For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Pics : તો શું રણદીપનું નામ લેતા નીતૂની ઇમેજ બગડે છે?

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 13 નવેમ્બર : ક્યારેક અભિનેત્રી નીતૂ ચંદ્રાના સૌથી નજીકના મિત્રોમાં ગણાતા અભિનેતા રણદીપ હુડા પૃથ્વી થિયેટરમાં નીતૂના પ્રથમ નાટક ઉમરાવ જાનની પ્રસ્તુતિ દરમિયાન દેખાયાં. કહે છે કે નીતૂ તેમની હાજરી માત્રથી નારાજ હતાં. આ અંગે પૂછાતા નીતૂએ જણાવ્યું - હું આવી બધી બાબતો માટે ચર્ચામાં નથી રહેવા માંગતી. હું પોતાની બહેતર છબીને આવી બાબતોના કારણે ખરાબ નથી કરવા માંગતી કે હાલમાં હું કોને મળુ છું અને કોની સાથે મારો ઝગડો થયો છે.

ટ્રૅફિક સિગ્નલ તથા ગરમ મસાલા જેવી ફિલ્મોમાં કામ કરી ચુકેલા નીતૂ ચંદ્રાએ જણાવ્યું - મારા પ્રથમ મંચીય નાટકને આવી બધી તિકડમબાજીઓની જરૂર નથી. મારા નાટકની પ્રસ્તુતિમાં બેંજામિન ગિલાની, કુણાલ કપૂર, ઓમ પુરી, નિદા ફાજલી, જાવેદ સિદ્દીકી તેમજ ગોવિંદ નિહલાણી જેવી થિયેટર સાથે જોડાયેલી હસ્તીઓ હાજર હતી. તેમના વિશે કેમ કોઈ કંઈ લખતું નથી?

નીતૂ ચંદ્રા ઉમરાવ જાન નાટકમાં ઉમરાવ જાનની ભૂમિકા ભજવી રહ્યાં છે. તે માટે મળેલી પ્રતિક્રિયા અને વખાણને લઈને તેઓ ખૂબ જ ઉત્સાહિત પણ છે. ઉમરાવ જાન નાટકનું મંચન આ સપ્તાહના આરંભે જ થયુ હતું.

ચાલો આપણે નીતૂ ચંદ્રાની હૉટ તસવીરો સાથે જાણીએ વધુ વિગતો :

નાટક હાઉસફુલ

નાટક હાઉસફુલ

નીતૂ ચંદ્રાએ જણાવ્યું - હજી ઉમરાવ જાન નાટકના બે મંચન થયાં છે અને બંને હાઉસફુલ રહ્યાં છે.

પ્રથમ નાટક

પ્રથમ નાટક

નીતૂ ચંદ્રાનું આ પ્રથમ નાટક છે અને લોકોના પ્રતિસાદને જોઈ નીતૂ લાગણીશીલ બની ગયાં છે.

જરૂરિયાત

જરૂરિયાત

તેમણે જણાવ્યું - મને ઉમરાવ જાનનો પ્રસ્તાવ તેવા વખતે મળ્યો કે જ્યારે મને તેની સૌથી વધુ જરૂર હતી.

પૂર્વાનો આભાર

પૂર્વાનો આભાર

નીતૂએ ઉમરાવ જાન નાટકના લેખિકા, નિર્માતા તથા રિલાયંસના રચનાત્મક પ્રમુખ પૂર્વા નરેશનો આભાર વ્યક્ત કર્યો. નીતૂએ જણાવ્યું - તેમણે મને મારા પ્રથમ નાટકમાં મારા સપનાના પાત્રને ભજવવાની તક આપી.

ઐતિહાસિક પક્ષ

ઐતિહાસિક પક્ષ

નીતૂ ચંદ્રાને એ બાબતને લઈને વધુ ખુશી છે કે ઉમરાવ જાન નાટકના ઐતિહાસિસક પક્ષને બહેતરીન રીતે મંચ ઉપર રજૂ કરવામાં આવ્યું.

નવી વિચારસરણી

નવી વિચારસરણી

તેમણે જણાવ્યું કે ઉમરાવ જાન નાટક આજની યુવતીની વિચારસરણી દર્શાવે છે.

વૈશ્વિક મંચન

વૈશ્વિક મંચન

તેમણે જણાવ્યું - હું આખા વિશ્વમાં ઉમરાવ જાન નાટકનું મંચન કરવા માંગુ છું.

બે કલાકમાં જીવન યાત્રા

બે કલાકમાં જીવન યાત્રા

ઉમરાવ જાન નાટક માત્ર બે કલાકમાં એક યુવતીની આખી જીવનયાત્રાને રજૂ કરે છે.

દરેક યુવતીની વાર્તા

દરેક યુવતીની વાર્તા

ઉમરાવ જાન નાટક દરેક યુવતીની વાર્તા છે. ભલે પછી તે કોઈ પણ દોરમાં જન્મેલી હોય.

દિગ્દર્શક હિદયંત

દિગ્દર્શક હિદયંત

નાટકના દિગ્દર્શક હિદયંત સામી છે, જ્યારે રેખા ભારદ્વાજે સંગીત તૈયાર કર્યું છે.

રેખા-ઐશ બાદ નીતૂ

રેખા-ઐશ બાદ નીતૂ

1981માં આવેલી ફિલ્મ ઉમરાવ જાનમાં લીડ રોલ રેખાએ કર્યો હતો અને ઉમરાવ જાનના પાત્રને અમર બનાવી દીધુ હતું. આ ફિલ્મ માટે રેખા નેશનલ ઍવૉર્ડથી પણ સન્માનાયા હતાં. જોકે પછી જે પી દત્તાએ પણ ઉમરાવ જાનની રીમેક બનાવી કે જેમાં ઐશ્વર્યા રાય હતાં, પણ ફિલ્મ ચાલી નહીં. જોઇએ હવે નીતૂ ચંદ્રાના નાટક ઉમરાવ જાનને કેવોક પ્રતિસાદ મળે છે?

English summary
Write-ups suggesting that actor Randeep Hooda, once a very close friend of actress Neetu Chandra, showed up at the Prithvi Theatres to witness her stage debut as "Umrao Jaan" for old times' sake, has her fuming.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X