For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલીપ કુમારની તબિયત ફરીથી બગડી, શ્વાસ લેવામાં મુશ્કેલી, હોસ્પિટલમાં કરાવાયા ભરતી

બૉલિવુડ અભિનેતા દિલીપ કુમારને મંગળવારે સવારે મુંબઈની પીડી હિંદુજા હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે.

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ બૉલિવુડ અભિનેતા દિલીપ કુમારને મંગળવારે સવારે મુંબઈની પીડી હિંદુજા હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. તેમને શ્વાસ લેવા સંબંધિત ફરિયાદ હતી જેના કારણે ડૉક્ટરોએ તરત જ તેમના ફેફસાની તપાસ કરી. જેમાં પ્લયુરલ એફ્યુશન જાણવા મળ્યુ જેના કારણે તેમના ફેફસાની આસપાસ તરલ પદાર્થ જમા થઈ રહ્યો હોવાના લીધે બરાબર શ્વાસ લઈ શકતા નથી. ડૉક્ટરોના જણાવ્યા મુજબ પ્રારંભિક ઈલાજ બાદથી તેમની હાલત સ્થિર છે. તે ક્યાં સુધી ડિસ્ચાર્જ થશે તે વિશે હજુ સુધી કંઈ કહી શકાય નહિ.

dilip kumar

દિલીપ કુમારની ઉંમર 91 વર્ષની છે જેના કારણે તેમના ફેફસા હવે બરાબર કામ નથી કરી રહ્યા. આ મહિને 6 જૂને પણ તેમને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. ત્યારે તે બાઈલેટરલ પ્લયુરલ એફ્યુશનથી પીડિત જોવા મળ્યા હતા. થોડા દિવસો સુધી તેમને હોસ્પિટલમાં ઈલાજ ચાલ્યો ત્યારબાદ 11 જૂને તે ડિસ્ચાર્જ થઈ ગયા. હવે ફરીથી તેમના ફેફસાના બહારના પ્લયુરલમાં તરલ પદાર્થ જમા થઈ ગયો છે. સાથે જ તેમના શરીરમાં હિમોગ્લોબિનનુ સ્તર પણ થોડુ ઓછુ છે. આમ તો તેમના પરિવારે આ અંગે કોઈ નિવેદન આપ્યુ નથી પરંતુ સૂક્ષો મુજબ હાલમાં તેઓ આઈસીયુમાં છે.

દિલીપ કુમારની દેખરેખની જવાબદારી તેમની પત્ની સાયરા બાનુ પર છે. તે તેમનુ ખાસ ધ્યાન રાખે છે. સાથે જ સોશિયલ મીડિયા દ્વારા પોતાના ફેન્સને હેલ્થ અપડેટ આપતા રહે છે. જ્યારે દેશભરમાં કોરોના મહામારી ફેલાઈ હતી ત્યારે તેમણે દિલીપ સાહેબ માટે ખાસ વ્યવસ્થા કરી હતી. આ દરમિયાન તેમના પરિવારમાં ઘણા લોકો સંક્રમિત થયા પરંતુ દિલીપ સાહેબને કંઈ નથી થયુ. સાયરા બાનુ દિલીપ સાહેબને પ્રેમથી કોહિનૂર કહીને બોલાવે છે.

English summary
Dilip Kumar hospitalised in mumbai due to pleural effusion
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X