For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

94th Academy Awards: ઑસ્કરમાં નૉમિનેટ થઈ દલિત મહિલા પત્રકારો પર બનેલી ડૉક્યુમેન્ટરી, 'રાઈટિંગ વિથ ફાયર'

ભારતીય ડૉક્યુમેન્ટરી ફિલ્મ 'રાઈટિંગ વિથ ફાયર'ને બેસ્ટ ડૉક્યુમેન્ટરી ફીચર કેટેગરી હેઠળ નૉમિનેટ થઈ.

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ એકેડમી ઑફ મોશન પિક્ચર આર્ટસ એન્ડ સાયન્સે મંગળવારે 94માં ઑસ્કર નૉમિનેશન કાર્યક્રમ દરમિયાન ભારતીય ડૉક્યુમેન્ટરી ફિલ્મ 'રાઈટિંગ વિથ ફાયર'ને બેસ્ટ ડૉક્યુમેન્ટરી ફીચર કેટેગરી હેઠળ નૉમિનેટ કરી. નિર્દેશક થૉમસ અને સુષ્મિત ઘોષ દ્વારા નિર્દેશિત 'રાઈટિંગ વિથ ફાયર' દલિત મહિલાઓ દ્વારા સંચાલિત ભારતનુ એકમાત્ર સમાચારપત્ર લહરરિયાના ઉદયના ઈતિહાસ પર આધારિત છે.

Academy Awards

ડૉક્યુમેન્ટરીમાં બતાવવામાં આવી છે દલિત મહિલાઓના સંઘર્ષની કહાની

થૉમસ અને સુમિતની આ ડેબ્યુ ફિલ્મ છે. આ ડૉક્યુમેન્ટરીમાં આ દલિત મહિલાઓના આખા સમૂહના સંઘર્ષની કહાની બતાવવામાં આવી છે. વર્તમાનપત્ર ચલાવનાર દલિત મહિલાઓના આખા સમૂહના નેતૃત્વ તેમની પ્રમુખ રિપોર્ટર મીરા કરી રહી છે. કૉમ્પિટીશનની દોડમાં જળવાઈ રહેવા માટે હવે આ ટીમે પોતાની વેબસાઈટ પણ શરુ કરી છે. સ્માર્ટફોન, સાહસ અને દ્રઢ વિશ્વાસથી ભરપૂર લહરિયાની મહિલા પત્રકાર પોતાના ક્ષેત્રમાં લોકો પર થઈ રહેલા અન્યાયને પ્રમુખતાથી છાપે છે.

સ્થાનિક પોલિસને તેમના નકારાત્મકતા પર ખુલીને સવાલ પૂછે છે. જાતિ અને લિંગ હિંસાના શિકાર લોકોને સાંભળે છે અને તેમના સાથે કદમથી કદમ મિલાવીને ચાલે છે અને સમાજમાં તેમના માનદંડોને પડકારે છે જેના કારણે અન્યાય થયો છે. બેસ્ટ ડૉક્યુમેન્ટરી ફીચર શ્રેણી હેઠળ નૉમિનેટેડ થનારી અન્ય ફિલ્મોમાં અસેંશન, એટિકા, ફ્લી એન્ડ સમર ઑફ સોલ શામેલ છે. સાઉથ સુપર સ્ટાર ફિલ્મ 'જય ભીમ' જેને સર્વશ્રેષ્ઠ ફિલ્મનુ નામાંકન મળવાની આશા રાખવામાં આવી રહી હતી તે નૉમિનેશનની દોડમાંથી બહાર થઈ ગઈ છે.

English summary
Documentary on Dalit women journalists nominated for Oscar 2022, 'Writing with Fire'
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X