કાળિયાર શિકારઃ વકીલે કહ્યું- શું સલમાનને ખાલી ચહેરો દેખાડવા બોલાવ્યો છે?
કાળિયાર શિકારઃ વકીલે કહ્યું- શું સલમાનને ખાલી ચહેરો દેખાડવા બોલાવ્યો છે?
કાળિયાર શિકાર મામલે મુખ્ય આરોપી સલમાન ખાનની આજે જોધપુર કોર્ટમાં પેશી થનાર હતી. આ વાતનો પહલેથી જ અંદાજો લગાવવામાં આવી રહ્યો હતો કે સલમાન કોર્ટમાં હાજર થાય, અને તેવું જ થયું. સલમાન ખાનના વકીલ હસ્તીમલ સાસ્વત કોર્ટમાં જતા પહેલા સ્પષ્ટ કરી દીધું હતું કે સલમાન ખાન કોર્ટ નહિ આવે. જોધપુર જિલ્લા અને સત્ર ન્યાયાલયે આ મામલે આગલી તારીખ 19 ડિસેમ્બર નક્કી કરી દીધી છે.
પરંતુ આ દરમિયાન કોર્ટમાં દિલચસ્પ દલિલો થઈ. જેના મીડિયા રિપોર્ટ્સ સામે આવ્યા છે. ઉલ્લેખનીય છે કે 1998માં હમ સાથ સાથ હૈના શૂટિંગ દરમિયાન કારિયાળના શિકાર સાથે આ મામલો જોડાયેલ છે.

10 હજારનો દંડ ફટકાર્યો હતો
2 એપ્રિલ 2018ને બે દશક જૂના કાળિયાર શિકાર પ્રકરણમાં સલમાન ખાનને દોષી ગણાવી પાંચ વર્ષની સજા સંભળાવી હતી. આની સાથે જ સલમાન ખાન પર 10 હજાર રૂપિયાનો દંડ પણ લગાવ્યો હતો. આ મામલે સૈફ અલી ખાન, સોનાલી બેંદ્ર, નીલમ અને તબૂનું નામ પણ સામેલ છે. અહીં જાણો સલમાનના વકીલે કોર્ટમાં શું કહ્યું..

શું માત્ર ચેહરો દેખાડવા માટે?
કોર્ટમાં સલમાન ખાનના વકીલે કહ્યું કે સલમાન ખાનને હંમેશા માટે પેશીથી છૂટ આપવામાં આવે. તેમણે એમ પણ કહ્યું કે શું માત્ર સલમાન ખાનને ચેહરો દેખાડવા માટે કોર્ટમાં બોલાવવા માંગો છો.

જજે કહ્યું કે...
વકીલની વાત સાંભળતાં જ જજે કહ્યું કે શું હું? પોતાની કહેલી વાત સંભાળતા વકીલે તરત કહ્યું કે નહિ બાકી લોકોની વાત કરી રહ્યો છું. શું તેઓ સલમાન ખાનનો ચેહરો જોવ માંગે છે.

ફિલ્મ શૂટિંગમાં વ્યસ્ત
જે બાદ સલમાનના વકીલે ઈશારો કરતાં વિરોધી વકીલ તરફ જોયું. કોર્ટ સામે બે એપ્લિકેશન રજૂ કરવામાં આવી. જેમાં કહેવામાં આવ્યું આજના દિવસે હાજરી માફી આપવામાં આવે કેમ કે તેઓ ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે. આ કારણે તેઓ આવી ન શકે.

આવો કોર્ટનો હાલ રહ્યો
બીજી એપ્લિકેશનમાં સલમાન ખાનને પેશીથી છૂટ આપવાની અપીલ કરવામાં આવી છે. જેના પર તર્ક આપતા સલમાન ખાનના વકીલે કહ્યું કે તેમનું હાજર થવું જરૂરી નથી. સુનાવણી પૂરી થઈ જશે ત્યારે તેઓ આવશે. સરકારી વકીલે પોતાનો પક્ષ રાખતા કહ્યું કે આ ટ્રાયલના સમયે હોય છે અત્યારે નહિ.

આવી રીતે મળી 19 સપ્ટેમ્બરની તારીખ
જજે આ અપીલ પર કહ્યું કે આગલી તારીખ ડિસેમ્બરમાં દેવાની થશે. સલમાનના વકીલે જાન્યુઆરીમાં તારીખની માંગ કરી. તેમણે વેકેશનનો હવાલો આપ્યો. જજે કહ્યું કે વેકેશન 21 ડિસેમ્બરે થશે. તમે 19 ડિસેમ્બરની તારીખ લઈ લો. આવી રીતે કાળિયાર મામલાની સુનાવણી 19 ડિસેમ્બર આપવામાં આવી છે.












Click it and Unblock the Notifications
