Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

તારક મહેતા ફેમ સોઢી ગુરૂચરણ સિંહનું લાપત્તા થવુ પબ્લિસિટી સ્ટંટ? જાણો કેમ શરૂ થઈ આ ચર્ચા?

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ ગુરૂચરણ સિંહ લાપત્તા છે અને તેના કોઈ સમાચાર નથી. 22 એપ્રિલથી પોલીસ સતત તપાસ કરી રહી છે ત્ચારે હવે આ કેસમાં નવી ચર્ચા શરૂ થઈ છે.

એક્ટર ગુરચરણ સિંહ 22 એપ્રિલથી ગુમ છે. અભિનેતા વિશે હજુ સુધી કોઈ માહિતી બહાર આવી નથી. તે કઈ હાલતમાં છે અને ક્યાં છે, પોલીસ આ મામલે સતત તપાસ કરી રહી છે. પોલીસ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના સેટ પર પણ જઈ રહી છે અને સમગ્ર સ્ટાર કાસ્ટની પૂછપરછ કરી રહી છે.

Sodhi

એક તરફ ગુરચરણ સિંહના ફેન્સ અને તેનો પરિવાર ચિંતિત છે તો બીજી તરફ સોશિયલ મીડિયા ઈન્ફ્લૂએન્સર ફૈઝાન અન્સારીએ દાવો કર્યો છે કે અભિનેતા આ બધું માત્ર પબ્લિસિટી સ્ટંટ માટે કરી રહ્યા છે. તેમણે કહ્યું કે ગુરુચરણ સિંહનું ગાયબ થવું માત્ર એક ઢોંગ છે અને તે માત્ર ચાહકોનું ધ્યાન આકર્ષિત કરવા માટે આ કરી રહ્યા છે.

ફૈઝાન અંસારી ઘણીવાર તમામ મુદ્દા પર પોતાનો ખુલ્લો અભિપ્રાય આપે છે. હાલમાં જ તેણે ગુરુચરણ સિંહને લઈને મોટો દાવો કર્યો છે. મિડ-ડેના અહેવાલ મુજબ, ફૈઝાને કહ્યું કે, મારા મિત્રએ લિંક શેર કરી, મેં ગુરુચરણ સિંહ વિશે વાંચ્યું. તેણે જાણી જોઈને દિલ્હીમાં તેના ગુમ થવાના સમાચાર પ્રસિદ્ધ કર્યા હતા. આ પછી તેણે પોતાનો ફોન છોડી દીધો. મને એ નથી સમજાતું કે આટલા મોટા ટીવી કલાકારોના લોકો આ બધું કેમ કરે છે.

ફૈઝાન અંસારીએ આગળ કહ્યું કે, આવા લોકો પોતાને મોટી સેલિબ્રિટી બનાવવા માટે આ બધું કરે છે. તેણે આવું ખોટું પગલું ભર્યું છે અને તે પણ માત્ર પબ્લિસિટી સ્ટંટ માટે આ કર્યુ. આ પહેલા પૂનમ પાંડેએ પણ આવું જ કર્યું હતું. આવા લોકો ઈન્ડસ્ટ્રીનું નામ જ બગાડે છે. મને લાગે છે કે તેનો પરિવાર પણ આમાં સામેલ છે. જો તે અભિનેતા છે તો તેણે કામ કરીને નામ કમાવવું જોઈએ અને આવા જાહેર સ્ટંટ કરીને આગળ ન વધવું જોઈએ.

જણાવી દઈએ કે, ગુરુચરણ સિંહ પોતાના પિતાનો જન્મદિવસ મનાવવા મુંબઈથી દિલ્હી આવ્યા હતા. આ પછી તેની 22 એપ્રિલે દિલ્હીથી મુંબઈની ફ્લાઈટ હતી. અભિનેતા ફ્લાઇટ પકડવા માટે તેના ઘરેથી નીકળ્યા પરંતુ તેમણે ન તો ફ્લાઇટમાં મુસાફરી કરી અને ન તો તે ઘરે પરત ફર્યા. આ પછી તેના પરિવારજનોએ ગુમ થયાની ફરિયાદ નોંધાવી છે. અભિનેતાને ગુમ થયાને 23 દિવસ થઈ ગયા હોવા છતાં હજુ સુધી કોઈ માહિતી સામે આવી નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X