દિશા પટાની-આદિત્ય રૉય કપૂર સાથે ‘મલંગ'નુ નવુ પોસ્ટર રિલીઝ, એકદમ હૉટ
બોલિવુડની મોસ્ટ અવેઈટેડ જોડી આદિત્ય રૉય કપૂર અને દિશા પટાનીની ફિલ્મ 'મલંગ' હવે રિલીઝથી એક મહિનો જ દૂર છે. શુક્રવારે ફિલ્મનુ કેરેક્ટર પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યુ હતુ. હવે નિર્માતાઓએ આગામી રોમાંસ-રિવેન્જ-ડ્રામા 'મલંગ'થી એક અન્ય સુંદર પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યુ છે. ફિલ્મના નવા પોસ્ટરમાં બંને સ્ટાર્સ વચ્ચે જબરદસ્ત કેમેસ્ટ્રી જોવા મળી રહી છે. જેમાં એક અદભૂત બેકગ્રાઉન્ડમાં દિશા અને આદિત્ય ખૂબ જ અનોખા અંદાજમાં કિસ કરતા દેખાઈ રહ્યા છે. આ પોસ્ટરમાં બંને વચ્ચેના રોમાંસ અને સિઝલિંગ કેમેસ્ટ્રીની ઝલક જોવા મળી રહી છે.
તેમની કેમેસ્ટ્રી પર નિર્દેશક મોહિત સૂરી કહે છે, "Passionate, exciting, energetic, mad - Love is all this and more. Adi and Disha's love depicts their liberated and 'Malang' state of mind in this poster. I'm looking forward to seeing how the audience perceives it."
ફિલ્મનો દમદાર કોન્સેપ્ટ અને આ આકર્ષક પોસ્ટર નિશ્ચિત રીતે દર્શકોને વધુ ઉત્સાહિત કરી દેશે. મલંગનુ નિર્દેશન મોહિત સૂરીએ કર્યુ છે. ટી-સીરિઝના ભૂષણ કુમાર, કૃષ્ણ કુમાર, લવ ફિલ્મ્સના લવ રંજન, અંકુર ગર્ગ અને નોર્દન લાઈટ્સ એન્ટરટેઈનમેન્ટના જે શેવક્રમણી દ્વારા નિર્મિત આ ફિલ્મ 7 ફેબ્રુઆરી, 2020ના રોજ રિલીઝ થશે.
આ પણ વાંચોઃ ફરીથી સાથે દેખાયા જસલીન અને અનૂપ જલોટા, આ ટીક ટૉક Video થયો Viral