મધુબાલાને પ્રેમ કરનારા દિલીપે કર્યા હતા 22 વર્ષ નાની સાયરા બાનુ સાથે લગ્ન, આજે મોતે કર્યા અલગ
લોકોને પોતાના દીવાના બનાવનાર હિંદી સિનેમાના મહાન નાયક દિલીપ કુમારની લવ સ્ટોરી જાણો.
મુંબઈઃ લોકોને પોતાના દીવાના બનાવનાર હિંદી સિનેમાના મહાન નાયક દિલીપ કુમારે આજે 98 વર્ષે દુનિયાને અલવિદા કહી દીધુ. દિલીપ કુમારના નિધનથી બૉલિવુડમાં શોકની લહેર દોડી ગઈ છે. ફિલ્મી સ્ટાર્સ સહિત દેશની ઘણી દિગ્ગજ હસ્તીઓએ ટ્રેજેડી કિંગ દિલીપ કુમારના નિધન પર ઉંડો શોક પ્રગટ કર્યો છે. દિલીપ કુમાર માત્ર એક અભિનેતા નહોતા પરંતુ તે ફિલ્મી દુનિયાના એ મહાન કલાકાર હતા જેમના જવાથી આજે એક યુગનો અંત આવી ગયો છે.

'મુગલ-એ-આઝમ'ની જેમ અધૂરો રહી ગયો પ્રેમ
બૉલિવુડના પહેલા 'દેવદાસ' તરીકે લોકપ્રિય બનેલા દિલીપ કુમારે ફિલ્મી કેનવાસ પર મુગલ-એ-આઝમ તરીકે મહોબ્બતની એની અમર કહાની લખી છે જેને લખવી દરેકના બસની વાત નથી. પરંતુ શું તમને ખબર છે કે આ કહાની લખતી વખતે ફિલ્મી પડદે સલીમ એટલે કે દિલીપ કુમારને અનારકલી એટલે કે મધુબાલા સાથે ખરેખર પ્રેમ થઈ ગયો હતો. આ પ્રેમ એટલો ખાસ હતો અને દરેકને આશા હતી કે આ પ્રેમ લગ્નની મંઝિલ સુધી જરૂર પહોંચશે પરંતુ આવુ ન થઈ શક્યુ અને મુગલ-એ-આઝમની જેમ જ બંનેની મહોબ્બત રીયલ લાઈફમાં પણ અધૂરી જ રહી ગઈ.

મે મધુબાલા જેવી સુંદર સ્ત્રી નથી જોઈઃ દિલીપ કુમાર
પોતાની બાયોગ્રાફીમાં દિલીપ કુમારે ખુલાસો કર્યો હતો કે તે મધુબાલાના પ્રેમમાં પડી ગયા હતા. તેમણે મધુબાલા જેવી સુંદર, હસમુખ અને ઝિંદાદિલ મહિલા પહેલા ક્યારેય નહોતી જોઈ. તેઓ મધુબાલાના અભિનયના કાયલ હતા. તેમની સાથે કામ કરતા-કરતા દિલીપ કુમારનુ દિલ ક્યારે તેમના પર આવી ગયુ તેમને ખબર નહોતી. દિલીપ કુમારે પોતાના પુસ્તકમાં મધુબાલાની ખુલીને પ્રશંસા કરી હતી અને તેની સાથે પોતાના પ્રેમનો ખુલીને ઈઝહાર કર્યો હતો અને એ પણ જણાવ્યુ હતુ કે છેવટે તેમના લગ્ન મધુબાલા સાથે કેમ ન થયા.

દિલીપ કુમારને મધુબાલાના પિતા પસંદ નહોતા કરતા...
વાસ્તવમાં દિલીપ કુમારને મધુબાલાના પિતા પસંદ નહોતા કરતા. મધુબાલા પર પરિવારની જવાબદારી હતી. તેમના પિતાને લાગતુ હતુ કે મધુબાલા લગ્ન પછી પરિવાર પર ધ્યાન નહિ આપી શકે અને આના કારણે તે નહોતા ઈચ્છતા કે દિલીપ કુમાર સાથે મધુબાલા લગ્ન કરે અને આના કારણે આ પ્રેમ કહાની અધૂરી રહી ગઈ. પરંતુ ત્યારબાદ પણ દિલીપ કુમારને ફરીથી પ્રેમ થઈ ગયો અને તેમની લાઈફમાં 22 વર્ષ નાની ખૂબ જ સુંદર અભિનેત્રી સાયરા બાનોની એન્ટ્રી થઈ.

દિલીપ કુમારથી 22 વર્ષ નાની હતી સાયરા બાનો
તમને જણાવી દઈએ કે સાયરા બાનોથી દિલીપ કુમારે વર્ષ 1966માં લગ્ન કર્યા હતા. લગ્ન સમયે દિલીપ કુમાર 44 વર્ષના હતા અને સાયરા 22 વર્ષના હતા. ત્યારે અભિનેત્રી સાયરાએ કહ્યુ હતુ કે 12 વર્ષની ઉંમરમાં પહેલી વાર તેમણે એક દિવસ દિલીપ કુમારની આન ફિલ્મ જોઈ અને તેમને દિલીપ સાહેબ સાથે પ્રેમ થઈ ગયો હતો પરંતુ ત્યારે તેમને ખબર નહોતી કે એક દિવસ એ સાચેમાં તેમની બેગમ બની જશે. પ્રેમ, ત્યાગ, સમર્પણનો આ સંબંધ આજે મોતે ખતમ કરી દીધો. સાયરા બાનોએ પડછાયાની જેમ દિલીપ કુમારનો સાથ આપ્યો. તે તેમને સાહેબ કહીને બોલાવતા હતા.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે










Click it and Unblock the Notifications
