હવે ગંભીર ભૂમિકાઓ કરવા માંગે છે ‘લિક્વિડ’

મુંબઈ, 15 જૂન : હાસ્ય ફિલ્મો પ્યાર કા પંચનામા તથા ચશ્મે બદ્દૂરની સફળતા બાદ બૉલીવુડ અભિનેતા દિવ્યેન્દુ શર્મા એક ગંભીર ફિલ્મ ઝાલિમ દિલ્લીમાં નજરે પડશે.

divyendusharma

પ્રથમ ફિલ્મમાં લિક્વિડ નામનું યાદગાર પાત્ર ભજવનાર દિવ્યેન્દુએ એક વાતચીતમાં જણાવ્યું - હું એક સરખી ભૂમિકા નથી કરવા માંગતો. હું કંઈક જુદુ કરવા માંગુ છું. ઝાલિમ દિલ્લીમાં હું પ્રથમ વાર ગંભીર ભૂમિકા કરીશ.

દિવ્યેન્દુ શર્મા કોઈ પણ ફિલ્મની પસંદગી સ્ક્રિપ્ટના આધારે કરે છે અને તેઓ ક્યારેય ફિલ્મ માટે ઉતાવળ નથી કરતાં. તેમણે જણાવ્યું - હું માત્ર સ્ક્રિપ્ટ ઉપર ધ્યાન આપુ છું. જો મને સ્ક્રિપ્ટ અને પાત્ર ગમી જાય, તો હું તેની ઉપર ધ્યાન આપુ છું. મને પટકથા ગમવી જોઇએ.

દિલ્હીના વતની દિવ્યેન્દુ શર્મા કહે છે - હું તે પ્રકારનો માણસ નથી કે એક સફળ ફિલ્મ બાદ બે-ત્રણ ફિલ્મોની પસંદગી કરી નાંખું. મને વાર્તા ગમવી જોઇએ. મેં પ્યાર કા પંચનામા બાદ સમય લીધો અને પછી ચશ્મે બદ્દૂર ફિલ્મની પસંદગી કરી. મારે એવી ફિલ્મ કરવી છે કે જે મને ઉત્સાહિત કરે અને હું ગૌરવ અનુભવું.

જસ્પિંદર કૌર બવેજા દિગ્દર્શિત બૉલીવુડ ફિલ્મ ઝાલિમ દિલ્લીમાં દિવ્યેન્દુના હીરોઇન ઇરા દુબે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X