For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Doctor G Box Office: ફર્સ્ટ વીકેન્ડમાં 'ડૉક્ટર જી' એ કમાયા 15 કરોડ રુપિયા, આયુષ્માને જીત્યુ દર્શકોનુ દિલ

આયુષ્માન ખુરાના અને રકુલ પ્રીત સિંહની ફિલ્મ ડૉક્ટર જી હાલમાં જ રિલીઝ થઈ છે. જાણો તેનુ વીકેન્ડ કલેક્શન.

|
Google Oneindia Gujarati News

આયુષ્માન ખુરાના અને રકુલ પ્રીત સિંહની ફિલ્મ ડૉક્ટર જી હાલમાં જ રિલીઝ થઈ છે. અનુભૂતિ કશ્યપના નિર્દેશનમાં બનેલી ફિલ્મે અત્યાર સુધી 15 કરોડનુ વીકેન્ડ કલેક્શન કરી લીધુ છે. ફિલ્મના ત્રીજા દિવસનુ કલેક્શન ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે ટ્વિટર પર શેર કર્યુ છે. શુક્રવારથી લઈને અત્યાર સુધી ફિલ્મના કલેક્શનની વિગતો શેર કરતાં તેમણે કહ્યુ કે ફિલ્મે વીકએન્ડ પર સારુ કલેક્શન કર્યુ છે.

Doctor G

ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે જણાવ્યુ કે ફિલ્મ ડૉક્ટર જીએ રવિવારે કુલ 5.94 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. તેમણે જણાવ્યુ કે શનિવારે તેણે 5.22 કરોડનો બિઝનેસ કર્યો અને શુક્રવારે 3.87 કરોડનો બિઝનેસ કર્યો. તરણ આદર્શે જણાવ્યુ કે ફિલ્મે વીકએન્ડ પર સારી કમાણી કરી હતી પરંતુ તેના માટે આગામી પડકાર સોમવાર આવવાનો છે.

તમને જણાવી દઈએ કે આયુષ્માન ખુરાનાની ફિલ્મ ડૉક્ટર જીને દર્શકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આ ફિલ્મમાં અભિનેતાએ મેડિકલ સ્ટુડન્ટની ભૂમિકા ભજવી છે. આયુષ્માન ઑર્થોપેડિકનો અભ્યાસ કરવા માંગે છે પરંતુ તેને ગાયનો મળી જાય છે. એક પુરુષ ડૉક્ટર હોવા છતાં તેને ગાયનેકોલોજિસ્ટ બનવુ પડે છે. આવી સ્થિતિમાં સમાજની આ સ્ટીરિયોટાઇપને ફિલ્મમાં સારી રીતે રજૂ કરવામાં આવી છે. આ ફિલ્મે 3.87 કરોડ રૂપિયા સાથે ખાતુ ખોલાવ્યુ હતુ અને હવે તે ઘણી કમાણી કરી રહી છે.

ઉલ્લેખનીય છે કે આયુષ્માન ખુરાનાની ફિલ્મ ડૉક્ટર જી પરિણીતી ચોપરા અને હાર્ડી સંધુ સ્ટારર 'કોડ નેમઃ તિરંગા' સાથે સ્પર્ધામાં હતી. પરિણીતીની ફિલ્મ બૉક્સ ઓફિસ પર ખૂબ જ ખરાબ પ્રદર્શન કરી રહી છે. આ ફિલ્મ પહેલા ટકી ન શકી ડૉક્ટર જી આગળ ટકી શકી નહિ.

English summary
Doctor G Box Office: Weekend collection is 15 crore on Ayushmann Khurrana film.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X