For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Exclusive : ડિસેમ્બરે આપ્યાં ત્રણ-ત્રણ સુપરસ્ટાર્સ!

By કન્હૈયા કોષ્ટી
|
Google Oneindia Gujarati News

મુંબઈ, 27 નવેમ્બર : બૉલીવુડમાં આજકાલ તો સૌને સુપરસ્ટાર તરીકે સંબોધી દેવાય છે, પરંતુ એક જમાનો હતો કે જ્યારે સુપરસ્ટારની પદવી સાચે જ જે સુપરસ્ટાર હોય, તેને અપાતી હતી. જ્યાં સુધી સુપરસ્ટાર શબ્દની બૉલીવુડમાં ઉપજની વાત છે, તો સૌ જાણે છે કે રાજેશ ખન્ના જ બૉલીવુડના પ્રથમ સુપરસ્ટાર તરીકે સંબોધાયા, પરંતુ એ વાતથી પણ કોઈ અજાણ નથી કે રાજેશ ખન્નાનો અભિનય દિલીપ કુમારમાંથી ઉતરી આવતો હતો અને રાજેશ બાદ આ શ્રેણીમાં અમિતાભ બચ્ચન તથા પછી શાહરુખ ખાનની ગણતરી થઈ અને તેમના અભિનયમાં પણ દિલીપની છાપ જોવા મળી હતી.

ખેર, અહીં વાત સુપરસ્ટારની પરમ્પરાની નથી કરવી, પરંતુ ડિસેમ્બરના મહીનાની કરવી છે કે જેણે બૉલીવુડને તેનો પ્રથમ અઘોષિત સુપરસ્ટાર આપ્યો હતો. હા જી, દિલીપ કુમારનો જન્મ ડિસેમ્બર માસમાં જ થયો હતો. ડિસેમ્બરે એકલા દિલીપ કુમાર જ નહીં, પણ બૉલીવુડના પ્રથમ સુપરસ્ટાર રાજેશ ખન્ના અને સાઉથના સુપરસ્ટાર રજનીકાંત પણ આપ્યાં, તો આજના બૉલીવુડ દબંગ સલમાન ખાન પણ ડિસેમ્બરની જ ઉપજ છે. આમ જોઇએ તો ડિસેમ્બરે બૉલીવુડને એક, બે નહીં, પણ ત્રણ-ત્રણ સુપરસ્ટાર્સ આપ્યાં છે.

બૉલીવુડ માટે ડિસેમ્બર માસ એટલા માટે પણ મહત્વનું ગણાય, કારણ કે તે માસમાં હી-મૅન ધર્મેન્દ્ર, શૉટગન શત્રુઘ્ન સિન્હા, જાણીતા સંગીતકાર નૌશાદ અને પ્રખર ફિલ્મમેકર ગોવિંદ નિહલાણી, શેખર કપૂર, શ્યામ બેનેગલ જેવા સ્ટાર્સ પણ આપ્યાં, તો બૉલીવુડના દીવાના-મસ્તાના એટલે કે અનિલ કપૂર અને ગોવિંદા, મસ્તી ફૅમ રીતેશ દેશમુખ અને ડૅસિંગ બૉય જ્હૉન અબ્રાહમ પણ આ જ મહીને અવતર્યા હતાં.

ચાલો તસવીરો સાથે જોઇએ બૉલીવુડના ડિસેમ્બર-બર્થ સ્ટાર્સ :

રાકેશ બેદી

રાકેશ બેદી

ડિસેમ્બરમાં પ્રથમ જન્મ દિવસ આવે છે નાના પડદા અને મોટા પડદાના જાણીતા કલાકાર રાકેશ બેદીનો. તેઓ 1લી ડિસેમ્બર, 1956ના રોજ જન્મ્યા હતાં. તેઓ આ વખતે 57મો જન્મ દિવસ ઉજવશે.

ઉદિત નારાયણ

ઉદિત નારાયણ

પ્રસિદ્ધ પાર્શ્વ ગાયક ઉદિત નારાયણ પણ 1લી ડિસેમ્બરે 58મો જન્મ દિવસ ઉજવશે. તેમની જન્મ તારીખ છે 1-12-1955.

કોંકણા સેન શર્મા

કોંકણા સેન શર્મા

બૉલીવુડના જાણીતા અભિનેત્રી કોંકણા સેન શર્મા 3જી ડિસેમ્બરે જન્મ દિવસ ઉજવશે. આ તેમનો 3જી ડિસેમ્બર, 1979ના રોજ જન્મ થયો હતો. તેઓ 34મો જન્મ દિવસ ઉજવશે.

સારા જેન ડિયાસ

સારા જેન ડિયાસ

અભિનેત્રી સારા જેન ડિયાસ 3જી ડિસેમ્બરે 31મો જન્મ દિવસ ઉજવશે.

જાવેદ જાફરી

જાવેદ જાફરી

ડિસેમ્બરે જાવેદ જાફરી જેવા ઉમ્દા કલાકાર પણ આપ્યાં છે. જાવેદ જાફરીનો જન્મ 4થી ડિસેમ્બર, 1963ના રોજ થયો હતો. તેઓ આ વખતે 50મો જન્મ દિવસ ઉજવશે.

સારિકા

સારિકા

જાણીતા અભિનેત્રી અને સાઉથના સુપર સ્ટાર કમલ હસનના પત્ની સારિકા 5મી ડિસેમ્બરે 53મો જન્મ દિવસ ઉજવશે.

નાદિરા

નાદિરા

ડિસેમ્બરે નાદિરા જેવા શાનદાર અભિનેત્રી પણ બૉલીવુડને ભેંટ ધરી હતી. તેમનો જન્મ 5મી ડિસેમ્બર, 1932ના રોજ બગદાદ ખાતે થયો હતો અને 9મી ફેબ્રુઆરી, 2006ના રોજ તેમનું નિધન થયું.

શેખર કપૂર

શેખર કપૂર

જાણીતા ફિલ્મમેકર શેખર કપૂર પણ ડિસેમ્બરની જ દેણ છે. તેમનો જન્મ 6ઠી ડિસેમ્બર, 1945ના રોજ થયો હતો. તેઓ હવે 68 વર્ષના થશે.

ધર્મેન્દ્ર

ધર્મેન્દ્ર

ડિસેમ્બરે જ બૉલીવુડને તેના પ્રથમ હી-મૅનની ભેંટ ધરી. જી હા, ધર્મેન્દ્રનો જન્મ પણ 8મી ડિસેમ્બર, 1935ના રોજ થયો હતો. તેઓ આ વખતે 78મો જન્મ દિવસ ઉજવશે.

શત્રુઘ્ન સિન્હા

શત્રુઘ્ન સિન્હા

બૉલીવુડમાં શૉટગન તરીકે વિખ્યાત શત્રુઘ્ન સિન્હા પણ ડિસેમ્બરમાં અવતર્યા હતાં. તેમનો જન્મ 9મી ડિસેમ્બર, 1945ના રોજ થયો હતો. સોનાક્ષી સિન્હાના પિતા શત્રુઘ્ન આ વખતે 68મો જન્મ દિવસ ઉજવશે.

દીયા મિર્ઝા

દીયા મિર્ઝા

હૈદરાબાદી ગર્લ અને મૉડેલ-કમ-બૉલીવુડ અભિનેત્રી દીયા મિર્ઝાનો જન્મ 9મી ડિસેમ્બર, 1981ના રોજ થયો હતો.

રતિ અગ્નિહોત્રી

રતિ અગ્નિહોત્રી

એક દૂજે કે લિયે ફૅમ રતિ અગ્નિહોત્રી બૉલીવુડમાં અનેક હિટ ફિલ્મો આપી હતી. તેઓ 10મી ડિસેમ્બર, 1960ના રોજ જન્મ્યા હતાં. તેમના પુત્ર તનુજ વીરવાણી બૉલીવુડમાં છે. રતિ આ વખતે 53મો જન્મ દિવસ ઉજવશે.

અંજના સુખાણી

અંજના સુખાણી

અભિનેત્રી-મૉડેલ અંજના સુખાણી પણ ડિસેમ્બરમાં જન્મ્યા હતાં. તેઓ 10મી તારીખે 35મો જન્મ દિવસ ઉજવશે.

કિમી કાટકર

કિમી કાટકર

વીતેલા જમાનાના જાણીતા અભિનેત્રી કિમી કાટકર પણ ડિસેમ્બરની દેણ છે. તેઓ 11મી ડિસેમ્બરે 48મો જન્મ દિવસ ઉજવશે.

દિલીપ કુમાર

દિલીપ કુમાર

ડિસેમ્બરની સૌથી મોટી દેણ બૉલીવુડ માટે કોઈ હોય, તો તે દિલીપ કુમાર છે. દિલીપ કુમાર બૉલીવુડના અભિનય સમ્રાટ તરીકે વિખ્યાત થયાં. કહે છે કે રાજેશ ખન્ના, અમિતાભ બચ્ચન અને શાહરુખ ખાનના અભિનયમાં દિલીપની છાપ ઉપસી આવે છે. દિલીપનો જન્મ 11મી ડિસેમ્બર, 1922ના રોજ થયો હતો. આ હિસાબે તેઓ આ વખતે 91મો અડિખમ જન્મ દિવસ ઉજવશે.

રજનીકાંત

રજનીકાંત

ડિસેમ્બરની બીજી સૌથી મોટી દેણ રજનીકાંત ગણી શકાય. દક્ષિણના સુપર સ્ટાર રજનીકાંતનો જન્મ 12મી ડિસેમ્બર, 1950ના રોજ થયો હતો. રજનીકાંત આ વખતે પોતાનો 63મો જન્મ દિવસ ઉજવવાના છે. તેઓ એટલા લોકપ્રિય છે કે દક્ષિણથી માંડી સમગ્ર ભારત અને વિદેશોમાં પણ તેમની ખ્યાતિનો ડંકો વાગે છે.

શ્યામ બેનેગલ

શ્યામ બેનેગલ

બૉલીવુડને પ્રખર ફિલ્મ નિર્માતા-દિગ્દર્શક તરીકે શ્યામ બેનેગલની ભેંટ પણ ડિસેમ્બરે જ ધરી છે. શ્યામનો જન્મ 14મી ડિસેમ્બર, 1934ના રોજ થયો હતો. તેઓ આ વખતે 79 વર્ષના થઈ જશે.

બિસ્વજીત

બિસ્વજીત

બૉલીવુડના જાણીતા અભિનેતા બિસ્વજીત ચૅટર્જીનો જન્મ પણ 14મી ડિસેમ્બર, 1936ના રોજ થયો હતો. તેઓ 77 વર્ષના થશે.

સુરેશ ઓબેરૉય

સુરેશ ઓબેરૉય

17મી ડિસેમ્બર, 1946ના રોજ જન્મેલા સુરેશ ઓબેરૉય 67 વર્ષના થશે. તેમણે અનેક હિન્દી ફિલ્મોમાં વિલન ઉપરાંત વિવિધ પ્રકારની ભૂમિકાઓ ભજવી છે. આ વખતે કદાચ તેઓ પોતાના પુત્ર વિવેક ઓબેરૉયની ક્રિશ 3ની સફળતાની ઉજવણી સાથે જન્મ દિવસ ઉજવશે.

વિજૂ ખોટે

વિજૂ ખોટે

ડિસેમ્બરે જ બૉલીવુડને અમર-પાત્ર કાલિયા આપ્યો હતો. હા જી, વિજૂ ખોટેનો જન્મ દિવસ 17મી ડિસેમ્બરે જ આવે છે. તેમણે અનેક ફિલ્મોમાં કામ કર્યુ છે, પરંતુ શોલેમાં તેમણે ભજવેલ કાલિયા નામનું પાત્ર હંમેશા માટે તેમના નામ સાથે જોડાઈ ગયું છે.

જ્હૉન અબ્રાહમ

જ્હૉન અબ્રાહમ

બૉલીવુડના ડૅસિંગ બૉય જ્હૉન અબ્રાહમ પણ ડિસેમ્બરમાં જ અવતર્યા હતાં. 17મી ડિસેમ્બર, 1972ના રોજ જ્હૉન અબ્રાહમ 41મો જન્મ દિવસ ઉજવશે.

રીતેશ દેશમુખ

રીતેશ દેશમુખ

મસ્તી બૉય રીતેશ દેશમુખ પણ 17મી ડિસેમ્બરના રોજ અવતર્યા હતાં. 1978ના વર્ષમાં જન્મેલા રીતેશ બૉલીવુડમાં કૉમેડી ફિલ્મો માટે જાણીતા છે. આ વખતે તેઓ 35મો જન્મ દિવસ ઉજવનાર છે.

ગોવિંદ નિહલાણી

ગોવિંદ નિહલાણી

તમસ ફૅમસ ગોવિંદ નિહલાણી જેવા ફિલ્મમેકર પણ બૉલીવુડને ડિસેમ્બરે જ આપ્યાં છે. ગોવિંદનો જન્મ 19મી ડિસેમ્બર, 1940ના રોજ થયો હતો. તેઓ 73મો જન્મ દિવસ ઉજવશે.

સોહેલ ખાન

સોહેલ ખાન

બૉલીવુડના દબંગ સલમાન ખાનના ભાઈ અને અભિનેતા-નિર્માતા સોહેલ ખાન પણ ડિસેમ્બરમાં અવતર્યા હતાં. તેમનો જન્મ 20મી ડિસેમ્બર, 1970ના રોજ થયો હતો. જય હો ફિલ્મમાં વ્યસ્ત સોહેલ આ વખતે 43મો જન્મ દિવસ ઉજવશે.

ગોવિંદા

ગોવિંદા

બૉલીવુડમાં ઇલ્ઝામ જેવી હિટ ફિલ્મ સાથે શરુઆત કરનાર અને એક દાયકા સુધી એક્શન-કૉમેડી ફિલ્મો દ્વારા બૉલીવુડ ઉપ રાજ કરનાર ગોવિંદા 21મી ડિસેમ્બરે 50 વર્ષના થઈ જશે.

અનિલ કપૂર

અનિલ કપૂર

તેઝાબ ફૅમ અનિલ કપૂર 24મી ડિસેમ્બરના રોજ 24મી ડિસેમ્બરના રોજ 57 વર્ષના થઈ જશે. અનિલના પુત્રી સોનમ કપૂર હાલ ટોચના અભિનેત્રી છે અને અનિલ પોતે પણ સક્રિય છે.

પ્રીતિ સપ્રુ

પ્રીતિ સપ્રુ

અભિનેત્રી પ્રીતિ સપ્રુ પણ 24મી ડિસેમ્બરે 56મો જન્મ દિવસ ઉજવશે.

નગ્મા

નગ્મા

દક્ષિણના અભિનેત્રી અને બૉલીવુડમાં સલમાન ખાન સાથે બાગી ફિલ્મ દ્વારા કૅરિયર શરૂ કરનાર નગ્મા 25મી ડિસેમ્બરે 39મો જન્મ દિવસ ઉજવશે.

નૌશાદ

નૌશાદ

બૉલીવુડના જાણીતા સંગીતકાર નૌશાદ પણ ડિસેમ્બરની જ દેણ છે. તેમનો જન્મ 25મી ડિસેમ્બર, 1919ના રોજ થયો હતો અને નિધન 5મી મે, 2006ના રોજ થયુ હતું.

રાજેશ પુરી

રાજેશ પુરી

ટેલીવિઝન અને ફિલ્મોમાં અનેક પ્રકારની ભૂમિકાઓ ભજવનાર રાજેશ પુરી પણ 26મી ડિસેમ્બરના રોજ જન્મ દિવસ ઉજવશે.

વિજય અરોરા

વિજય અરોરા

યાદોં કી બારાત જેવી અનેક ફિલ્મોમાં કામ કરનાર અને છેલ્લે રામાયણ સીરિયલમાં ઇંદ્રજીતનું અમર-પાત્ર ભજવનાર વિજય અરોરા પણ ડિસેમ્બરે જ અવતર્યા હતાં. તેમનો જન્મ 27મી ડિસેમ્બર, 1944ના રોજ થયો હતો.

સલમાન ખાન

સલમાન ખાન

બૉલીવુડમાં હાલમાં સૌથી ચર્ચિત અભિનેતા સલમાન ખાન છે અને તેઓ પણ ડિસેમ્બરની જ દેણ છે. સલમાન ખાન 27મી ડિસેમ્બર, 1965ના રોજ જન્મ્યા હતાં. આ વખતે તેઓ 48મો જન્મ દિવસ ઉજવશે અને કદાચ આ વખતે પણ તેમની ઉંમર સાથે જ તેમના લગ્ન અંગેની ચર્ચાઓ વહેતી થશે કે તેઓ ક્યાં સુધી કુંવારા રહેશે.

રાજેશ-ટ્વિંકલ

રાજેશ-ટ્વિંકલ

બૉલીવુડને પ્રથમ સુપર સ્ટાર રાજેશ ખન્ના તરીકે આપનાર ડિસેમ્બર જ છે. રાજેશ ખન્નાનો જન્મ 29મી ડિસેમ્બર, 1942ના રોજ થયો હતો. 18મી જુલાઈ, 2012ના રોજ તેમનું નિધન થયું. બીજી બાજુ તેમના પુત્રી અને અક્ષય કુમારના પત્ની તથા અભિનેત્રી ટ્વિંકલનો જન્મ દિવસ પણ 29મી ડિસેમ્બરે જ આવે છે. ટ્વિંકલ આ 29મીએ 40મો જન્મ દિવસ ઉજવશે.

English summary
December is the month of Abhinay Samrat Dilip Kumar, superstar of south indian cinema Rajinikanth and Bollywood's Dabangg Salman Khan, who will celebrate their birthday in this month.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X