Pics : કિંગ ખાન માટે લકી રહી છે દિવાળી!

મુંબઈ, 2 જાન્યુઆરી : શાહરુખ ખાનની વધુ એક ફિલ્મ દિવાળીએ રિલીઝ થવાની જાહેરાત થઈ છે. ફરાહ ખાન દિગ્દર્શિત હૅપ્પી ન્યુ ઈયર ફિલ્મનું પોસ્ટર લૉન્ચ થઈ ચુક્યું છે અને આ સાથે જ ફિલ્મ આગામી 23મી ઑક્ટોબર, 2014ના રોજ રિલીઝ થવાની જાહેરાત પણ થઈ ચુકી છે.

જેમ સલમાન ખાન સામાન્ય રીતે પોતાની ફિલ્મો ઈદ પ્રસંગે રિલીઝ કરતાં હોય છે, તેમ શાહરુખ ખાન સાથે પણ દિવાળીનું મિથક જોડાયેલું છે અને તેમની સફળ ફિલ્મોમાંની મોટાભાગની ફિલ્મો દિવાળીએ જ રિલીઝ થઈ હતી. તેમને બૉલીવુડમાં પ્રથમ મોટી સફળતા દિવાલીએ જ અપાવી હતી અને એ ફિલ્મ હતી બાઝીગર કે જે 12મી નવેમ્બર, 1993ના રોજ રિલીઝ થઈ હતી. જોકે બાઝીગર અગાઉ દીવાના હિટ રહી હતી, પરંતુ દિલ આશના હૈ, ચમત્કાર, કિંગ અંકલ અને માયા મેમસાબ જેવી ફ્લૉપ ફિલ્મો પણ શાહરુખની યાદીમાં જોડાઈ ચુકી હતી, પરંતુ દિવાળીએ રિલીઝ થયેલી બાઝીગરે શાહરુખને નવો મુકામ અપાવ્યો.

આવો તસવીરો સાથે બતાવીએ શાહરુખ અને દિવાળીની સફળ જોડીની કહાણી :

બાઝીગર

બાઝીગર

શાહરુખ ખાન અને દિવાળીની સફળતાની કહાણી શરૂ થઈ ફિલ્મ બાઝીગર સાથે. આ ફિલ્મે જોરદાર સફળતા મેળવી અને શાહરુખ અને દિવાળીનું મિથક ઊભુ થયું.

ડીડીએલજે

ડીડીએલજે

બાઝીગર પછી શાહરુખ ખાનની વધુ એક ફિલ્મ દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે પણ દિવાળીએ રિલીઝ થઈ. 20મી ઑક્ટોબર, 1995ના રોજ રિલીઝ થયેલી યશ રાજ ફિલ્મ્સની આ ફિલ્મે તમામ રેકૉર્ડ્સ તોડી નાંખ્યાં. એટલું જ નહીં, રાજ મલ્હોત્રાના પાત્ર તરીકે શાહરુખ એટલા ગમ્યાં કે અનેક ફિલ્મોમાં તેઓ આ જ પાત્રને દોહરાવતા આવ્યાં છે.

દિલ તો પાગલ હૈ

દિલ તો પાગલ હૈ

દિલવાલે દુલ્હનિયા લે જાયેંગેની સફળતાથી પ્રેરાઈ યશ રજા ફિલ્મ્સે માની લીધું કે શાહરુખ માટે દિવાળી શુભ છે. એટલે જ તેણે દિલ તો પાગલ હૈ ફિલ્મ 30મી ઑક્ટોબર, 1997ના રોજ દિવાળી પ્રસંગે રિલીઝ કરી અને આ ફિલ્મે લોકોને સાચે જ પાગલ બનાવી દીધાં.

કુછ કુછ હોતા હૈ

કુછ કુછ હોતા હૈ

1998માં રિલીઝ થયેલી કુછ કુછ હોતા હૈ ફિલ્મે પણ શાહરુખ-દિવાળી-સફળતાના સંયોગને બળ આપ્યું.

મોહબ્બતેં

મોહબ્બતેં

સને 2000માં આવેલી ફિલ્મ મોહબ્બતેં પણ દિવાળીએ રિલીઝ થઈ અને સફળ રહી.

વીર ઝારા

વીર ઝારા

12મી નવેમ્બર, 2004ના રોજ દિવાળી પ્રસંગે શાહરુખ ખાનની વધુ એક ફિલ્મ વીર ઝારાએ પણ બૉક્સ ઑફિસે સફળતા હાસલ કરી.

ડૉન

ડૉન

જોકે અમિતાભ બચ્ચનની ડૉન ફિલ્મની રીમેક ડૉન પણ દિવાળી પ્રસંગે 20મી ઑક્ટોબર, 2006ના રોજ રિલીઝ થઈ, પણ તેને ધારી સફળતા નહીં મળી. છતાં ફિલ્મ ફાયદામાં રહી.

ઓમ શાંતિ ઓમ

ઓમ શાંતિ ઓમ

દિવાળીએ લક્ષ્મીની કૃપા થતી જોઈ શાહરુખે પોતાની હોમ પ્રોડક્શનની ફિલ્મ ઓમ શાંતિ ઓમ પણ 9મી નવેમ્બર, 2007ના રોજ દિવાળી પ્રસંગે જ રિલીઝ કરી અને ધૂમ કમાણી કરી.

રા.વન

રા.વન

શાહરુખના કૅરિયર અને બૉલીવુડની સૌથી મોંઘી ફિલ્મ રા.વન પણ દિવાળીએ રિલીઝ થઈ હતી, પરંતુ તેને ધારી સફળતા નહીં મળી.

જબ તક હૈ જાન

જબ તક હૈ જાન

યશ રાજ ફિલ્મ્સે શાહરુખ સાથેની ફિલ્મો દિવાળીએ રિલીઝ કરવાની પરમ્પરા જાળવી રાખી અને 13મી નવેમ્બર, 2012ના રોજ દિવાળી પ્રસંગે જબ તક હૈ જાન રિલીઝ થઈ. આ ફિલ્મ પણ સફળ રહી.

હૅપ્પી ન્યુ ઈયર

હૅપ્પી ન્યુ ઈયર

હવે શાહરુખ ખાન વધુ એક પ્રયોગ દિવાળી સાથે કરવા જઈ રહ્યાં છે. પોતાના હોમ પ્રોડક્શનની અને ફરાહ ખાન દિગ્દર્શિત ફિલ્મ હૅપ્પી ન્યુ ઈયર તેઓ આ વર્ષે દિવાળી પ્રસંગે એટલે કે 23મી ઑક્ટોબર, 2014ના રોજ રિલીઝ કરવા જઈ રહ્યાં છે. અગાઉની સફળતા જોઈ કહી શકાય કે હૅપ્પી ન્યુ ઈયર પણ શાહરુખ-દિવાળી-સફળતાનું મિથક જાળવવામાં સફળ રહેશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X