સર્જરી પછી આવો થઈ ગયો દિશા પટાનીનો ચહેરો, યુઝર્સ બોલ્યા - માત્ર બિકિની પહેરવાથી કંઈ ના થાય
સર્જરી બાદ દિશા પટાનીના ચહેરાને લઈને સોશિયલ મીડિયા પર ઘણી મજાક બનાવવામાં આવી રહી છે.
મુંબઈઃ બૉલિવુડ એક્ટ્રેસ દિશા પટાની હાલમાં તેની આગામી ફિલ્મ 'એક વિલન રિટર્ન્સ'ને લઈને ચર્ચામાં છે. તેની ફિલ્મ 29 જુલાઈના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મમાં દિશા પટાનીની સાથે જૉન અબ્રાહમ, તારા સુતારિયા અને અર્જુન કપૂર પણ જોવા મળશે. હાલમાં આ તમામ કલાકારો પોતાની ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. ફિલ્મ 'એક વિલન રિટર્ન્સ'ના તમામ કલાકારો ફિલ્મના પ્રમોશન માટે અલગ-અલગ જગ્યાએ ફરી રહ્યા છે. આ દરમિયાન લોકોએ દિશા પટાનીને ટ્રોલ કરવાનુ શરૂ કરી દીધુ છે. લોકોનુ કહેવુ છે કે દિશા પટાનીએ હાલમાં જ ચહેરાની સર્જરી કરાવી છે જેના પછી તરત જ તેણે ફિલ્મનુ પ્રમોશન શરૂ કરી દીધુ છે. લોકો તેને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા છે. સર્જરી બાદ તેના ચહેરાને લઈને સોશિયલ મીડિયા પર ઘણી મજાક બનાવવામાં આવી રહી છે.

દિશા પટાની થઈ રહી છે ટ્રોલ
તમને જણાવી દઈએ કે દિશા પટાની જલ્દી જ ફિલ્મ 'એક વિલન રિટર્ન્સ'માં જોવા મળશે. હાલમાં તે ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. દિશા બૉલિવુડની બોલ્ડ હિરોઈનોમાંની એક છે. તેની સ્ટાઇલ સેન્સ હંમેશા સમાચારોમાં રહે છે પરંતુ આ વખતે તે તેના લુકને કારણે ટ્રોલ થઈ રહી છે. સોશિયલ મીડિયા યુઝર્સે તેની સર્જરી વિશે વાત કરી અને ચહેરામાં દેખાતા ફેરફારોને જોયા. દિશા તેના લુક માટે આ પહેલા પણ ઘણી વખત ટ્રોલ થઈ ચુકી છે.

બગડ્યા દિશાના ચહેરાના હાલ
તાજેતરમાં જ ફિલ્મ 'એક વિલન રિટર્ન્સ'ના પ્રમોશન દરમિયાન દિશા પટાની સફેદ કલરના ડ્રેસમાં ખૂબસૂરત લાગી રહી હતી. તે એકદમ બાર્બી ડૉલ જેવી દેખાતી હતી. દિશા ખૂબ જ સુંદર દેખાતી હતી પરંતુ ઘણા સોશિયલ મીડિયા યુઝર્સે તેના ચહેરામાં દેખાતા બદલાવ અંગે ઉગ્ર ટિપ્પણી કરી છે.
ફોટા થઈ રહ્યા છે વાયરલ
દિશા પટાનીના પ્રમોશન દરમિયાનની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. તેના ચહેરાની સર્જરી માટે લોકો તેની મજાક ઉડાવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર દિશા પટાનીની તસવીર પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યુ છે - તેના ચહેરામાં શું ખોટુ છે યાર. વળી, અન્ય એક યુઝરે કોમેન્ટ કરતા લખ્યુ છે - પાંપણોમાં કંઈક તો ગરબડ છે દિશા. અન્ય યુઝરે લખ્યુ છે - દિશા તેના લિપ જૉબ પહેલા સારી દેખાતી હતી.

યુઝર્સે કરી આવી કમેન્ટ
તમને જણાવી દઈએ કે ફિલ્મ 'એક વિલન રિટર્ન્સ'ના ટ્રેલર લૉન્ચ દરમિયાન પણ દિશા પટાનીને જોરદાર ટ્રોલ કરવામાં આવી હતી. યુઝર્સે તેના વીડિયો પર કોમેન્ટ કરવાનુ શરૂ કર્યુ કે તેણે પ્લાસ્ટિક સર્જરી કરાવી છે. જો કે દિશા પટાની તરફથી હજુ સુધી આ અંગે કંઈ કહેવામાં આવ્યુ નથી.

29 જુલાઈએ રીલિઝ થશે ફિલ્મ
તમને જણાવી દઈએ કે દર્શકો પહેલાથી જ ફિલ્મ 'એક વિલન રિટર્ન્સ'ને લઈને ઉત્સાહિત છે. આ ફિલ્મમાં ઘણા કલાકારો સાથે જોવા મળવાના છે. આ એક સસ્પેન્સ થ્રિલર ફિલ્મ છે જેનુ ટ્રેલર લોકોને ખૂબ પસંદ આવ્યુ છે. ફિલ્મના નિર્દેશક મોહિત સુરી છે. આ ફિલ્મ 29મી જુલાઈએ રિલીઝ થશે. જેની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
-
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ







Click it and Unblock the Notifications
