દિશા પટાનીએ કહ્યું "હા હું અને ટાઇગર હતા હોટલમાં એક સાથે!

Posted By:
Subscribe to Oneindia News

દિશા પટાની હાલમાં જ તેના અને તેના બોયફ્રેન્ડ ટાઇગર શ્રોફના સંબંધોને લઇને મીડિયામાં ખુલીને વાત કરી છે. અને વાત પણ તેવી હતી કે દિશા પટાનીની સ્પષ્ટતા આપવી જ પડે. થોડા દિવસ પહેલા જ સોશ્યલ મીડિયા પર ટાઇગર શ્રોફ અને દિશાએ બે અલગ અલગ તસવીરો મૂકી હતી. જેનું બ્રેકઆઉન્ડ એક જેવું જ હતું. જે બાદ અફવાઓએ જોર પકડ્યું હતું કે બન્ને લવ બર્ડ ક્યાંક સિક્રેટ વેકેશન મનાવવા ગયા હતા. અને તે વાત કંઇક આ રીતે છતી થઇ ગઇ. ત્યારે શું છે આ તસવીરોનું સત્ય જાણો અહીં.....

દિશાનો ગુસ્સો

દિશાનો ગુસ્સો

દિશા પટાની હાલ મીડિયાથી નારાજ છે તેનું કહેવું છે કે મીડિયા તેને તેના કામ માટે યાદ નથી કરતું પણ તેના લિંક અપ અને ટાઇગર શ્રોફ માટે જ યાદ કરે છે. દિશાએ કહ્યું છે કે તે ખાલી પોતાના કામ માટે ઓળખવા માંગે છે. નહીં કે તેના લિંક અપ માટે.

દિશા પટાની

દિશા પટાની

ત્યારે સવાલ તે ઊભો થાય છે કે કેમ આટલા વખત સુધી જ્યારે લોકો તેને ટાઇગર શ્રોફ સાથે જોડતા હતા ત્યારે પોતાના કામની વાત ના કરી? કદાચ એટલા માટે કે તેની પાસે પોતાનું કામ દેખાડવા માટે કોઇ ફિલ્મ નહતી.

આ ફોટાએ કર્યો વિવાદ

આ ફોટાએ કર્યો વિવાદ

નોંધનીય છે કે દિશા પટાની અને ટાઇગર શ્રોફ બન્નેએ સોશ્યલ મીડિયા પર આ ફોટો મૂક્યો હતો. જેનું બેકગ્રાઉન્ડ એક જેવું જ છે. તે બાદ લોકોમાં તે વાત ફેલાઇ હતી કે ટાઇગર અને દિશા બન્ને સેક્રિટે વેકેશન પર ગયા હતા.

પણ શું હતી હકીકત?

પણ શું હતી હકીકત?

પણ આ અંગે સ્પષ્ટતા આપતા દિશાએ કહ્યું કે તે બન્ને તેમનો આ ફોટો તેઓ જ્યારે બેફિરાનું શૂટિંગ કરી રહ્યા હતા ત્યારનો છે. અને તેથી વિશેષ આ ફોટોમાં બીજુ કંઇ નથી. નોંધનીય છે કે ટાઇગર અને દિશાએ કદી પણ પોતાના સંબંધોને બધાની સામે નથી સ્વીકાર્યો અને બન્ને આ વાતની હંમેશા ના જ કહે છે.

કેરિયર

કેરિયર

જો કે ફિલ્મ એમ.એસ.ધોની ધ અનટોલ્ડ સ્ટોરીમાં દિશા પટાનીને એક્ટિંગના લોકોએ વખાણ કર્યા હતા. અને લોકોએ તેમને પસંદ પણ કરી હતી. જો કે તેમનો રોલ એટલો નાના હતો કે તે એટલી પણ મજબૂત છાપ નહતી છોડી શકી.

English summary
Disha Patani is upset that people are more curious to know about her love life than her professional life.
Please Wait while comments are loading...