હું પણ ધ્યાન રાખીશ કે આમિર ત્રીજી વાર લગ્ન ન કરેઃ સલમાન

Posted By:
Subscribe to Oneindia News

સલમાન ખાન પોતાના સ્પોન્ટેનિયસ રિપ્લાય માટે જાણીતા છે. પોતાનો અભિપ્રાય જણાવવાની વાત આવે ત્યારે સલમાન કોઇ પણ જાતના ફિલ્ટર વગર બોલે છે. 'ટ્યૂબલાઇટ'ની રિસન્ટ પ્રમોશનલ ઇવેન્ટમાં કંઇ એવું જ થયું. આમિર ખાને થોડા દિવસ પહેલાં સલમાન અંગે કરેલ કોમેન્ટ અંગે જ્યારે સલમાનને પૂછવામાં આવ્યું તો તેણે જોરદાર જવાબ આપ્યો હતો.

સલમાનના લગ્ન અંગે આમિર

સલમાનના લગ્ન અંગે આમિર

થોડા દિવસ પહેલાં જ આમિર ખાનને સલમાનના લગ્ન અંગે સવાલ પૂછવામાં આવ્યો હતો. ત્યારે આમિરે હસતાં હસતાં કહ્યું હતું કે, હું સલમાન ખાનના હાથ-પગ બાંધીને તેને લગ્ન કરવા બેસાડી દઇશ.

સલમાનનો જવાબ

સલમાનનો જવાબ

સલમાનને જ્યારે આ અંગે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે, હા, મેં ક્યાંક વાચ્યું હતું કે આમિર મારા લગ્ન કરાવવા માટે ખૂબ ઉત્સુક છે. મેં પણ નક્કી કર્યું છે કે, હું પણ આમિરના હાથ-પગ બાંધી દઇશ જેથી એ ત્રીજી વાર લગ્ન ન કરે.

સલમાને આપી આમિરને ચેતવણી?

સલમાને આપી આમિરને ચેતવણી?

સલમાન ખાન અને આમિર ખાન ઘણા સારા મિત્રો છે, તો પછી આમિરની કોમેન્ટ પર સલમાને આવો વિવિદાસ્પદ જવાબ શા માટે આપ્યો? ઉલ્લેખનીય છે કે, છેલ્લા થોડા સમયથી આમિર અને 'દંગલ' ફેમ એક્ટ્રેસ ફાતિમા સના શેખ વચ્ચે અફેર હોવાની ખબરો ઉડી રહી છે. એને કારણે જ તો સલમાને આવો જવાબ નથી આપ્યો? શું આ સલમાનની આમિરને ચેતવણી હતી?

આમિરનું રિએક્શન

આમિરનું રિએક્શન

ઉલ્લેખનીય છે કે, ડાયરેક્ટર કિરણ રાવ સાથે આમિરના આ બીજા લગ્ન છે. 'દંગલ' ફિલ્મ રિલીઝ થયા બાદથી જ આમિર અને ફાતિમા વચ્ચે અફેર હોવાની ચર્ચા શરૂ થઇ ગઇ હતી. આમિરની યશ ચોપરા બેનરની આગામી ફિલ્મમાં પણ ફાતિમા મહત્વપૂર્ણ પાત્ર ભજવી રહી છે અને પ્રાપ્ત જાણકારી અનુસાર આમિરે જ આદિત્ય ચોપરાને રિક્વેસ્ટ કરીને ફાતિમાને આ રોલ અપાવ્યો છે. આ કારણે આ બંન્નેના અફેરની ખબરને વધુ હવા મળી છે. હવે સલમાનની આ કોમેન્ટ પર આમિર શું રિએક્શન આપે છે એ જોવાનું રહેશે.

આમિર અને ફાતિમા

આમિર અને ફાતિમા

આમિર અને ફાતિમા હાલ યુરોપમાં 'ઠગ્સ ઓફ હિંદોસ્તાન'નું શૂટિંગ કરી રહ્યાં છે. બે દિવસ પહેલાં જ યુરોપની આમિર અને ફાતિમાની આ તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ હતી. આ પહેલાં ફાતિમા અંગે વાત કરતાં આમિરે કહ્યું હતું કે, ફાતિમા આ ફિલ્મની હિરોઇન છે અને આ વાતે હું ખૂબ ખુશ છું. કારણ કે, તે એક સારી આર્ટિસ્ટ છે અને આ રોલ માટે પરફેક્ટ છે.

શું કહે છે કિરણ રાવ?

શું કહે છે કિરણ રાવ?

રસપ્રદ વાત તો એ છે કે, આ ફિલ્મમાં ફાતિમાની કાસ્ટિંગ બાબતે અને આમિરના અફેરની અફવાઓ બાબતે કિરણ રાવે પણ સ્પષ્ટતા કરી હતી. કિરણે કહ્યું હતું, કાસ્ટિંગની વાતમાં અમે માથું નથી મારતા. 'ઠગ્સ ઓફ હિંદોસ્તાન' મોટી ફિલ્મ છે, એટલે આ અંગેનો નિર્ણય આદિત્ય ચોપરા, આમિર અને વિજય કૃષ્ણા આચાર્યએ મળીને લીધો છે. તેમણે ફાતિમાને સારી તક આપી છે.

English summary
Did Salman Khan take a dig at Aamir Khan for his affair rumours with this actress? You will be surprised to know his statement.
Please Wait while comments are loading...