For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ડીડીએલજે છે ભારતીય સિનેમાની બેસ્ટ ફિલ્મ

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 9 મે : વર્ષ 1995ની બેસ્ટ લવ સ્ટોરી દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે આજે પણ બેસ્ટ છે. અરે એવું અમે નથી કહેતાં. ઇંગ્લૅન્ડની સૌથી મોટી પે-પર-વ્યૂ કમ્પની દ્વારા કરાવવામાં આવેલ ઑનલાઇન વૉટિંગનું આ તારણ છે.

હિન્દી સિનેમાના સો વર્ષ પૂર્ણ થવા પ્રસંગે પે-પર-વ્યૂ કમ્પનીએ ઑનલાઇન મતદાન કરાવ્યું હતું. તેમાં સૌથી વધુ વોટિંગ એટલે કે 47 ટકા મત દિલવાલે દુલ્હનિયા લે જાયેંગેને મળ્યાં છે. ડીડીએલજે ફિલ્મે નંબર વનની પૉઝિશન 1951માં બનેલી રાજ કપૂરની આવારા, 1957માં રિલીઝ થયેલ મહેબૂબ ખાનની મધર ઇન્ડિયા તથા 1975માં આવેલ રમેશ શિપ્પીની શોલે જેવી ફિલ્મોને મહ્તા આપી હાશલ કરી છે.

નોંધનીય છે કે દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે આદિત્ય ચોપરા દિગ્દર્શિત પ્રથમ ફિલ્મ હતી. નિર્માતા યશ ચોપરા હતાં. આ રોમાંટિક ડ્રામા અંગે યશ ચોપરાએ જણાવ્યુ હતું કે ફિલ્મનો હીરો હીરોઇનને ભગાડીને નથી લઈ જતો, પણ તેના ઘરના લોકોની સંમતિથી અપનાવે છે. તેથી જ આ ફિલ્મ લોકોને ગમી છે. સિલ્વર સ્ક્રીન ઉપર રાજ-સિમરન એટલે કે શાહરુખ ખાન અને કાજોલને બેસ્ટ લવર બનાવનાર આ ફિલ્મ ભારતીય સિનેમાની અમર ફિલ્મ થઈ ગઈ છે. આ ફિલ્મ મુંબઈના મરાઠા મંદિર થિયેટરમાં 900 વિક ચાલી હતી કે જે એક રેકૉર્ડ છે.

English summary
Dilwale Dulhania Le Jayenge voted favourite Indian film of the past 100 years.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X