વસ્થ થઈ લૉન્ચિંગ કાર્યક્રમમાં શામેલ થવા યોગ્ય બની જશે કે અમે કાર્યક્રમ રાખીશું. તેમના આરોગ્યમાં ઝડપથી સુધારો થાય છે. અમે ટુંકમાં જ પુસ્તક લૉન્ચ કરી શકીશું. નોંધનીય છે કે દિલીપ કુમારના જીવન પર આ લગભગ ચોથુ પુસ્તક હશે. અગાઉ વિનીતા લાંબા, સંજીત નાવરેકર તથા લૉર્ડ મેઘનાદ દેસાઈના પુસ્તકો પ્રસિદ્ધ થઈ ચુક્યાં છે.












Click it and Unblock the Notifications
