દિલીપ કુમાર હોસ્પિટલમાં ભરતી, પત્ની સાયરા બાનોએ જણાવ્યુ કેવી છે તબિયત
દિગ્ગજ અભિનેતા દિલીપ કુમાર હાલમાં જ અમુક આરોગ્ય સંબંધી કારણોના લીધે હોસ્પિટલમાં ભરતી થયા હતા.
મુંબઈઃ હિંદી સિનેમા જગતના દિગ્ગજ અભિનેતા દિલીપ કુમાર હાલમાં જ અમુક આરોગ્ય સંબંધી કારણોના લીધે હોસ્પિટલમાં ભરતી થયા હતા. 98 વર્ષીય અભિનેતા દિલીપ કુમારને અમુક રૂટીન ચેકઅપની જરૂર હતી એટલા માટે તેમને હોસ્પિટલમાં ભરતી થવુ પડ્યુ. દિલીપ કુમારના ચાહકો માટે રાહતના સમાચાર આવ્યા છે કે અભિનેતાની તબિયત એકદમ સારી છે અને તેઓ 2 મે એટલે કે રવિવારે હોસ્પિટલથી ડિસ્ચાર્જ થઈ શકે છે. દિલીપ કુમારની પત્ની અને અભિનેત્રી સાયરા બાનોને આ માહિતી આપી છે. સાયરા બાનોએ કહ્યુ છે, 'દિલીપ કુમાર સાહેબ ઠીક થઈ રહ્યા છે. કાલે(રવિવારે) તેમને હોસ્પિટલથી રજા મળી જશે.'

દિલીપ કુમારને કોરોના સંકટના કારણે ગયા વર્ષે ડિસેમ્બર 2020માં પોતાના જન્મદિવસ મનાવવાનો ઈનકાર કરી દીધો હતા. 11 ડિસેમ્બર 2020એ દિલીપ કુમારનો જન્મદિવસ હતો. જ્યારે તેમની પત્ની સાયરા બાનો હંમેથા જરૂરિયાતમંદોની મદદ કરતા રહે છે. દિલીપ કુમારે હાલમાં જ પોતાના અધિકૃત ટ્વિટર હેન્ડલથી કોરોનાની બીજી લહેરને જોતા બધાને પોતાનુ ધ્યાન રાખવાની અપીલ કરી હતી. તેમણે ટ્વિટ કર્યુ હતુ - 'બધા લોકો સુરક્ષિત રહો.'
કોરોના કાળમાં દિલીપ કુમારની તબિયત ખરાબ હોવાના કારણે તેમના ફેન્સ ઘણા પરેશાન થઈ ગયા હતા. ઘણા ફેન્સે સોશિયલ મીડિયા પર વેટરન એક્ટરની તબિયત વિશે ચિંતા વ્યક્ત કરી. દિલીપ કુમારના ઠીક થવાની ફેન્સ સોશિયલ મીડિયા પર દુઆ માંગી રહ્યા હતા. જો કે હવે સાયરા બાનોના આ નિવેદન બાદ દિલીપ કુમારના ફેન્સને રાહત મળી હશે.












Click it and Unblock the Notifications
