Video : ગણપતિ સેલિબ્રેશનમાં દિશા પટણીનો બોલ્ડ લુક જોઈને લોકો ભડક્યા, સોશિયલ મીડિયા પર ખરીખોટી સંભળાવી
દેશભરમાં ગણપતિની ધુમ છે ત્યારે બોલિવૂડના સિતારાઓ પણ ગણપતિને આવકારી રહ્યા છે. આ ક્રમમાં જ હાલમાં અંબાણી પરિવારે ગણેશ ચતુર્થીએ ગણપતિ પુજાનું આયોજન કર્યુ હતુ. આ સેલિબ્રેશનમાં બોલિવૂડની હસીનાઓનો જમાવડો જોવા મળ્યો હતો.
અંબાણી પરિવારના આ સેલિબ્રેશનમાં બોલિવૂડની હોટ એન્ડ બોલ્ડ અભિનેત્રી દિશા પટણી પણ પહોંચી હતી. દિશાને અહીં સુપર બોલ્ડ અવતારમાં જોઈને ઈન્ટરનેટ પર તેને ટ્રોલ કરવામાં આવી રહી છે.

દિશા પટણી અવારનવાર અલગ-અલગ આઉટફિટથી ફેન્સને દિવાના બનાવતી રહે છે અને પોતાની ડ્રેસિંગ સ્ટાઈલથી પોતાનું ફિગર બતાવવાની કોઈ તક છોડતી નથી. આ વખતે પણ તેણે ગણેશ ચતુર્થીની ઉજવણીમાં કંઈક આવું જ કર્યું. અન્ય સેલેબ્સની જેમ અભિનેત્રી પણ સુંદર સાડી પહેરીને ટ્રેડિશનલ લુકમાં પહોંચી હતી.
દિશા પટાનીએ ગણેશ સેલિબ્રેશન માટે પ્લેન ઓરેન્જ કલરની સિલ્ક સાડી પહેરી હતી. આ સાથે તેણીએ બ્રાલેટ બ્લાઉઝ પહેર્યું હતું. એક્ટ્રેસનું આ બ્લાઉઝ એકદમ રિવિલિંગ હતું. પાછળથી બ્લાઉઝની માત્ર એક પાતળી દોરી હતી અને તે આગળની ડીપનેક હતું. અભિનેત્રીને ગણેશ ચતુર્થીના સેલિબ્રેશનમાં આ આઉટફિટ પહેરેલી જોઈને લોકો ગુસ્સે થઈ ગયા અને તેને યોગ્ય કપડાં પહેરવાની સલાહ આપતા જોવા મળ્યા.
હવે દિશા પટણીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. લોકો તેને કોમેન્ટ કરીને જોરદાર ટ્રોલ કરી રહ્યા છે. વીડિયો પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું કે, શું તે પૂજા માટે આવી છે કે ફેશન શો માટે? અન્ય એક યુઝરે લખ્યું કે, મેં ક્યારેય દિશા પટણીને સમજદાર કપડામાં નથી જોઈ.
દિશા પટણીના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, તે છેલ્લે ફિલ્મ એક વિલન રિટર્ન્સમાં જોવા મળી હતી. હવે તે ટૂંક સમયમાં તેની આગામી ફિલ્મ યોદ્ધામાં જોવા મળશે. જેમાં તે સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે સ્ક્રીન શેર કરશે. આ ફિલ્મ 15 ડિસેમ્બર 2023ના રોજ રિલીઝ થશે. આ સિવાય તેની પાસે ફિલ્મ વેલકમ 3 પણ પાઇપલાઇનમાં છે.












Click it and Unblock the Notifications
