Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

'સેક્સ માટે પુરુષની જરુર નથી', 'દીયા ઓર બાતી હમ'ની અભિનેત્રી પોતાની સાથે લગ્ન કરવા પર થઈ ટ્રોલ તો આપ્યો જવાબ

પોતાની જાત સાથે લગ્ન કર્યા ત્યારબાદ કનિષ્કાએ મહિલાઓની પસંદગી અંગે ચોંકાવનારો દાવો કર્યો.

મુંબઈઃ વિશ્વની અદ્યતન ટેક્નોલોજીએ જીવનમાં ઘણો બદલાવ કર્યો છે. આજે આપણે એક એવા પરિવર્તનના સાક્ષી છીએ જેની કલ્પના પણ ન કરી શકાય. હવે જીવનશૈલીમાં પણ કેટલાક વિચિત્ર ફેરફારો જોવા મળી રહ્યા છે. ટીવી શો 'દીયા ઔર બાતી હમ'ની અભિનેત્રી કનિષ્કા સોની હાલમાં પોતાની કેટલીક ખાસ પસંદને કારણે ચર્ચામાં છે. તેણે પોતાની જાત સાથે લગ્ન કર્યા ત્યારબાદ કનિષ્કાએ મહિલાઓની પસંદગી અંગે ચોંકાવનારો દાવો કર્યો.

પોતાની સાથે લગ્ન કર્યા બાદ ટ્રોલ થઈ કનિષ્કા

પોતાની સાથે લગ્ન કર્યા બાદ ટ્રોલ થઈ કનિષ્કા

ટીવી શો 'દીયા ઔર બાતી હમ' અભિનેત્રીએ પોતે લગ્ન કર્યા બાદ મંગલસૂત્ર અને સિંદૂર સાથેની પોતાની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે. જે બાદ તેના ફેન્સ અને ફોલોઅર્સ ગુસ્સે થયા હતા. તેની પોસ્ટ પર યુઝર્સે તેના લગ્ન વિશે અલગ-અલગ કોમેન્ટ કરવાનુ શરૂ કર્યુ. મોટાભાગના લોકોએ કનિષ્કાને તેની પસંદગી માટે સમર્થન આપ્યુ ન હતુ. અભિનેત્રીની આ પસંદગીને લઈને ઘણા લોકોએ તેને ખૂબ ટ્રોલ કરી હતી. જે બાદ કનિષ્કા સોનીએ બીજી પોસ્ટ કરી અને ટ્રોલર્સને જવાબ આપ્યો.

કનિષ્કાએ કરી બીજી પોસ્ટ

કનિષ્કાએ કરી બીજી પોસ્ટ

કનિષ્કાએ તેની બીજી પોસ્ટ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી જેમાં લખ્યુ હતુ કે, 'હું જાણુ છુ કે તમે લોકો મારી જાત સાથે લગ્ન કરવાના મારા નિર્ણય પર ઘણા પ્રશ્નો ઉભા કરી રહ્યા છો, હું ખરેખર ભારતીય સંસ્કૃતિમાં વિશ્વાસ કરુ છુ અને આ મારુ પીઓવી છે કે મારે એકલા રહેવાનુ શા માટે પસંદ કર્યુ. આ પ્રેમ અને પ્રામાણિકતા વિશે છે અને મે તે વિશ્વાસ ગુમાવી દીધો છે. તેથી એકલા રહેવુ અને પોતાને પ્રેમ કરવો એ બહારની દુનિયામાં શોધવા કરતા વધુ સારુ છે જ્યારે તે શોધવાનુ મુશ્કેલ છે. કેટલાક લોકોએ એવુ પણ કહ્યુ કે એ પોસ્ટ કરતી વખતે મેં ગાંજો પીધો હશે અથવા તો પીધુ હશે પરંતુ તમને જણાવી દઉ કે હું દિલથી એટલી બધી ભારતીય છુ કે અહીંયા રહીને પણ મે ક્યારેય દારૂ કે અન્ય કોઈ નશો કર્યો નથી. હું લાંબા સમયથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં છુ. મેં આ નિર્ણય ખૂબ જ કાળજીપૂર્વક લીધો છે. મને ખુશી છે કે હું અત્યારે યુએસએમાં છુ અને હૉલીવુડમાં મારી કારકિર્દી પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છુ.'

'સેક્સ માટે પુરુષોની જરુર નથી'

'સેક્સ માટે પુરુષોની જરુર નથી'

લગ્ન કર્યા બાદ ટ્રોલ થયેલી એક્ટ્રેસ કનિષ્કાએ ગંદી કોમેન્ટ કરનારા યુઝર્સને જવાબ આપ્યો. તેણે પોતાની બીજી પોસ્ટમાં લખ્યુ કે વિજ્ઞાન અને ટેક્નોલોજી હવે એટલી બધી વધી ગઈ છે કે ઘણુ બધુ બદલાઈ ગયુ છે. મહિલાઓને હવે સેક્સ માટે પુરૂષોની જરૂર નથી.

અભિનેત્રીના લગ્નનો ફોટો વાયરલ

અભિનેત્રીના લગ્નનો ફોટો વાયરલ

કનિષ્કા સોનીએ પોતે સિંદૂર અને મંગળસૂત્ર પહેરેલા ફોટા શેર કર્યા કારણ કે તેણે જાહેરાત કરી કે તેણે સ્વ સાથે લગ્ન કર્યા છે. હવે એક નવા વીડિયોમાં અભિનેત્રીએ તેના નિર્ણય પર સવાલ ઉઠાવનારાઓ પર પ્રતિક્રિયા આપી અને સમજાવ્યુ કે તેણે શા માટે કોઈ પુરુષ સાથે લગ્ન નથી કર્યા.

કનિષ્કાએ જણાવી હકીકત

કનિષ્કાએ જણાવી હકીકત

અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રામ પોસ્ટ સાથે એક વીડિયો શેર કર્યો છે. જેમાં તેણે પોતાના જીવન વિશે જણાવ્યું. અભિનેત્રીએ કહ્યુ, 'લગ્ન કરવાનુ હંમેશાથી તેનુ સપનુ રહ્યુ છે. હું ગુજરાતના ખૂબ જ રૂઢિચુસ્ત પરિવારમાંથી આવુ છુ. માત્ર એટલુ જ હતુ કે મે મારા જીવનમાં ક્યારેય એવો માણસ જોયો નથી જે તેની વાતને વળગી રહે. મે હંમેશા જોયુ છે કે પુરુષો જે કહે છે તેને વળગી રહેતા નથી અને તેથી જ હું માનુ છુ કે હું પુરૂષ વિના મારુ આખુ જીવન જીવી શકુ છુ. આજની ટેકનોલોજી માટે આભાર. જો હું મારી જાતે કમાતી હોઉ તો મને કોઈ માણસની જરૂર નથી, હું સ્વતંત્ર છુ અને હું મારા સપના અને મારી જરૂરિયાતો પૂરી કરી શકુ છુ...'

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X